________________
stó
શારદા દર્શન તે મારાથી પ્રગટ કેમ કરાય? જે કહું કે મારો મિત્ર મૂકી ગયેલ છે તે એ મુશ્કેલીમાં મૂકાઈ જાય અને કેણ જાણે આ માલ એની પાસે કેવી રીતે આવ્યો હશે? મારા પ્રાણ બચાવવાના મોહમાં મારા મિત્રના પ્રાણ જાય એવું મારે નથી કરવું. એ નિર્ણય કરીને રાજાના માણસને કહ્યું કે એ માલ મારે જ છે, ત્યારે રાજાના માણસોએ પૂછયું કે જો તમારે માલ છે તે હીરાચંદ શેઠનું નામ કેમ લખ્યું છે! ત્યારે કહે છે કદાચ કઈ રીતે અદલાબદલી થઈ હશે.
દેવાનુપ્રિયે! ચંદ્રસેનની કેટલી સજજનતા છે! ને તેનું દિલ કેટલું વિશાળ છે કે મિત્રને જાન જોખમમાં મૂકાય તે માટે પોતે કેટલો ભેગ આપે છે! નહિતરશું એ નથી જાણ કે આ ડાભલા ઉપર હીરાચંદ શેઠનું નામ છે ને એને માલ છે એટલે હું ચોર તરીકે પકડાઈ જવાને છું ને મને દેહાંતદંડની શિક્ષા થશે, પણ એણે નિશ્ચય કર્યો છે કે મારું ગમે તે થાય પણ મારા મિત્રને માલ છે તેવી આ લેકેને ગંધ પણ આવવા દેવી નથી. રાજાના માણસે બરાબર ખુલાસો કરવા કહે છે ચંદ્રસેન શેઠ! સાચેસાચું કહી દે કે આ માલ તમારી પાસે કયાંથી આવ્યો? તેણે એક જ જવાબ દીધું કે આ માલ મારો છે. ઘણું પૂછયું પણ એક જ ઉત્તર. ચંદ્રસેન સમજે છે કે આ મારી કસોટીને સમય છે. કસોટીમાં મક્કમ રહેવું જોઈએ. સેનાને પણ સો ટચનું સોનું સાબિત થવા માટે છેલ્લી પરીક્ષામાં ધગધગતા 'અગ્નિની જવાળાઓ સહન કરવી પડે છે. સહન કર્યા વિના સોનાનું તેજ કયાંથી પ્રગટે! અને મૂલ્ય ક્યાંથી થાય? આ વાત લક્ષમાં રાખીને પિતાની હિંમત, ઉદારતા અને મિત્રને આપેલા વિશ્વાસનું પાલન વિગેરે ગુણોને પોતાના પ્રાણનાં ભેગે પણ જાળવી રાખ્યા.
ચંદ્રસેને બીજો કોઈ જવાબ ન આપ્યું. ત્યારે રાજાના માણસો તેના ઉપર ગુસ્સે થઈને રાજા પાસે લાવ્યા. રાજાએ તેને શાંતિથી પૂછ્યું, હે ચંદ્રસેન શેઠ! તમે પવિત્ર છે. તમે આવું અનુચિત કાર્ય કરે તેવા નથી. છતાં તમારા ઘરમાંથી માલ નીકળે છે તે એની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએ. જે હોય તે ખુશીથી કહે, પણ તેણે કંઈ જવાબ ન આપે એટલે પિતે ચોર છે તે વાત નક્કી થઈ ગઈ અને રાજાને કાયદેસર ન્યાય કરે જ પડે. જાહેરાત પ્રમાણે ફાંસીની સજા થવી જોઈએ, પણ તેને કઈચાર માનવા તૈયાર નથી એટલે ફાંસીની શિક્ષા નહિ કરતાં દેશનિકાલ કર્યો. રાજાના માણસે તેને નગર બહાર નગર દેવતાના વનની પાસે છેડીને પાછા ફર્યા. હવે ચંદ્રસેનના મનમાં થયું કે હવે હું ચોર ઠર્યો. તેના બદલામાં મને દેશનિકાલની શિક્ષા થઈ. હવે આવા અપમાનિત જીવને જીવવાને કંઈ અર્થ નથી. માટે આ વડના ઝાડે લટકી ગળે ફાંસો ખાઈને મરી જાઉં. આ વિચાર કરે છે.
એની સત્યતાથી પ્રસન્ન થયેલે દેવ અદશ્ય રાજમહેલમાં બે કે હે રાજા ! તને ભાન છે? નિર્દોષ ચંદ્રસેન આપઘાત કરવાની તૈયારીમાં છે, ત્યારે રાજાએ પૂછયું તમે અદશ્યપણે કેણ બેલે છો? હે રાજા! સાંભળ. હું નગરને રક્ષક દેવ