________________
શારદા દર્શન
પરપ
બધી વાત કહી. દધિપણે રાજા ખુશ થયા. અહીં ભીમરાજાએ નળરાજાને રાજ્યાભિષેક કરા ને રાજ્ય નળરાજને સેંપી દીધું. નળરાજાએ ઘણી ના પાડી પણ ભીમરાજાએ કહ્યું હવે મારી ઉંમર થઈ છે માટે તમે સ્વીકાર કરો તેથી નળરાજાને રાજગાદીને સ્વીકાર કરવો પડશે, અને ભીમરાજા આત્મસાધનામાં જોડાયા.
નળરાજા પિતાની નગરીમાં આવતાં જનતાને ઉત્સાહ” – ત્યારબાદ નળરાજાએ વિચાર કર્યો કે કુબેરે કપટથી મને જુગાર રમાડીને હરાવ્યું છે તે. હવે તેને ભાન કરાવું. એટલે મોટું સૈન્ય લઈને તે કેશલા નગરીના ઉદ્યાનમાં આવ્યા, અને તેને મોકલીને યુદ્ધ માટે આમંત્રણ આપ્યું. બંને વચ્ચે યુદ્ધ થયું તેમાં નળરાજાએ કુબેરને હરાવ્ય ને પિતાનું રાજ્ય લઈ લીધું. હવે નળરાજાએ ધાર્યું હોત તો કુબેરને કાઢી મૂક્ત, પણ મહાન પુરૂષેનાં હૃદય વિશાળ હોય છે. નળરાજા વિશાળ દિલના હતા એટલે કુબેરને ફરીથી યુવરાજપદે સ્થાપન કર્યો. નળ રાજા બન્યા ને દમયંતી મહારાણી બન્યાં. કેશલા નગરીમાં તેમને જયજયકાર થયે. તે સમયે દમયંતીને પ્રતિબોધથી દીક્ષા લઈને સમાધિ મરણે મરીને જે ચેર સાધર્મ દેવલેકમાં દેવ થયે હવે તેણે આવીને દમયંતીની ખૂબ પ્રશંસા કરી અને તેના શીયળને મહિમા બતાવતાં સાત કોડ નૈયાની વૃષ્ટિ કરીને તે સૌધર્મ દેવલોકમાં ચાલ્યા ગયા. - કેશલા નગરીની પ્રજા સતીને ચમત્કાર જોવા માટે આવવા લાગી. અને તેને જયજયકાર બોલાવવા લાગી. નળરાજા તથા સતી દમયંતીની પ્રશંસા થવા લાગી. અને કુબેરની સૌ નિંદા કરવા લાગ્યા. હવે નળરાજા અને દમયંતીરાણી આનંદથી રહેવા લાગ્યા. નળરાજા સુંદર રીતે પિતાજીનું અને સસરાજીનું રાજય ચલાવે છે ને સંસારના સુખો ભેગવે છે. હવે આગળ શું બનશે તેને ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૬ ભાદરવા સુદ ૯ ને ગુરૂવાર
તા. ૧૫–-૭૭ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, પરમાર્થદશી વીતરાગ ભગવંતે એ જગતનાં જીવેના ઉદઘાર માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. જ્ઞાની કહે છે કે “ મેર સલુના ” કર્મ કરનારની પાછળ જાય છે. બીજાની પાછળ નહિ,
આપણે આત્મા મહાન શકિતશાળી છે. એ કર્મ બાંધે છે ખરો અને તેનું ચિતન્ય ધબકે તે એ કર્મના ચૂરેચૂરા બોલાવી દે છે, અને અનંત સુખને સ્વામી બની જાય છે, પણ અજ્ઞાન દશાથી મહમાં ઘેરાયેલા આત્માને હજુ તેની શકિત અને સંપત્તિને ખ્યાલ નથી. એની સ્થિતિ અજ્ઞાન નાદાન બાળક જેવી છે. જેમ કે બાળકના પિતા