________________
શારદા દર્શન મિત્રની પરીક્ષા કરવાને વિચાર કરતે પ્રધાન” :- એક રાજાને ત્યાં એક પરદેશી ને મંત્રી આવ્યું. રાજાનું બધું તંત્ર મંત્રી સંભાળે તે બુદિધશાળી હતે. આ સૌથી મુખ્ય મંત્રી હતા. આવા મોટા મંત્રીના માન ઘણું હેય ને? અને મંત્રી સાથે મિત્રતા બાંધવા સૌ ઈચ્છે છે. તમે પણ વડાપ્રધાન સાથે સંબંધ બાંધવા ઈચ્છે ને ? જે વડાપ્રધાન સાથે લાગવગ હોય તે આપણને અવસરે કામ લાગે. તેમ આ પ્રધાનમંત્રી બહુ સારો વહીવટ ચલાવે છે. એટલે તેમને મિત્રે પણ ઘણું વધી ગયા. કેટલાક મિત્ર રોજ તેમને ઘેર આવીને બેસવા લાગ્યા ને મીઠી મીઠી વાત કરીને માખણીયા માખણ લગાડતા ને કહેતા પ્રધાનજી ! અમારે લાયક કંઈ કામકાજ હોય તો અમને વિના સંકે કહેજે. અમે અડધી રાત્રે કામ કરીશું. એમ કહેતાં ને ખાઈપીને જલસા કરતા. ત્યારે ઘણાં મિત્રે તહેવારને દિવસે મળવા આવતાં ને ચા પાણી પીને કહી જતાં કે કામ હોય તે કહેજે. અને ત્રીજા કેઈ કઈ મિત્ર રસ્તામાં મળે ને બે હાથ જોડી મુખડું મલકાવી ચાલ્યા જાય છે. ત્યારે પ્રધાનને વિચાર થયે કે મારે તે મિત્રે ઘણાં વધી ગયા છે પણ સાચે મિત્ર કેણુ છે તે શોધી રાખું. કારણ કે આ તે રાજવહીવટ કહેવાય. પાપને ઉદય થાય ત્યારે રાજવહીવટમાં ઘણી ખટપટે ઉભી થાય ને જાન જોખમમાં મૂકાઈ જાય. અને આ મારા મિત્રે મને કહી જાય છે કે “કામ હોય તે કહેજે, અડધી રાત્રે માથું દેવા તૈયાર છીએ. તે સાચો મિત્ર કેણ ગણવે! મારે તેની પરીક્ષા કરીને નક્કી કરી લેવું જોઈએ. કે તે અવસર આવે મારી પડખે ઉભું રહે.
પ્રધાને મિત્રની પરીક્ષા કરવા માટે એક કીમિયે રચ્યું. એણે રાજાના કુંવરને પિતાને ઘેર જમવા આવવાનું આમંત્રણ આપ્યું. ખૂબ પ્રેમથી રાજકુમારને જમાડે. જમણમાં એવું ઘેન આપી દીધું કે થેડી વારમાં ઉંઘ આવી જાય, કુંવરને જમાડીને પ્રધાને ભેંયરામાં સૂવાડી દીધે. એને બરાબર ઘેન ચઢયું એટલે પ્રધાને ભેંયરાને તાળું વાસી દીધું. પછી રંગ લગાવીને એક લાલચળ કેળું રેશમી કપડું વીંટાળીને હાથમાં લીધું ને નેકરને કહ્યું કે આજે મારાથી એક મેટું પાપ થયું છે. મેં રાજકુમારનું ગળું કાપી નાંખ્યું છે તે લઈને ગામ બહાર જાઉં છું. એમ કહીને પ્રધાન તે ચાલ્યા ગયે, પણ નેકરનું પેટ કેટલું! હલકા માણસનું પેટ છીછરું હેય છે. એના પટમાં વાત ટકતી નથી. આ નેકરે વિચાર કર્યો કે રાજા આ વાત જાણશે ત્યારે પહેલાં હું જ પકડાઈ જઈશ. કારણ કે પ્રધાનને કર છું. એટલે મને વહેલે પૂછશે. એ પૂછે ને હું પકડાઈ જાઉં તેના કરતાં હું રાજાને વધામણી ન આપું? આ વિચાર કરીને નેકર રાજાની પાસે બાવરે બાવરો બનીને ગયે ને કહ્યું શું વાત કરું મહારાજા ! કહેતાં મારી જીભ ઉપડતી નથી. એમ કહેતાં આંખમાં આંસુ આવી ગયા. રાજાએ પૂછયું-છે ભાઈ? ત્યારે નેકરે કહ્યું–સાહેબ! પ્રધાનજીએ આપના કંવરનું ખૂન કર્યું છે. મેં મારી નજરે એમનું ડેકું લઈને પ્રધાનજીને જતાં જોયા છે.