________________
૪૭૮
શારદા દર્શન આકર્ષક ચિત્ર બનાવવા માટે મોટા મોટા ચિત્રકારોને બોલાવ્યા. નિપુણ ચિત્રકારોએ ચિત્રકામ શરૂ કર્યું. થોડા દિવસ થયા પછી રાજાના મનમાં થયું કે લાવ, જરા તપાસ તે કરું કે ચિત્રશાળામાં કેવું કામ ચાલે છે? કારણ કે ચિત્રશાળા માટે કરોડ રૂપિયાને ખર્ચ કરું છું તે મારે તપાસ તે કરવી જોઈએ ને કે ચિત્રકારો કેવું કામ કરે છે ! અચાનક જેવા જાઉં તે ખ્યાલ આવે. રાજા ઘડા પર બેસીને ચિત્રશાળા જેવા માટે આવ્યા. ઘણાં ચિત્રકારે ખંતથી ચિત્ર દેરી રહ્યા છે. ધમધોકાર કામ ચાલે છે. દરેક ચિત્રકારોએ દરેક ભાગમાં કામ વહેંચી લીધું હતું. બધા ચિત્રકારો યુવાન હતા. તેમાં એક ચિત્રકાર વૃધ્ધ હતું. તે પણ એને પેલા ભાગમાં ચિત્ર દોરતે હતે. એણે એક સુંદર મેર ચીતર્યો હતો. એણે એમાં એવા રંગ પૂર્યા હતા કે તેની છાયા પ્રકાશ વિગેર જોઈએ તેવા ખીલી ઉઠયા હતાં. જાણે આબેહુબ જીવ ને જાગતે મેર જોઈ લો.
ચિત્રકારની પુત્રી બોલી ચેથ પાયે મળી ગયો” :- ચીતરેલે મેર જોઈને રાજાના મનમાં થયું કે ભીંત ઉપર જીવતો મોર બેઠો છે. એટલે તે મોરનું પીંછું પકડવા માટે ગયા પણ પીંછાને બદલે રાજાને હાથ ભીંત સાથે અથડાયો. આ ચિત્રકારને એકની એક દીકરી હતી. તે દરરોજ તેના પિતાજીને બપોરે ભાત આપવા આવતી હતી. આ રાજા જ્યારે ચિત્રસભા જેવા માટે આવ્યા હતાં ત્યારે ચિત્રકારની પુત્રી એના પિતાજીને ભાત આપવા આવી હતી, પણ તેનો બાપ જંગલ જવા ગયે હતો એટલે તે બેઠી હતી. આ સમયે રાજા મોરનું પીંછું લેવા જતાં તેને હાથ ભીંત સાથે અથડા. એ જોઈને ચિત્રકારની પુત્રી ખડખડાટ હસી પડી, અને બેલી ઉઠી કે “વાહ વાહ, ચોથે પાયે મળી ગયે. આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું કે આ શેના ચેથા પાયાની વાત કરે છે? અત્યારે રાજા રાજાના વેશમાં આવ્યા ન હતાં. સાદા વેશમાં આવ્યા હતા. રાજાએ પૂછયું કે તું શેને ચે પાયે મળી ગયે એમ કહે છે? એટલે છોકરીએ નિર્ભયતાથી કહ્યું એ તે મૂર્ખાના ખાટલાને એથે પાયો મળી ગયે. મૂના ખાટલાના પાયા તરીકે મને ત્રણ પાયા મળ્યા હતા એક પાયે ખૂટતે હતો. તે મને મળી ગયો. આ સાંભળીને રાજાના મનમાં આશ્ચર્ય થયું કે ત્રણ મૂર્ણો કોણ હશે? અને હું મૂર્ણો કેવી રીતે ? છોકરીએ રાજાને મૂર્મો કહ્યો તેથી ખોટું ન લાગ્યું પણ જાણવાની ઈંતેજારી થઈ.
“રાજાને જાણવાની જિજ્ઞાસા :- બંધુઓ ! મેટા માણસેનાં દિલ વિશાળ હોય છે. જે દિલ વિશાળ હોય તે માણસને નવું જાણવાનું મળી શકે, અને જે નાની નાની બાબતમાં મન સાંકડું રાખીને ખોટું લગાડે તે એને કંઈ કહેવાનું મન થતું નથી. રાજાનું દિલ વિશાળ હતું એટલે તેમણે ચિત્રકારની પુત્રી ઉપર રસ ન કરી પણ આ કેને ભૂખ કહે છે ને શા માટે મૂર્ખ કહે છે તે જાણવા માટે શાંતિથી