________________
શારદા દર્શન
૪૮૯ ગળે ઉતરતી નથી. છતાં તું બધું કહે છે તે ભલે, તપાસ કરાવીશ, પણ એટલું ધ્યાનમાં રાખજે કે જે તેના ઘરમાંથી માલ નહિ મળે તે તને ફાંસીએ ચઢાવીશ, પણ એને ડર ન લાગે. કારણ કે પિતે માયાજાળ પાથરી હતી. એના મનમાં એટલે બધે હર્ષ થયે કે બસ, હવે મારું કામ થઈ ગયું. માછલું જાળમાં સપડાઈ જશે પણ એને ખબર નથી કે આવા પાપકર્મો કરીને હું નરકગતિનાં નિર્માણ કરી રહ્યો છું, અને ત્યાં પ્રતિસમય કારમી પીડા ઘણાં સમય સુધી ભેગવવી પડશે. પવિત્ર આત્માને ખોટું કલંક ચઢાવીને હું કેવા ઘેર કર્મો બાંધીશ ?
રૂકસેનના કહેવાથી રાજાએ પિતાના માણસોને બોલાવ્યાં ને હુકમ કર્યો કે હીરાચંદ શેઠના ભંડારીને લઈને ચંદ્રસેનને ત્યાં જાઓ ને ચેરાયેલા માલની તપાસ કરે. આ સાંભળીને રાજાના માણસે તાજુબ થઈ ગયા કે આવા સજનને ઘેર ચેરીના માલની તપાસ કરવા જવાનું. હજુ આપણે અન્યાય કરીએ, અસત્ય બેલીએ પણ એ શેઠ સ્વપ્નામાં પણ અસત્ય બોલે તેવા નથી. તે પછી ચોરી કયાંથી કરે? ત્યારે કેઈએ કહ્યું કે રાજાને એના ઉપર શંકા નથી પણ એવા સમાચાર મળ્યા છે માટે તપાસ કરાવે છે. આપણે રાજાની આજ્ઞાનું પાલન કરવા માટે જવું પડશે. રાજાની આજ્ઞા શિરોમાન્ય કરીને રાજાના કારભારીઓ હીરાચંદ શ્રેષ્ઠીના ભંડારીને લઈને ચંદ્રસેન શ્રેષ્ઠીને ઘેર આવ્યા. ચંદ્રસેનને કહ્યું-શેઠ ! અમારે તમારા ઘરની જપ્તી લેવી છે. તેણે કહ્યું-ખુશીથી લે. નિર્દોષ માણસને ચિંતા નથી. એણે તે બધું સંપી દીધું. રાજાના માણસે ઝીણવટથી તપાસ કરવા લાગ્યા. તપાસ કરતાં કરતાં હીરાચંદ શેઠને ડાભલે હાથમાં આવ્યો. ઉપર નામ લખેલું હતું. આ જોઈને રાજાના માણસેએ ભંડારીને પૂછયું કે આ ડાભલે તમારે છે? ડાભલે હાથમાં લઈને જે. શેઠનું નામ લખેલું છે, આ જોઈને ભંડારી ચેકી ઉઠે કે આ સજજનના ઘરમાં આ કયાંથી? તેણે કહ્યું કે આ ડાભલે અમારા શેઠના ડાભલાને મળો છે પણ અમારે જ છે તેમ નક્કી કરી શકતો નથી. ત્યારે રાજાના માણસોએ કહ્યું કે ડાભલામાં શું શું છે તેની નેધનું લીસ્ટ કાઢો, ને મેળવવા માંડે. એટલે ખબર પડી જશે. લીસ્ટમાં ચારાયેલ માલની નેધ હતી તે પ્રમાણે ડાભલામાથી બધો માલ મળી ગયે.
કર્તવ્યની ભૂમિકા” આ જોઈ ને રાજાના માણસ, હીરાચંદશેઠના ખજાનચી તેમ જ નગરનાં વૃધ્ધ માણસે વિચારમાં પડી ગયા કે આ શું ? આ પુથાત્માના ભંડારમાં આ ચોરીને માલ કયાંથી? એકબીજાના સામું જોવા લાગ્યા પણ ફફડે નથી કરતા કે આ સજ્જન અને ધમષ્ઠ થઈને આવા ધંધા કરે છે. પણ શાંતિથી ચંદ્રસેનને પૂછયું કે કુળ તુદ મં? આ તમારી પાસે કયાંથી? ચંદ્રસેને વિચાર કર્યો કે મારે મિત્ર મારા ઉપર વિશ્વાસ રાખીને મારે ત્યાં થાપણ મૂકી ગયેલ છે. શા.-૬૨