________________
૪૮૦
શારદા દર્શન
- આ ચિત્રકારની પુત્રીની બુદ્ધિ અને તેનું ખમીર જઈને રાજાને તેના પ્રત્યે માના જાગ્યું, કે એક યુવાન છોકરી રાજા જેવા રાજાને મૂર્ખા કહેતાં અચકાતી નથી. ત્રણ નંબરમાં તે હું જ મૂર્ખ છું. વળી એની વાત સામાન્ય નથી. એકેક વાતમાં કેટલું તત્વ ભરેલું છે. એની બુધિ કેટલી છે ને નીડરતા પણ કેટલી બધી છે ! એનામાં વિવેક કેટલે બધે છે! એણે એના જીવનમાં આવા તે કેટલાય અનુભવ કર્યા હશે ! આની બુધ્ધિ, ખમીર બધું જોતાં એમ લાગે છે કે એ ચીંથરે બાંધેલું રાન છે. રાજાને એ ચિત્રકારની પુત્રી પ્રત્યે આકર્ષણ થયું. તમે પણ કંઈક નવું દેખે તે તેના પ્રત્યે આકર્ષણ થાય છે ને ? એ આકર્ષણ કયાં? સંસારના પદાર્થોમાને? પણ અહીં ઉપાશ્રયે આવે છે, વીતરાગ વાણી સાંભળે છે તેનું આકર્ષણ થાય છે? કે હું આવે ત૫ કરું! દીક્ષા લઉં! વ્યાખ્યાનમાં રોજ નવું નવું સાંભળું છું તે કંઈક અપનાવું. આવું જે આકર્ષણ થાય તે જન્મારો સુધરી જાય.
રાજાને આ છોકરીનાં ગુણે પ્રત્યે આકર્ષણ થયું. મનમાં વિચાર થયો કે આ છોકરી કુંવારી હેય તે હું તેની સાથે લગ્ન કરું, ને તેને મારી પટ્ટરાણી બનાવું. તે મને રાજકાર્યમાં સહાયક બનશે. એની સલાહ મને ખૂબ ઉપયોગી થશે. કદાચ કો મારી ટીકા કરશે ને બીજી રાણીઓને પણ થશે કે ચિત્રકારની કરીને પરણ્યાં. પણ મને તે માટે લાભ થશે, પણ જે અત્યારે એને કહીશ તે શરમાઈ જશે. એના પિતાને હું પૂછાવીશ. આમ વિચાર કરીને ચાલ્યા ગયા. બીજે દિવસે રાજાએ પ્રધાનને ચિત્રકારને ઘેર મેક. પ્રધાને પૂછયું-ભાઈ! તમારી દીકરી કુંવારી છે? ચિત્રકારે કહ્યું-હા, પણ મારે એને સારે ઘેર પરણાવવી છે. મારે એકની એક દીકરી છે. તેની માતા મરી ગઈ છે. હવે જો સારું ઘર મળે તે મને ચિંતા નહિ, પ્રધાને કહ્યું કે હું તને સારામાં સારું ઘર બતાવું? ચિત્રકાર કહે બતાવે. જે ખુદ મહારાજા તારી દીકરીને પિતાની પટ્ટરાણી કરવા ચાહે છે. બેલ, તારી ઈચ્છા છે? ચિત્રકારે કહ્યું-પ્રધાનજી! મારી મશ્કરીતે નથી કરતાં ને? અમારા ગરીબની દીકરી રાજા કયાંથી માંગે ? પ્રધાને કહ્યું-સાચું કહું છું. ત્યારે કહે તે. તે બહુ આનંદની વાત. ચિત્રકારે મંજુરી આપી અને તેની પુત્રીના રાજા સાથે લગ્ન થયા.
ચિતારાની પુત્રીને રાજાએ પટ્ટરાણીનું પદ આપ્યું, પણ છોકરી કહે છે નાથ ! મને નાની રહેવા દે. મારે પટ્ટરાણી નથી બનવું, પણ રાજા માન્યા નહિ. ચિત્રકાર રાજાને સસરો બ. હવે તેને મજુરી કરવી મરી ગઈ. બંધુઓ ! મોટા માણસને આશ્રય મળે છે તે નાના પણ મોટા બની જાય છે ને નબળા સબળા બની જાય છે. આ તે ચિત્રકારની વાત છે પણ આત્મા સાથે આપણે વિચાર કરીએ. આપણા વીતરાગ પ્રભુ સબળા છે. જે આપણે તેમને આશ્રય લઈએ તે સબળા બની જઈએ, એ ભગવંતેનું શરણું ગ્રહણ કરીને અનંતા આત્માએ સબળા બની ગયા તે આપણે કેમ ન બની શકીએ? માત્ર આશ્રય લેતાં આવડે જોઈએ. મારું ગમે તે થાય પણ મારે આશ્રય