________________
શારદા દર્શન
બધા મિ.થી ચઢી જા તે હોંશિયાર છે. એ આત્માની પુણ્યરૂપી પુંજીખાઈને ખલાસ કરીને આત્માને પાપના પિંજરામાં પૂરાવી દે છે. પરિણામે આત્મા કર્મથી ભારે બનીને દુર્ગતિમાં પટકાય છે. અને ત્યાં ભયંકર દુઃખે ભેગવે છે. આ મિત્ર કેટલું મોટું નુકશાન કરાવે છે. આ નુકશાન આત્મા કાયાના મેહમાં ફસાઈને જાણ બૂઝીને પિતાની જાતે કરે છે. એનો મોહ ક્યાં સુધી જીવ રાખે છે. આ કાયા છેલ્લે શ્વાસ લે છે ત્યારે પણ જીવ એને મેહ છોડીને, એને ભૂલીને સાચા મિત્રને પકડતો નથી. આત્માની દશા કેવી છે? જેમ કે ઈ પુરૂષ વેશ્યાના મોહમાં પડીને જ તેને ઘેર જાય ત્યારે વેશ્યા “આ ઘર આપનું જ છે” એમ કહેતી જાય ને ધન પડાવતી જાય છે, અને જ્યારે પિલે ખાલી થઈ જાય છે ત્યારે તેને ધકકે મારીને કાઢી મૂકે છે. જેમ પ્રધાન નિત્ય મિત્ર પાસે ગયા અને તેની પાસે આશ્રય માંગે ત્યારે તેણે પ્રધાનને ધમકાવીને કહ્યું કે તું જલદી અહીંથી ચાલ્યા જા, નહિતર પોલીસને બોલાવું છું. તેમ આ કાયા તે એનાથી પણ આગળ વધીને આ જીવને કાઢી મૂકવા યમરાજાના હવાલે કરે છે. માટે સમજો. આ કાયા જેવા નિત્ય મિત્રના મેહની માયાજાળમાં ફસાઈ જીવે કરેલા કુકર્મોને કરૂણ દુઃખદ અંજામ જીવને લાંબાકાળ સુધી ભગવે પડે છે. ત્યાં પણ નિત્ય મિત્ર સમાન કાયા તે મળવાની છે, એને ત્યાં પણ જીવને રહ્યો સહ્ય પુણ્યને માલ ખાતી જાય ને જીવને પાપના શીશામાં ઉતારતી જાય છે. આ છે નિત્ય મિત્ર સમાન કાયાના કારસ્તાન, હવે બીજા પર્વ મિત્રની વાત કરું સાંભળે.
- કુટુંબ એ પર્વ મિત્ર જેવું છે. આપત્તિ સમયે કુટુંબીજને ભેગા થઈને આશ્વાસન આપે છે પણ પાછા સહાય કરવા વખતે ખસી જાય છે. કાયા વીસે કલાક જીવની પુણ્યની પુંજી ખાય છે ત્યારે કુટુંબીજને કદાચ એછી પણ પુણયની પુંજી ઉડાવે છે તે ખરાંને? માણસમાં પડે છે ત્યારે તે પારાવાર વેદના ભગવે છે. એની વેદના જોઈ જતી નથી. તે વખતે કુટુંબ ભેગું થઈને તેની પાસે બેસે છે, તેને આશ્વાસન આપે છે પણ એની વેદનામાં કઈ ભાગ પડાવે છે? બહુ થાય તે સારા ડેકટરને બેલાવીને દવા કરાવે, સેવા કરે, પણ વેદના તે રોગીને જ ભેગવવી પડે છે, ત્યારે કુટુંબીજને એમ કહે છે ને કે પિતાનાં કરેલાં કર્મો તે પિતાને જ ભેગવવા પડે ને? એમાં આપણે શું કરીએ? દુઃખ વખતે પર્વ મિત્ર સમાન કુટુંબીજને આમ કહીને ઉભા રહે છે. જેમ પ્રધાનને પર્વામિત્રે આવકાર આવે, પોતાના ઘરમાં બેલા ને આશ્વાસન આપ્યું પણ દુઃખમાં બચાવ્યો નહિ પણ એમ કહીને ઉભે રહ્યો હતો ને કે હું તમને જરૂર બચાવત પણ હું છયા છોકરાવાળે માણસ છું, મારા ઘરમાં કંઈ છાનું રહે નહિ એટલે હું શું કરું? તેમ કુટુંબ પણ સમય આવે પિતાને સ્વાર્થ સાધે છે. જેમ તમે તમારા મકાનમાં ચોથે માળે ઘસઘસાટ ઊંઘે છે. તે સમયે મકાનમાં બીજે માળે ભયંકર આગ લાગી. તે વખતે તમારા કુટુંબીજને ઝટ નીચે ઉતરી જાય કે તમને ઉઠાડવા ચોથે માળે આવે ? સાચું બોલજે.