________________
૫૧૮
શારદા દર્શન
કુબડાએ કહ્યું-હારાજા! તમે ઉદાસ કેમ બની ગયાં છે? તમારે કુંડિનપુર જઇને દમયંતીને જેવી છે ને? જુઓ, કેવી ભાષા વાપરી. એમ ન કહ્યું કે સ્વયંવરમાં જઈને દમયંતીને પરણવું છે ને ? પણ કહ્યું કે તમારે દમયંતીને જેવી છે, તે હું તમને ત્યાં પ્રાતઃ કાળમાં પહોંચાડી દઈશ. તમે જલ્દી રથ તૈયાર કરાવી દે. રાજાએ કહ્યું–અરે કુબડ! તું છ પ્રહરમાં મને કયાંથી પહોંચાડીશ? કુબડાએ કહ્યું તમે ચિંતા નહિ કરે. કુબડાના કહેવાથી રાજાએ રથ તૈયાર કરાવ્યું. રાજા રથમાં બેઠાં ને કુબડે સારથી બન્યું. એ રથ હંકાર્યો કે સૂર્યોદય થતાં પહેલાં રાજાને કુંડિનપુરમાં પહોંચાડી દીધા. એટલે દધિપણું રાજા ખુશ થઈ ગયા. હવે દધિપણું રાજા ભીમરાજાને પિતાના આગમનનાં સમાચાર આપશે ને બીજી બાજુ દમયંતીને એક શુભ સ્વપ્ન આવ્યું. તે વાત તેના પિતાને કહેશે કે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન ૬પ
ભાદરવા સુદ રને બુધવાર
તા. ૧૪-૯-૭૭
જ્ઞાની પુરુષે કહે છે કે અનંત પુદયે જીવને જિનધર્મની પ્રાપ્તિ થાય છે. જિનધર્મ એટલે રાગ દ્વેષને જીતનાર વીતરાગ ભગવંતે પિતાના જ્ઞાનમાં જઈને બતાવે મુક્તિદાયક ધર્મ. આ ધર્મની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે. જેમ કે સામાન્ય સ્ત્રી તે અલ્પ પુછયવાનને પણ મળે છે, પરંતુ સતી સ્ત્રી તે કઈ મહાન પુણ્યવાન પુરૂષને મળે છે, તેમ અસર્વજ્ઞ કથિત ધર્મ તે સામાન્ય પુણ્યવાનને મળે છે પણ અસામાન્ય સર્વજ્ઞકથિત ધર્મ તે મહા પુણ્યવાનને જ મળે છે. આ સંસારમાં જીવને વૈભવ વિલાસ, સુંદર સ્ત્રીઓ, બંગલા, ગાડી, મેટર, સત્તા, સત્કાર, સન્માન, સુંદર રૂપ, સારા ખાનપાન વિગેરે બધું અસંતી વખત મળ્યું છે, અનંતી વખત ભેગવ્યું છે ને અનંતી વખત છેડયું છે, પણ શું નથી મળ્યું? તે જાણે છે? “જા બે શ્રમ” સંસાર સુખની ઉપરોકત સામગ્રી મળવી સુલભ છે પણ જિન ધર્મની પ્રાપ્તિ થવી તે દુર્લભ છે. એટલે જિનેશ્વર પ્રરૂપિત ધર્મ છવને મળે નથી. કદાચ મ હશે તે જિનેશ્વર પ્રભુની આજ્ઞાનુસાર તેનું પાલન કર્યું નથી. જિનધર્મની પ્રાપ્તિ અને તેના પાલન વિના કદી જીવ દુઃખથી મુક્ત બની શકતું નથી. શાશ્વત સુખ અને શાશ્વત પદની પ્રાપ્તિને ઉપાય એક માત્ર જિનધર્મનું અણીશુદ્ધ પાલન છે. માટે મહાન પુણ્યદયે આપણને આ જિનધર્મ મળે છે તે પ્રમાદને ત્યાગ કરીને વીતરાગપ્રભુની આજ્ઞાનુસાર તેનું પાલન એવું કરવું કે જન્મ-મરણના દુખડા ટળી જાય.