________________
૪૮
શારદા દર્શન સને પકડીને દૂર કરી નિર્ભય બનીને જ્ઞાન-દર્શન આદિ કિંમતી રત્ન મેળવી શકે છે. પણ એ માટે જબ્બર પુરૂષાર્થ કરવાની જરૂર છે. મહાનપુરૂષોએ એ ક્રોધાદિ રૂપી સર્પોને ભગાડી જ્ઞાન, દર્શનાદિ રને પ્રાપ્ત કરી લીધા. આપણે તે રત્નને મેળવવા હોય તે સ્વ તરફ પુરૂષાર્થ કર જોઈશે.
આપણું ચાલુ અધિકારમાં દેવકીરાણીની વાત ચાલે છે. દેવકીરાણીના દિલમાં એક વાતને અફસોસ છે કે મેં નલકુબેર જેવા સાત પુત્રને જન્મ આપે તેમાંથી એકને પણ ન ઉછેરી શકી ! આવું બનવામાં કઈને કોઈભવનાં કર્મ તે ખરાં જ ને? કર્મ શું નથી કરતા? માણસના ગાઢ કર્મનો ઉદય હેય છે ત્યારે પિતાને માનેલે જીગરજાન મિત્ર વિશ્વાસઘાત કરીને નિર્દોષને પણ ગુનેગાર ઠરાવે છે પણ અંતે સત્ય છાનું રહેતું નથી. એક દષ્ટાંત આપીને સમજાવું.
એક ગામમાં ચંદ્રસેન અને રૂદ્રસેન નામના બે મિત્રો રહેતાં હતાં. પૂર્વના ઋણાનુંબંધ સંબંધના કારણે બંને મિત્ર થયા હતા પણ બંનેના સ્વભાવમાં ઘણું મોટું અંતર હતું. ચંદ્રસેન સત્યવાદી, સદાચારી અને નીતિસંપન્ન હતું, જ્યારે રૂદ્રસેન લોભી, અન્યાયી અને ઈર્ષાળુ હતે. ચંદ્રસેન ખૂબ પુણ્યવાન હતું. તેની પાસે ઘણી સંપત્તિ હતી. નગરમાં તેનું માન પણ ખૂબ હતું. પેલા રૂદ્રસેનથી આ બધું સહન થતું ન હતું. એની સંપત્તિ અને સત્કાર સન્માન જોઈને તે ઈર્ષાથી પ્રજળી રહ્યો હતો, પણ ઉપરથી એના ઉપર ખૂબ પ્રેમ રખતે હતે. ચંદ્રસેન ખૂબ સરળ હતે. એ તે એમ માનતે હતું કે મારા મિત્રને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે. ત્યારે રૂદ્રસેન દાવ શોધ્યા કરતું હતું કે ગમે તેમ કરીને ચંદ્રસેનને કેમ હલકે પાડું? તે માટે છિદ્ર શેધ્યા કરતે હતે. “દુષ્ય હિ વિવેક પિસ્થિના” ઈર્ષા એ વિવેકને શત્રુ છે. માણસના જીવનમાં ઈર્ષા અગ્નિ પ્રજળે છે ત્યારે તેના જીવનમાં વિવેકને દિપક બૂઝાઈ જાય છે. તેથી તેને હું આ શું કરી રહ્યો છું. કેનું અહિત કરી રહ્યો છું? આના કટુ ફળ મારે કેવા ભેગવવા પડશે તેને તેને
ખ્યાલ નથી રહેતું. ઈર્ષ્યાળુ માનવ ગુણવાનનાં ગુણે પિતાના જીવનમાં અપનાવવાની ઈચ્છા કરતું નથી પણ ગુણવાનને ઉચ્ચ માર્ગથી પતીત કરીને પિતાના જેવો બનાવવાની ઇચ્છા રાખે છે. આ માનવતાનું લક્ષણ નથી. મહાનપુરૂષે કહે છે કે તારું જીવન કેવું હોવું જોઈએ!
सुरम्यान् कुसुमान् दष्टवा, यथा सर्व प्रसीदति।
प्रसन्नान् परान् दष्टवा, तथात्व सुखमाप्नुया ॥ જેવી રીતે સુંદર ખીલેલાં સુંગધી પુષ્પને જોઈને સૌ કઈ પ્રસન્ન થાય છે તેવી રીતે બીજાને પ્રસન જોઈને હું પણ સુખને અનુભવ કર. પણ કેઈનું સુખ જોઈને ઈર્ષા ન કરીશ. કદાચ તને ઈર્ષ્યા થાય છે એવી ઈર્ષ્યા કર કે આ વ્યક્તિ આટલી બધી ગુણવાન છે તે હું એના જે ગુણવાન કેમ બનું. એ વિચાર કરી તેના ગુણે પિતાના જીવનમાં અપનાવવા પ્રયત્નશીલ બને. જે દરેક મનુષ્ય આવા પવિત્ર બને તે ક્યાંય કલેશ કે ઝઘડાનું નામનિશાન ન રહે.