________________
શારદા દર્શન છે કે હું અહીંથી મરને કાં જઈશ? દેવતાઈ સુખે છેડીને જે મનુષ્યગતિમાં અને હીનકુળમાં જવાનું દેખે તો દેવને ઘણું દુઃખ થાય છે. અરેરે...આવા વૈભવ વિલાસ છોડીને દુર્ગધથી ભરેલા ઔદારિક શરીરમાં જવું પડશે? અને આવા વૈભવ, આવી રૂપાળી દેવીએ અને દિવ્ય રત્ન આ બધું અહીં જ રહી જશે ? આ બધું છોડીને મારે જવાનું? આ વિચાર કરીને અફસોસ કરે છે, ઝૂરે છે. જેમ પાણીમાંથી કાઢેલી માછલી ગરમ રેતીમાં તરફડે છે તેમ એ દેવ તરફડે છે. મિથ્યાત્વી દેવે પિતાનું સુખ ચાલ્યું જાય તે માટે તરફડે છે. જ્યારે સમકિતી દેવે આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે અવધિજ્ઞાન દ્વારા જુએ છે કે હું કયાં જઈશ? જે તેને જન્મ જૈનકુળમાં થવાને હોય, ધર્મારાધનાને વેગ મળવાને હોય તે તેને અપૂર્વ આનંદ થાય છે કે અહે! હવે હું અવિરતિના બંધન તેડી સંયમ લઈને ઉગ્ર સાધના કરી આત્મલ્યાણ કરીશ. અહીં ગમે તેટલું સુખ હોવા છતાં કર્મની નિરા કરવાનું સાધન વ્રત-નિયમ, તપ વિગેરે કરવાનું નથી અને મનુષ્યગતિમાં છે તેથી તેને આનંદ થાય છે. એને સહેજ પણ દુઃખ કે પુરા થતું નથી, અને મિથ્યાત્વી દેવને ઝૂરાપાને પાર નથી. ટૂંકમાં આપણે એ વાત સમજવાની છે કે સંગ છે ત્યાં ભંગ થવાને, અને સંગના સુખ કરતાં ભંગનું દુઃખ વધુ અસહ્ય લાગે છે. માટે જ્ઞાની કહે છે કે સંગ એ દુઃખનું મૂળ છે. માત્ર સત્સંગ એ મોક્ષ મેળવવામાં સહાયક છે. સત્સંગ કહે કે કલ્યાણમિત્રને ચોગ કહે બંને એક જ ચીજ છે.
દેવાનુપ્રિયો ! આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે સંગ છે ત્યાં સંતાપ છે. સંગ તૂટયા પછી દુઃખ થાય તે વાત તે અલગ છે પણ સંગ હોય ત્યારે પણ એ સંગ ને તૂટે તેની ચિંતા પણ કેટલે સંતાપ કરાવે છે ? જેની સાથે સંગ થયે તેનાં મન સાચવવામાં પણ કેટલું કષ્ટ સહન કરવું પડે છે! સંગ છે ત્યાં જ આ બધી ચિંતા છે ને? આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે સંગના દર્દીનું ઔષધ સત્સંગ છે. અહીં કોઈ એમ કહે કે તમે કહે છે કે સત્સંગ કરે...સત્સંગ કરે. તે સત્સંગ એ પણ એક પ્રકારનો સંગ જ છે ને? “હા”. પણ સંસારનાં સંગમાં ને સત્સંગમાં ઘણે ફરક છે. સંસારને સંગ અજીર્ણ પેટના કચરા જે ત્યારે સત્સંગ એ પિટન કચરાને સાફ કરનાર દવાની પડીકી જેવું છે. આટલા માટે કહીએ છીએ કે સંસારને સંગ છેડે અને કલ્યાણ મિત્રનો સંગ કરે. તમારે કુટુંબ પરિવાર તમારા આત્માની ચિંતા નથી કરતો તેથી તેમને સંગ છેડી દે એટલે કે તેમને ધકકો મારીને કાઢી મૂકવા તેમ નથી પણ તેમનામાં આસકત ન બને. તમારાથી છૂટે તે સંસારને સંગ છે. એ ન છૂટે તે કલ્યાણ મિત્રને સંગ કરે. સંસાર સુખના સંગી સગાવહાલા બધા કાયાને સારું સારું ખવડાવી, પીવડાવી મેડમાં માન રાખે છે તેથી શું આત્માનું કલ્યાણ થવાનું છે? “ના”. ઉલટું આત્માને કર્મનું બંધન થવાનું છે. કારણ કે એમાં આત્માના પુય મૂડીને નાશ અને પાપની સિલકની વૃદ્ધિ થાય છે. તેનું પરિણામ શું આવશે?