________________
શારદા દર્શન
કરવાનું મન થયું. એક દ સારો મિત્ર હોય તે અડધી રાતે કામ આવે, એટલે મેં આ કિમિ રચીને સાચા મિત્ર પારખી લીધે. રાજા-રાણીને કુંવર મળતાં આનંદ થયે, અને પ્રધાનને સાચા મિત્ર મળતાં આનંદ થશે. પ્રધાન અને જુહારમિત્ર વચ્ચે એવી મિત્રતા બંધાઈ કે દેહ જુદા પણ જણે આમા એક ન હોય! પ્રધાને મિત્રોની કસોટી કરને સાચો મિત્ર છે પણ હવે આત્માના મિત્ર કયાં છે ને કે મિત્ર અવસરે કામ આવે છે તે વાત અવસરે વિચારીશું.
ચરિત્ર – “દમયંતી પિતાને કહી રહેલી હકીકત”: ભીમરાજાને દમયંતીએ કહ્યું પિતાજી! આપના જમાઈરાજ ત્રણ વિદ્યામાં પ્રવીણ છે. એક સૂર્યપાક રસોઈ બીજી અશ્વવિદ્યા અને ત્રીજી ગજવિદ્યા. આ ત્રણ વિદ્યાએ વર્તમાન કાળમાં નળરાજા સિવાય બીજા કેઈની પાસે નથી. તેથી મને એમ લાગે છે કે તેઓ કઈ પણ કારણે પોતાનું રૂપ છૂપાવીને ત્યાં રહ્યાં હશે. માટે આપણે તેમની તપાસ કરાવીએ. ભીમરાજાએ પિતાના એક વિશ્વાસુ બ્રાહ્મણને નળરાજાની તપાસ કરવા માટે સુસુમારપુર મોકલ્યો. બ્રાહ્મણ ફરતે ફરતે ત્યાં આવ્યું અને દધિપણું રાજાના રસેઈયાને જે. રસોઈયાનું કુબડું રૂપ જોઈને બ્રાહ્મણને વિચાર છે કે શું આવા નળરાજા હોય? કયાં રન અને કયાં કાચને ટુકડે ! કયાં દેવસ્વરૂપ જેવા નળરાજા અને કયાં આ કુબડે! આવા કુબડામાં દમયંતીને નળરાજાને ભાસ કેમ થ હશે? કુબડાએ આવેલા બ્રાહ્મણને પૂછયું કે ભાઈ! તમે કયાંથી આવ્યા છે? ત્યારે તેણે કહ્યું કે હું કુંડિનપુરથી આવ્યો છું, ત્યારે કુબડાએ પૂછયું. કુંડિનપુરથી શું સમાચાર લાવ્યા છે? બ્રાહ્મણે કુબડાની સમક્ષ પોતાના રાજાની પુત્રી દમયંતીની ખૂબ પ્રશંસા કરી અને નળરાજાની નિંદા કરી.
દમયંતીની પ્રશંસા સાંભળી કુબડાને ખૂબ આનંદ થયે. ગમે તેમ તેય સંસારને મેહ છે ને ! એને દમયંતી ખૂબ યાદ આવી. એટલે આંખમાં આંસુ આવી ગયા. હવે પલે બ્રાહ્મણ કહે છે ભાઈ હું તે મારે ગામ જઉં છું. ત્યારે કુબડાએ કહ્યું કે તમે તે અમારા મહેમાન કહેવાઓ. મારે ઘેર પધારીને મારા તરફથી કંઈક ભેટ સ્વીકારે. આ પ્રમાણે કહીને કુબડે પિતાને ઘેર લઈ ગયે, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમને સૂપાક રઈ બનાવતાં આવડે છે. કુબડાએ કહ્યું હા. તે મને એ બનાવીને જમાડે ને! કુબડાએ બ્રાહ્મણને સૂર્ય પાક રસોઈ બનાવીને જમાડ ને કહ્યું કે તમે મને પવિત્ર સતી દમયંતીની કથા સંભળાવી તેથી મને ખુબ આનંદ થયેલ છે. તેના બદલામાં હું તમને એક લાખ સેનામહેરો ભેટ આપું છું. પછી તે દધિપણું રાજા પાસે લઈ ગયો ને કહ્યું કે આ મારે મહેમાન છે. એમ કહી તેની ખૂબ પ્રશંસા કરી અને રાજા પાસેથી સોનામહોર, કિંમતી વસ્ત્રાભૂષણે બધું અપાવ્યું ને પછી કુબડાએ બ્રાહ્મણને વિદાય આપી.
કુબડાએ બ્રાહ્મણને સૂર્યપક રસેઈ જમાડીને લાખ સોનામહોરો આપી. રાજા પાસેથી આટલું કર અપાયું. તે સિવાય કુમાર એ આ નગરમાં પ્રવેશ કરતાંની સાથે