________________
શારદા દર્શન ગીનું મન શીળું બની ગયું. ઠીક થયું, આ સેનાને ટુકડે મળી ગયે. કેઈ વખત ભિક્ષા નહિ મળે ત્યારે કામ આવશે. એમ વિચાર કરીને લગાડી લઈ લીધી. યોગીને બાહ્ય ત્યાગ હતે. જે અંતરથી આસક્તિ છૂટી હતી તે એ વિચાર કરતા કે મને આ ના જોઈએ. જેને મને ત્યાગ છે તેને અડકવું તે પણ પાપ છે, પણ કંચનની કરામત કેવી છે?
આત્મસમાધિને લુંટનાર પરિગ્રહ” :- યોગીઓને પણ તે પળવારમાં ચલાયમાન કરી શકે છે. આ ગી ખૂબ ધ્યાનમગ્ન અવસ્થામાં રહેતાં હતાં, પણ આ સેનાના ટુકડાએ યોગી ઉપર કામણ કર્યું. જડ ચેતનને રમાડે છે. એ અનુસાર સોનાના ટુકડાએ મમતાવૃત્તિને આત્મમંદિરમાં પ્રવેશ કરવા માટેના દરવાજા ખુલા કરી આપ્યા. યોગી બાવાએ ઝૂંપડીમાં આવીને ઝેળી ઉંચે ભરાવી. રોટી પકાવીને જમ્યા. પછી ચેલાને કહે છે “મેં સ્નાન-ધ્યાન આદિ કરને કે જાતા , ઇસ લીકા બરાબર ધ્યાન રખના, પર ઝેલીમેં દેખના નહિ.” જીવનમાં થેડી પણ મમતા પ્રવેશી જાય છે તે તેની પાછળ થકબંધ પાપ આવે છે. જે તમારા જીવનમાં પાપ પ્રવેશવા દેવું ન હોય તે પહેલા માયા, મમતા, લેભ વિગેરેને પ્રવેશ કરતાં અટકાવે. આ યેગી દરરોજ સ્નાન કરવાનું ધ્યાન કરવા ત્રણ ત્રણ કલાક બહાર જતાં હતાં પણ કદી ચેલાને કહેતાં ન હતાં કે ઝેળીનું બરાબર ધ્યાન રાખજે. અંદર જોઈશ નહિ, એટલે ચેલાએ પૂછયું ઐસા કયું ગુરૂદેવ ? આપ કભી ઐસા નહીં કહતે છે, ત્યારે ગુરૂ ગુસ્સાથી કહે છે ગુરૂ કે સામને કર્યો પ્રશ્ન કરતા હૈ? તૂ મેરા ગુરૂ હૈ કયા? મેં કહતા હું સો કરે, દુસરી માથાકૂટ મત કરો. ભલે ગુરૂદેવ. ગુરૂ તે બહાર ગયા પણ ચેલાને વહેમ પડે કે એવું તે ઝેળીમાં શું છે કે મને ગુરૂદેવે આટલી બધી ભલામણ કરી. કુદરતને નિયમ છે કે જે કાર્ય કરવાની મનાઈ હોય તે કરવાનું વહેલું મન થાય. ચેલાને વહેમ પડયે કે ગુરૂને આટલી બધી ભલામણ કરવાનું પ્રયોજન શું છે? રેજ ઝળી ટીંગાડીને જાય છે પણ આજે કંઈક નવીનતા લાગે છે.
ગીબાવા ઝોળી ઝૂંપડીમાં મૂકીને ગયા છે પણ જીવ એમાં છે. સ્નાન કરીને ધ્યાનમાં લીન બન્યા પણ ચિત્ત ધ્યાનમાં ન રહ્યું. એમને સેનાની લગડીના વિચારો આવવા લાગ્યા. આપ સૌને સમજાણું ને કે માયા કેવી ભયંકર છે ! ગીનું ધ્યાન પણુટી લીધું. બેલે, હવે તેને ત્યાગ કરવા જે ખરો કે નહિ? યોગીની દશા કેવી થઈ? આત્મસ્વરૂપની ચિંતવણુ કરતા હતા, ધ્યાનમાં મસ્ત બનતા હતાં તેના બદલે સોનાની લગડીએ ગીના ચિત્તમાં ઉથલપાથલ મચાવી દીધી. કેઈ હિસાબે ચિત્ત સમાધિમાં સ્થિર થતું નથી, તમે પણ ઘર છેડીને ઉપાશ્રયમાં આવે, સામાયિક કરે, વીતરાગ વાણી સાંભળે પણ જે ચિત્તમાં ઘર, દુકાન, પૈસા, પરિવાર બધું લઈને આવ્યા હશે તે સાંભળવાની મઝા નહિ આવે. સામાયિકમાં સમતારસનું પાન નહિ કરી શકે. વીતરાગ પ્રભુની વાણના શ્રવણને અને સામાયિકનો અમૂલ્ય લાભ લૂંટાઈ જશે,