________________
પ૧૪
શારદા દર્શન પણ બાળપણમાં દીક્ષા લેશે, ત્યારે માતાએ વિચાર કર્યો કે દીકરો તે મને થશે. પછી દીક્ષાની વાત છે ને. હાલ તે હું આ વચન વધાવી લઉં. તેમ કૃષ્ણએ પણ એ વાતને વધાવી લીધી કે મારી માતાની હોંશ તે પૂરી થશે. પછી હળુકમી આત્માથી જીવ હશે તે કોઈને રોક કાવાને નથી, તેમ સમજી કૃષ્ણજી દેવના વચનથી ખુશી થયા. તેમને અત્યંત હર્ષ થશે. પિતે સંયમના પ્રેમી હતાં એટલે મનમાં આનંદ થયે કે ભલે, મારે ભાઈ દીક્ષા લે પણ મારી માતાના કેડ તે પૂરા થશે ને?
માણસ કઈ પણ કાર્ય કરવા જાય, તેમાં જે તેને સફળતા મળે તે આનંદ થાય. પગમાં જેમ આવે છે. કૃષ્ણવાસુદેવને પિતાના કાર્યની સિધિ થઈ છે એટલે ખૂબ આનંદ થયો. “तए ण से कण्हे वासुदेवे पोसहसालाओ पडिनिकखमइ, पडिनिकखमित्ता जेणेव देवईदेवी તેવ૩યાન, વાછિત્ત વાપરીપ થઈ જા” ત્યાર પછી તે કૃષ્ણવાસુદેવ પૌષધશાળામાંથી નીકળીને દેવકી દેવીની પાસે આવ્યા. આવીને માતાના ચરણમાં વંદન કર્યા. એ જમાને કે હને? કે આવા ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં માતાપિતાને વંદન કરતાં હતાં ને તેમની ચરણરજ માથે ચઢાવતાં હતાં. આજે તે વિનયને વનવાસ મોકલી દીધું છે. આજના દીકરા દીકરીઓને મા-બાપને પગે લાગતાં શરમ આવે છે. મને તે વિચાર આવે છે કે જીવને માતાપિતાને પગે લાગતાં શરમ આવે છે પણ કર્મોદયથી માતાના ગર્ભમાં રહેતા શરમ ન આવી? (હસાહસ) કૃષ્ણવાસુદેવ હસતાં હસતાં માતા પાસે આવ્યાં ને પગે લાગ્યા. ચરણરજ માથે ચઢાવી. દેવકીમાતા કૃષ્ણનું મુખ જોઈને સમજી ગયા કે મારે કૃષ્ણ કાર્યની સિદિધ કરીને આવ્યું છે.
દેવાનુપ્રિયે ! જેને ધર્મ પ્રત્યેની શ્રધ્ધા હોય છે તેને તેના કાર્યમાં અવશ્ય સફળતા મળે છે. ધર્મ એ સાચે મિત્ર છે. તમારા મિત્ર તમને દુઃખમાં દગો દેશે પણ ધર્મ તે સુખમાં ને દુઃખમાં સાથે રહે છે. આપણે ગઈ કાલે ત્રણ મિત્રોની વાત કરી હતી. પ્રધાને ત્રણ મિત્રની પરીક્ષા કરવાને વિચાર કર્યો. તેમાં બે મિત્રની પરીક્ષા થઈ ગઈ. હવે પ્રધાન ત્રીજા જુહાર મિત્રને ઘેર આવ્યો. જુહાર મિત્રે પ્રધાનને ખૂબ આદર સત્કાર કર્યો અને બે હાથ જોડીને પૂછ્યું–પ્રધાન! આ મિત્રને કેમ યાદ કર્યો? મારા યોગ્ય કઈ કામકાજ ફરમાવે. ત્યારે પ્રધાને સંકોચ પામતાં કહ્યું –ભાઈ! શી વાત કરું? મારા હાથે રાજકુમારનું ખૂન થઈ ગયું છે. તે મને તારા ઘરમાં સંતાડ. મને બચાવ. જુહાર મિત્રે કહ્યું તમે આવું કરે તે મારા માનવામાં આવતું નથી, ને કદાચ થઈ ગયું હોય તે કંઈક કારણ હશે. માણસ માત્ર ભૂલને પાત્ર. ચાલે, મારા ઘરમાં એક ગુપ્ત ભેંયરું છે. તેમાં આપને સંતાડી દઈશ. કેઈને ખબર નહિ પડે. આની ઉદારતા જોઈને પ્રધાનને સંતોષ થયે. અહે! મને સાચો મિત્ર મળે તે ખરો, પણ હજુ તેના ખમીરની પારખ કરવા પ્રધાને કહ્યું-ભાઈ! તું મને આશ્રય આપે છે પણ આના પરિણામને વિચાર કર્યો ? આ તે રાજાને કુમાર છે. કુમારના ખૂનીને પકડી લાવવા રાજાને ઢસરો પીટાશે,