________________
૫૧૨
શારદા દર્શન
રાજ્યના બંધારણ મુજબ તેમનું કરોડોનું ધન આપ કબજે કરો. આ વખતે કુમારપાળ રાજાના અંતરમાં ધર્મને દિપક પ્રગટેલે હતે. એટલે કહી દીધું કે મારે એવું ધન નથી જોઈતું. આ તરફ કુબેરશેઠના મરણના સમાચાર આવવાથી એમની માતા અને પત્ની છાતી ફાટ રૂદન કરવા લાગ્યાં. અરેરે કરેડની સંપત્તિ મૂકીને ચાલ્યા ગયા. એ ગયા ને હવે રાજા અમારું ધન પણ લઈ જશે. મહાજને રાજાને ધન કબજે કરવા માટે ખૂબ આગ્રહ કર્યો. ત્યારે રાજા કહે છે ભલે, હું ત્યાં જાઉં છું પણ ધન લેવા માટે નહિ પરંતુ એની માતા અને પત્નીને આશ્વાસન આપવા માટે. મહાજન કહે છે ભલે, એ રીતે પણ ત્યાં ચાલે. સહુના મનમાં એમ હતું કે ભલે, રાજા ધન લેવાની ના પાડે પણ કુબેરશેઠનું ધન જેશે એટલે લેવાનું મન થઈ જશે.
કુમારપાળ રાજા કુબેરશેઠના બંગલાની નજીક પહોંચ્યા. એટલે અમલદારે કહે છે સાહેબ! દેખે. પેલી ધજાઓ ફરકે છે તે કુબેરશેઠને બંગલે છે. ત્યારે રાજા કહે છે કે જુએ એ ફરકતી ધ્વ જાઓ એમ કહે છે કે છે ધન લેવા માટે તમે મથી રહ્યા છે તે ટકવાનું નથી. એટલે તે આપણને લેવાની ના કહી રહી છે. આગળ ચાલતાં શેઠના આંગણામાં પગ મૂકે ત્યાં મદઝરતા હાથીએ ઝૂલતાં હતાં. તે બતાવતાં કહે છે કે જુઓ, આ કુબેરશેઠના હાથીઓ છે. ત્યારે રાજા કહે છે જુએ, એ હાથીઓના કાન કેવા ચંચળ છે ! અને તેની સૂંઢ કેવી ડેલી રહી છે ! એ કાન અને સુંઢ આપણને કહે છે કે આ વૈભવે બધા ચંચળ છે અને તે તમારી માલિકીના નથી, મહેલ બતાવતાં કહે છે કે આ મહેલે એક દિવસ નાશ થવાના છે તેમ આપણું જીવન પણ એક દિવસ ફના થવાનું છે. બગીચામાં ખીલેલાં પૃપે એમ કહે છે કે જે ખીલે છે તે કરમાય છે તેમ જેનો ઉદય છે તેને એક દિવસ જરૂર અસ્ત થવાને છે.
કુમારપાળ રાજાની વિવેક દષ્ટિ અને તત્ત્વ સમજ જેઈને સાથે આવનારા બધાં શાંત અને સ્વસ્થ બની ગયા. ધન્ય છે મહારાજાની તત્ત્વભરી સમજણ અને વિવેક દષ્ટિને આપણે તે આવા સુખ જોઈને અંજાઈ જઈએ છીએ. એમની વિવેક દષ્ટિને પ્રકાશ સાથે આવેલાઓના અંતરમાં પડયે ને જાગી ગયા. એમને ધન પ્રત્યેને મેહ ઉતરી ગયે. જીવનમથી ઉન્માદ વિહ્વળતા દૂર થઈ અને અપૂર્વ શાંતિ અને સ્વસ્થતાને અનુભવ કરવા લાગ્યા. કુમારપાળ મહારાજાએ મહેલમાં જઈને કલ્પાંત કરતી કુબેરશેઠની માતા અને પનીને આશ્વાસન આપતાં કહ્યું કે તમે રૂદન ન કરે, શોક ન કરો. મૃત્યુ તે સૌ કેઈને એક દિવસ આવવાનું છે ને સૌને એક દિવસ બધું છેડીને જવાનું છે. બાકી આ બધી મિલ્કત તમારી રહેશે. મારે અપુનિયાનું ધન લેવું નહિ તેવી પ્રતિજ્ઞા છે.
એટલે મને એમાંથી એક પાઈ પણ ખપતી નથી. જ્યાં કરોડની સંપત્તિ લઈ જશે એ ડર હતું તેના બદલે આવું મીઠું આશ્વાસન મળે તે કેવી શાંતિ થાય? કુબેરશેઠની પત્ની અને માતા કુમારપાળ રાજાના આશ્વાસનનાં શબ્દ સાંભળીને સ્વસ્થ અને શાંત