________________
શારદા દર્શન
૪૮૫
આવી ચિંતવણું કરવા લાગી. બધા પહાડ ઉપરથી નીચે ઉતર્યા અને સિંહકેશરી મુનિનાં ગુરૂ પાસે આવ્યા. ત્યાં તાપસે તેમની પાસે દીક્ષા લીધી. હવે દમયંતી યશોભદ્ર મહારાજને શું કહેશે ને તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૧ દ્વિ. શ્રાવણ વદ ૧૨ ને શુક્રવાર
તા. ૯-ક-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, રાગદ્વેષના વિજેતા, મેક્ષ માર્ગના પ્રણેતા વીતરાગપ્રભુ ફરમાવે છે કે હે આત્મા! તું અનંતકાળથી અજ્ઞાનના અંધકારમાં અટવાયે અને ચતુર્ગતિ ચક્રમાં ભ્રમણ કરતાં, મહાન કષ્ટ સહન કરતાં, મહાન પુણ્યને ઉદય થતાં દેવોને પણ અતિ દુર્લભ જ્ઞાનનું શિખર સર કરવા માટે સર્ચલાઈટ સમાન મનુષ્યભવ પામ્યા છે તે હવે અજ્ઞાનના અંધારા ઉલેચી જ્ઞાનનો દિપક પ્રગટાવે. અજ્ઞાનનો અધંકાર જીવને દુર્ગતિની ખીણમાં ફેકી દે છે. જ્યાં સુધી સૂર્યને ઉદય થતું નથી ત્યાં સુધી અંધકાર રહે છે. આપણાં જીવનમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવવા માટે વીતરાગ પ્રભુની વાણુ સૂર્ય સમાન છે. ભવસાગરમાં ડૂબતા જેને તરવા માટે નૌકા સમાન છે. આ નૌકાના સહારે આત્મા ભવસાગરથી તરી જાય છે. જે ભવસાગરથી તરવું હેય તે ક્ષણે ક્ષણે પાપથી ડરતા રહે.
- બાલે, તમને પાપને ડર લાગે છે? તમે પાપભીરુ છે કે સાપભીરૂ? તમારા ઘરમાં એક દર હોય તેમાંથી તમે સર્પને નીકળતે જોયે, પછી એ સર્પ ક્યાંક પેસી જાય. થોડી વારે ફરીને બીજે સર્ષ નીકળતે જાય ને પાછા કયાંય પેસી ગયે. ખૂબ તપાસ કરી પણ સર્ષ કયાંય દેખાયે નહિ, પણ તમને સુખે ઉંઘ આવે ખરી ?“ના”. કારણ કે બે વખત સર્ષને દરમાંથી નીકળતે નજરે જે છે એટલે સર્પને ડર લાગે છે. કેઈ માણસ એ દરમાં દષ્ટિ કરીને કહે કે ભાઈ ! આ દરમાં તો કિંમતી રત્ન છે. જોઈએ તે. અંદર હાથ નાખે. રને લેવા બહુ ગમે છે પણ જે દરમાંથી બબ્બે વખત સર્પ નીકળતે જે છે તેમાં હાથ નાખો ખરા? રત્ન લેવાની લાલચ તે ઘણી છે એટલે દરમાં દષ્ટિ કરી તે ઝળહળતાં રત્ન દેખાયાં અને ફૂંફાડા મારતે સર્પ પણ દેખાય. હવે શું કરો? રતને જતાં કરો ને ? કારણ કે સર્પ કરડે તે! માટે રન જતાં કરે છે. સર્ષ દરમાંથી નીકળી જાય તે તરત હાથ નાંખીને રત્ન લઈ લે. આ વાતને આત્મા સમજે તે વિભાવદશામાં રહેલા આત્માના જીવનરૂપી દરમાં ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, ઈર્ષા, અને વિષય રૂપી ઝેરી સર્પો કુંફાડા મારી રહેલા છે અને સ્વભાવમાં વર્તતા જીવમાં જ્ઞાનદર્શન, ચારિત્ર અને તપ રૂપી અમૂલ્ય રત્ન ઝળકે છે. જીવાત્મા ધારે તે ક્રોધાદિ રૂપી