________________
યાખ્યાન નં. ૬૨ દ્વિ. શ્રાવણ વદ ૧૩ને શનિવાર
તા. ૧૦-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! ભગવાનની વાણીમાં ચારેય અનુગ રહેલા છે. તેમાંથી જીવ પોતાની શક્તિ અનુસાર તત્ત્વને ગ્રહણ કરી આત્મકલ્યાણ કરી જાય છે, કંઈક વૈરાગ્ય પામીને દીક્ષા લે છે ને કંઈક છ દીક્ષા લેવા માટે સમર્થ નથી હોતાં તે સંસારમાં રહેવા છતાં સંસારથી પર રહે છે. “ગદ જન્મે રાત્રે નાય જે જ uિg વાળr” જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થાય છે પણ પાણીમાં લેવાતું નથી, અલિપ્ત રહે છે તેમ વૈરાગી મનુષ્ય સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહે છે. એ સંસારના સુખમાં મગ્ન બનતું નથી. એ ક્ષણે ક્ષણે એ વિચાર કરે છે કે હે આત્મા! અનંતકાળથી ભવમાં ભમતાં તે કેટલા જન્મ મરણ કર્યા તેની કદી મરણનાં ગણત્રી કરી છે? ચાર ગતિમાં કેટલા ભવ કર્યા તેને સરવાળે કર્યો છે? અને જન્મ કારણે કેટલા દુઃખ ભોગવ્યાં એને ખ્યાલ આવે છે ?
જીવ સંસાર સુખની લાલસામાં સુખને રસીયો બની જન્મ મરણના ફેરા વધાર્યું રાખે છે, પણ જ્ઞાની કહે છે હે જીવ! તું વિચાર તે કર કે તે એ સુખને કેટલે સ્વાદ માર્યો અને દુઃખના કેટલા ડોઝ પીધા? હજુ કંટાળે નથી આવતો? જન્મમરણના ફેરા ફરવા બહુ ગમે છે ? આ જન્મ મરણની ફેરફુદરડી જેમ જેમ ફરીશ તેમ તેમ તારા માથે દુઃખના ડુંગરા ખડકાતા જશે ને તારે વધુ ને વધુ દુઃખ સહન કરવા પડશે. માટે મધના ટીપા સમાન ક્ષણિક સુખને સ્વાદ છેડીને ફેરા ટાળવા માટે પુરુષાર્થ કરો. બાકી તે અંદગી આમને આમ વીતી જશે ને કરવાનું રહી જશે અંતિમ સમયે પસ્તા થશે કે મેં જે કરવાનું હતું તે ન કર્યું ને જીંદગીભર ન કરવાનાં કામ કર્યા, પણ જેને આત્મા જાગૃત છે તેને મરણને ડર લાગતું નથી.
પસ્તા મરતી વેળા કેને થાયે? આળસમાં આવરદા જેની જાયે, કરવાનું જે આજે બાકી જે રાખે, જમડાને જોતા એની આંખ છલકાય પરંતુ આવેલાઅવસરને જેણે લીધે લાભ, એવા સાધકને તે મીઠું લાગે માત,
તમે સાંભળ્યું ને? મરણને ડર કેને લાગે ? પસ્તા કોને થાય? જેણે જીવનમાં પ્રમાદનું સેવન કર્યું છે અને ધર્મારાધના કરવાના સમયે સંસારના સુખમાં જે મશગૂલ રહ્યો તેને મરણને ડર લાગે છે, પણ જેણે ધર્મારાધના કરવાના સમયને ઓળખીને સાધના કરી છે તેને ગમે ત્યારે મૃત્યુ આવે તે પણ ડર નથી લાગતું, પણ તે આત્મા મૃત્યુને પ્રેમથી આવકારે છે. તમે એવું જીવન જીવે છે ને? વિચાર મનુષ્ય જન્મ કેટલે કિંમતી છે ! આવી અમૂલ્ય તક મેળવીને સંસાર સુખની વિચારણા કરવા કરતા એવી વિચારણું કરો કે મારે આત્મા એટલે પરમાત્મા. પરમાત્મા એટલે શ્રેષ્ઠ, શુદધ