________________
૪૮૭
શારદા દર્શન
રૂદ્રસેને ચંદ્રસેનને હલકે પાડવા માટે યુકિત કરી. એ નગરમાં હીરાચંદ નામનો સજજન શ્રેષ્ઠી રહેતું હતું. તેની સાથે રૂદ્રસેનને સારા સંબંધ હતો, એટલે અવારનવાર તેને ત્યાં જતો હતો. એક વખત એ શ્રેષ્ઠીને ત્યાં હીરા-માણેક વિગેરે ઝવેરાતના ડબ્બા બહાર કાઢેલા હતાં. તે વખતે આ માયાવી રૂદ્રસેન ત્યાં પહોંચી ગયો, અને કેઈ ન જાણે તેવી રીતે ચાલાકીથી રત્નને એક ડાભલે ઉઠા, ને સીધે ચંદ્રસેનને ઘેર પહોંચી ગયે. એ સમજાતું હતું કે મેં કેવી ચાલાકી વાપરી ! આ કઈ જાણતું નથી. ભલે, અહીં કેઈ નથી જાણતું પણ સર્વજ્ઞ ભગવંતે તે જાણે છે ને? કર્મરાજાની કેટમાં છાનું રહેવાનું નથી. રૂદ્રસેનનું મન મલીન બન્યું છે એટલે હીરાચંદને ત્યાંથી ચોરી કરીને ચંદ્રસેનને ઘેર આવ્યા. ચોરી કરીને ચંદ્રસેન આગળ ચાહકારી બતાવી તેની સાથે પ્રીતી રાખીને વિશ્વાસઘાત કરી તેને સીસામાં ઉતારવા માટે કેવી મેલી રમત રમે છે ! તે ચંદ્રસેનને રત્નોને ડાભલે આપીને કહે છે દોસ્ત ! આટલે ડાભલે સાચવીને તારે ઘેર મૂકી રાખજે. ચંદ્રસેને પૂછયું અહીં શા માટે મૂકવા આવ્યું છે? ત્યારે કહે છે ભાઈ! મારે ઘેર તિજોરી નથી. પછી હું લઈ જઈશ, આ તે બિચારો સરળ હતું એટલે પૂછયું પણ નહિ કે ડાભલામાં શું છે? ફકત એટલું વિચાર્યું કે એને અગવડ છે માટે સાથ આપ. એને ખબર નથી કે એની સંપત્તિ સાચવતાં મારે માથે કેવી વિપત્તિ આવશે? કહેવત છે ને કે “જનકી દેતી ઔર જીવ કો જાન.” મિત્ર એ સજ્જન હવે જોઈએ કે દુઃખના સમયે પડખે આવીને ઉભું રહે પણ જે દુજન મિત્ર હોય તે જીવનને જોખમમાં મૂકી દે છે. રૂદ્રસેન ડાભલે આપીને રવાના થઈ ગયા ને ચંદ્રસેને સાચવીને
બીજે દિવસે નગરમાં વાત થવા લાગી કે હીરાચંદ શ્રેષ્ઠીને ત્યાં ચોરી થઈ છે. તેમાં રત્નોને ભરેલ ડાભલે ગુમ થયે છે. વાત સાંભળીને ચંદ્રસેનના મનમાં શંકા થઈ કે મારે મિત્ર કાલે મૂકી ગયો છે તે ચેરીને માલ તો નહિ હેય ને? તેણે રૂદ્રસેન પાસે જઈને પૂછ્યું-ભાઈ! તું મારે ત્યાં કાલે મૂકી ગયે છું તે માલ કે છે? ત્યારે કપટી રૂદ્રસેને એવી શાહકારીથી જવાબ આપ્યો કે ભાઈ એ તે મારો માલ છે. મેં તને કહ્યું હતું ને કે મારે ઘેર તિજોરી નથી એટલે તારે ત્યાં મૂકી જાઉં છું. બીજું કઈ કારણ નથી. તું ચિંતા ન કરીશ. આથી પવિત્ર ચંદ્રસેનના મનમાંથી વહેમ નીકળી ગયો ને શાંતિ થઈ. આ તરફ હીરાચંદ શેઠે ખૂબ તપાસ કરી પણ ડાભલે જ નહિ. ખૂબ કિંમતી રત્નો હતા. એટલે શેઠે ફરિયાદ કરી કે મારે માલ ચરાવે છે. રાજાએ પૂછયું કે તમારું શું શું ચેરાયું છે? તે નેધાવી દે. શેઠે બધું નોંધાવી દીધું.
બીજે દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યું કે હીરાચંદ શેઠના ઘરમાં ચેરી થઈ છે. તેમને માલ જાણતાં કે અજાણતાં જેમની પાસે આવ્યો હોય તે પાંચ દિવસમાં મને આપી જશે તે રાજા તેને શિક્ષા નહિ કરે, પણ જે પાંચ દિવસ પછી જેના ઘરમાંથી માલ નીકળશે તે રાજા તેનું સર્વસ્વ લુંટી લઈ ફાંસીએ ચઢાવશે. રાજા પ્રજાપાલક
તિજોરીમાં મૂકી દીધા.