________________
શારદા દર્શને
દરરોજ સવારમાં તે દમયંતીને પગે લાગવા આવતા હતે. રેજ દમયંતીના ચરણકમલમ મસ્તક નમાવી તેની ચરણરજ માથે ચઢાવીને ચાલ્યા જતા હતા. એક દિવસ દમયંતીએ તેને પૂછયું-ભાઈ! તું કોણ છે? ત્યારે તેણે કહ્યું –બહેન! તમે મને ઓળખતાં નથી પણ હું તમને સારી રીતે ઓળખું છું. તમે ગુફામાં રહેતાં હતાં ને જૈનધર્મની આરાધના કરતા હતાં ત્યાં સાર્થવાહે તાપસપુરનગર વસાવ્યું હતું ને? સાર્થવાહ તમને દેવીની જેમ પૂજતા હતાં. કેમ બરાબર છે ને? દમયંતીએ કહ્યું-હા, ચેરે વાત આગળ ચલાવતાં કહ્યું-હું એ સાર્થના નાયક વસંત સાર્થ પતિને પિંગલનામે કર છું. બહેન! શું વાત કરું? તમે તાપસપુરથી ચાલ્યા ગયા પછી સાર્થવાહને ખૂબ દુઃખ થયું, અને તેણે આપને પત્તો ન મળે ત્યાં સુધી અનપણને ત્યાગ કર્યો, અને વનમાં દુરદુર સુધી ખૂબ તપાસ કરી પણ આપને પત્તો ન મળે. સાર્થવાહને આઠ દિવસના ઉપવાસ થયા. છેવટે જગલમાં કઈ જ્ઞાની સંત પધાર્યા અને તેમને સાર્થવાહે આપના સમાચાર પૂછ્યા. ત્યારે મુનિએ જ્ઞાનથી જાણીને આપના કુશળ સમાચાર આપ્યા પછી તેણે ભજન કર્યું. ત્યાર પછી એક દિવસ તે વસંત સાર્થવાહ કિંમતી રત્ન આદિ લઈને કેશલા નગરીમાં કુબેરરાજા પાસે ગયો ને રાજાને કિંમતી રત્ન ભેટ આપ્યા. રાજાએ તેને પરિચય પૂછે ત્યારે તેણે બધી વાત કરી. કુબેરરાજાએ ખુશ થઈને તેને છત્ર-ચામર વિગેરે આપીને તાપસપુરને વસંત શ્રીશેખર નામથી રાજા બનાવ્યા, એ સાર્થવાહ હાલ તાપસપુરનું રાજ્ય ચલાવે છે. હું તેમને ત્યાં રહેતા હતા. એ સાર્થવાહ રાજાને મારા ઉપર ખૂબ પ્રેમ અને વિશ્વાસ હતું, પણ મેં પાપીએ વિશ્વાસઘાત કરીને એક દિવસ રાજાના ભંડારમાંથી રત્નની ચરી કરી અને હું ત્યાંથી ભાગી છૂટયા. રસ્તામાં ચાર મળ્યા ને મારી પાસેથી રને લુટી લીધા. ત્યારપછી ફરતે ફરતે અહીં આ ને રાજાનો નકર બનીને રહ્યો. એક દિવસ રાણીના મહેલમાં કચરો વાળો હતો. રાણીના દાગીનાની પેટી બહાર પડી હતી. તે જોઈને મારી દાનત બગડી. મેં દાગીનાની પિટી ચેરી. હું તે લઈને જતું હતું ત્યાં આ રાજાના માણસોએ મને પકડી લીધે, ને મને રાજા પાસે લઈ ગયા. મને રાજાએ દેહાંત દંડની શિક્ષા ફરમાવી. તેથી આ રાજસેવક મને વધ કરવા લઈ જતાં હતાં. ત્યાં આપે મને બચાવ્યું. હે માતા! હું તારા ત્રણમાંથી કયારે મુકત થઈશ! આમ કહીને દમયંતીના ચરણમાં મસ્તક ઝુકાવ્યું ને કહ્યું કે હે માતા મેં બે વખત ચેરી કરી તેનું મને પ્રાયશ્ચિત આપ.
દમયંતીએ કહ્યું ભાઈ! જે તારે ચોરીના પાપથી મુક્ત થઈને આત્માનું કલ્યાણ કરવું હોય તે ચારિત્ર અંગીકાર કર. આ માનવ જન્મ ફરી ફરીને નહિ મળે. સતીના અમૃતમય વચન સાંભળીને રે કહ્યું માતા ! મારા પાપનું પ્રાયશ્ચિત કરવા હું દીક્ષા લેવા તૈયાર છું. આ સાંભળીને દમયંતી ખુશ થઈ. થોડા સમય પછી એક વખત જૈન મુનિ પધાર્યા. દમયંતી ચારને સંત પાસે લઈ ગઈ, ને વંદન કરીને કહ્યું-ગુરૂદેવ ! આ માણસમાં આપને ચારિત્ર માટેની લાયકાત દેખાતી હોય તે એને દીક્ષા લેવાના ભાવ છે.