________________
૪૮
શારદા દશ
તે મારા નામ ઉપર પથ્થરને પહાડને સેનાને પહાડ બનાવી દીધે. ચેલાએ ગુરૂને કહ્યું-ગુરૂદેવ ! ઈસમેં કઈ બડી બાત નહિં હૈ. જડ ચિંતાસે મનકો હટાકર શુભ ધ્યાનમેં લગાના બડી બાત હૈ. અર્થાત અનંતકાળની પુદ્ગલની માયા છેડીને આત્મકલ્યાણ કરવા માટે ચગી બન્યા, અને પાછા પરમાત્માને ભૂલી જડ પુદ્ગલની લગનીમાં લાગી ગયા! શિષ્યના પ્રતાપે ગુરૂ પાછા પરમાત્મામાં લીન બની ગયા. પછી ચેલે ગુરૂના પગમાં પડીને કહે છે “ગુરૂદેવ! મુઝે ક્ષમા કીજીએ, મેં તે આપકા અજ્ઞાન શિષ્ય છું. ગુરૂએ કહ્યું-“બેટા ! તું અજ્ઞાની નહીં હૈ, મેં અજ્ઞાની હું. તૂને મૂકે જડ માયામેં ફસાતે હુએ બચાયા.” ગુરૂની સાન ઠેકાણે આવી ગઈ કે મારા નામ ઉપર સેનાને પહાડ બને અને હું એની માયામાં ફસાયો! - ટૂંકમાં આપણે તે આ દષ્ટાંતમાંથી એ સાર ગ્રહણ કરે છે કે દષ્ટિ દષ્ટિમાં કેટલે ફરક છે. શિષ્ય પાસે સોનાને પહાડ બનાવવાની શક્તિ હોવા છતાં તેનાથી અનાસકત બન્ય. જ્યારે ગુરૂ નાનકડી સેનાની લગડીમાં આસકત બની ગયા, પણ શિષ્ય સારો મળે તે ગુરૂની સાન ઠેકાણે લાવ્યું. બીજું ગુરૂની ભક્તિમાં કેવી શકિત છે! ગુરૂ ભક્તિથી દેવ પ્રસન્ન થાય છે ને માનવી ધારે તે કરી શકે છે. તમે પણ આ શિષ્ય જેવી શકિત કેળવજો. વીતરાગવાણી સાંભળે, સામાયિક કરે, ગમે તે ધર્મકરણી કરો તે શ્રધ્ધાપૂર્વક હૃદયના શુધ્ધ ભાવથી કરજે, પણ મનમાં મેહ માયા રાખીને કરશે નહિ. શુધ્ધ ભાવથી કરેલી ઘડી કારાધના પણ મહાન ફળદાયી બને છે.
આપણે દેવકીરાણીની વાત ચાલે છે. દેવકીજીને નેમનાથ પ્રભુના વચનમાં અખૂટે શ્રદ્ધા છે. એવા દેવકીજીને ઉદાસ જોઈને તેના વિનયવંત પુત્ર કૃષ્ણવાસુદેવે ચિંતાનું કારણ "યું ને દેવકીમાતાએ પુત્રને વાત કરી, કૃષ્ણવાસુદેવની માતા પ્રત્યે ખૂબ ભકિત હતી. માતાની ચિંતાનું કારણ જાણીને કહ્યું–હે માતા! તમે ચિંતા ન કરશે. હું મારે એક નાનકડે સહેદર ભાઈ થાય, એને તારા ખોળામાં રમત જોઉં. એ હું ઉપાય કરીશ. 'તમે રડશે નહિ. આ પ્રમાણે મીઠા મધુર વચનોથી માતાને સાંત્વન આપ્યું. પુત્રના વચન સાંભળીને દેવકીમાતાની ચિંતા દૂર થઈ ને ખૂબ આનંદમાં આવી ગયા. માતાને ચિંતાથી મુક્ત કરીને કૃણવાસુદેવ માતાની રજા લઈને માતાના મહેલમાંથી નીકળ્યા. નીકળીને કયાં ગયા તે સાંભળો. “ને સતાવ્યા તેને વાઈ, વાછિત્તાક ૩મerો બિસિસ દમ મi cfogg”! કૃષ્ણવાસુદેવ દેવકીમાતાના મહેલેથી નિકળીને જ્યાં પષધશાળા હતી ત્યાં ગયા. પણ બત્રીસ હજાર રાણીઓમાંથી કેને મળવા ન ગયાં. કારણ કે તેઓ માતાને તીર્થ સમાન માનતાં હતાં. આજે તે ઉલ્ટી ગંગા વહી રહી છે. માતાનું કંઈ કામ કરવાનું હોય તે કહેશે ઉભા રહે, પૂછીને આવું છું. માતા કહે ભાઈ! કેને પૂછવાનું છે? તે કહેશે મારી પત્નીને. કૃણવાસુદેવ કેઈને પૂછવા ન ગયા, પણ પૌષધશાળામાં ગયા,