________________
સારા દર્શન તેને વિચાર કરો. ત્યારે કલ્યાણ મિત્ર મનુષ્યને એકલું પુણ્ય ખાઈ જતાં અટકાવે છે ને નવું પુણ્ય ઉપાર્જન કરવાની કાર્યવાહીમાં જોડે છે. વિષ, કષા, પાપનું ચિંતન તથા પાપના કાર્યો વિગેરે અશુભ પ્રવૃત્તિમાં જતાં આત્માને અટકાવી તપ, ત્યાગ વિગેરે ધર્મની પ્રવૃત્તિઓમાં જોડાવાની પ્રેરણા આપે છે. ભર્તુહરિએ નીતિશતકમાં કહ્યું છે કે સાચો મિત્ર કેને કહેવાય?
" पापान्निवारयति योजते हिताय, गुह्यं निगृहति गुणान् प्रगटी करोति । आपद्गतं च न जहाति ददातिकाले, सन्मित्र लक्षणमिदं प्रवदन्ति संतः॥"
સાચે સન્મિત્ર મનુષ્યને પાપથી અટકાવે છે. હિતના કાર્યમાં જોડે છે, ગુહ્ય વાતને ગુપ્ત રાખે છે, ગુણેને પ્રગટ કરે છે, આપત્તિકાળમાં સાથે છેડો નથી પણ સમયે સહાય કરે છે. સંત પુરૂષોએ સાચા અને સારા મિત્રના આ લક્ષણે બતાવ્યાં છે. આ મિત્ર સારો મિત્ર છે. બાકી તે સુખમાં સ્નેહ રાખનારા ને સુખમાં ખબર લેનારા મિત્રો સ્વાથી મિત્ર છે, અને દુઃખમાં ખબર લેનારો મિત્ર એ સાચો મિત્ર છે. અહીં મને એક દષ્ટાંત યાદ આવે છે. દષ્ટાંત તે સાંભળ્યું હશે પણ તેમાં ઘણું ભાવભર્યા છે.
આ જગતમાં ત્રણ પ્રકારના મિત્ર હોય છે. એક નિત્ય મિત્ર, બીજે પર્વમિત્ર અને ત્રીજે જુહારમિત્ર. આને આપણી સાદી ને ચાલુ ભાષામાં કહીએ તે રોજ મળવા આવનાર મિત્ર, બીજે તહેવારના દિવસે મળવા આવનાર મિત્ર અને ત્રીજો કેઈક દિવસ મળનાર મિત્ર. તેમાં પહેલા પ્રકારને મિત્ર તો રોજ તમારી પાસે આવીને બેસશે અને પૂછશે. કેમ ફલાણા ભાઈ! રસિકભાઈ! તબિયત પાણી તે સારા છે ને! વહેપાર ધંધા કેમ ચાલે છે.? દીકરા દીકરીઓ કેમ છે? આમ મીઠું બેલીને ખબર પૂછશે. પછી અલકમલકની વાતો કરશે કે ફલાણાએ આમ કર્યું, ફલાણ તમારું ખરાબ બોલતાં હતાં પણ મેં તે તમારું ઉપરાણું લઈને તેને ખખડાવી નાંખ્યો એટલે બેલતે બંધ થઈ ગયે. આમ મીઠું મીઠું બેલે એટલે તમને વહાલું લાગે ને? પછી તે એને ચા-પાણી નાસ્તે કરાવે, માનપાન આપે અને તમને તેના પ્રત્યે એવી લાગણી થશે કે આને મારા પ્રત્યે કેટલી બધી લાગણી છે! વળી પાછો એ મિત્ર તમને કહે કે ભાઈ! તમારે મારું કામ હોય તે ખુશીથી વિના સકે કહેજે. મને પારકે ન સમજશે. તમે મારા છે ને હું તમારો છું. અડધી રાત્રે પણ તમારું કામ કરીશ. આવી આશા અને વિશ્વાસ આપનાર નિત્ય મિત્ર છે. બીજે પર્વમિત્ર વાર તહેવારે આવશે, ચા-પાણી પીશે, ખબર પૂછશે ને કહેશે કે કામકાજ હેય તે ખુશીથી કહેજે, અને ત્રીજે જુહાર મિત્ર તે કઈ વખત રસ્તામાં ભેટી જાય તે બે હાથ જોડીને જુહાર કરશે એ મીઠી મીઠી વાત નહિ કરે પણ નિર્મળ પ્રેમ બતાવશે. હવે કેવા મિત્ર કેવા હોય છે તે વાત આ દષ્ટાંતથી જાણી શકાશે. શા -૪