________________
શારદા દર્શન
૪૭૭
આપણું ચાલુ અધિકારમાં પણ નમ્રતાની વાત આવી છે. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવમાં કેટલી નમ્રતા હતી કે તે દરરોજ પિતાની માતાઓને વંદન કરવા જતાં હતાં. તેઓ પિતાની જન્મદાતા દેવકીમાતાના મહેલે વંદન કરવા માટે આવ્યા. માતાને વંદન કર્યા. આ સમયે દેવકીમાતા ઉદાસ બની લમણે હાથ દઈને બેઠા હતાં. માતાને ઉદાસ જોઈને કૃણવાસુદેવે પૂછ્યું કે હે માતા! હું જ્યારે જ્યારે તમારા દર્શન કરવા માટે પહેલાં આવતું હતું ત્યારે મને જોઈને તમે પ્રસન બની જતાં હતાં. મને જોઈને તમારા હૈયામાં હર્ષ સમાતું ન હતું, અને આજે કેમ ઉદાસ બની ગયા છે? ત્રણ ખંડના સ્વામી જે કૃષ્ણ તારો દીકરો છે તે હે માતા! તને શું ચિંતા છે? વિનયવંત પુત્રો પિતાની માતાને સહેજ ચિંતામાં દેખે તે તેનું લોહી ઉકળી જાય છે કે મને જીવતાં મારી માતાને શું ચિંતા છે? કૃષ્ણજીએ આ રીતે કહ્યું ત્યારે દેવકીજીને ઉપયોગ આવ્યો. એટલે પિતે જે વાતની ચિંતા કરતી હતી તેને અંતરમાં દબાવી દઈને કહે છે તે મારા દીકરા ! તું આવ્યું ! તે કૃષ્ણને જોઈને હર્ષઘેલી બની ગઈ. પુત્રને કુશળ સમાચાર પૂછયા ત્યારે કૃષ્ણ કહ્યું હે મેરી મૈયા! હું તે આનંદમાં છું પણ તમે આજે ઉદાસ કેમ છે? મેં આવી ઉદાસીનતા કદી તમારા મુખ ઉપર જોઈ નથી. તમારા મનમાં જે ચિંતા હોય તે મને કહે. દેવકીજી કહેતા નથી પણ જ્યારે કૃષ્ણ ખૂબ પૂછયું ત્યારે “તt i ના સેવવ વ વાસુદં ઘઉં વારી ઇ હ્ર ૩૬ કુત્તા सरिसए जाव समाणे सत्त पुत्ते पयाया, ना चेवण मए एगस्स वि बालतणे अणुभुण!" દેવકીજીએ કહ્યું કે હે પુત્ર! આકાર, વય અને કાતિમાં એક સરખા યાવત્ નલકુબેર જેવા સુંદર સાત પુત્રને મેં જન્મ આપ્યા છતાં મેં એક પણ પુત્રની બાલક્રીડાને અનુભવ કર્યો નથી.
દેવાનુપ્રિયે ! આ માતાનું હૃદય છે. દરેક માતાઓને પુત્રે વહાલા હોય છે. તિર્યંચમાં કયાં સંતાન કમાઈને ખવડાવવાનાં છે! એ થેડી સેવા કરે છે છતાં તિયાને પણ પિતાના બચ્ચાં કેટલાં વહાલા હોય છે ! ચકલે અને ચકલી દૂર દૂરથી ચણ ચણીને ચાંચમાં લઈ આવે છે ને પિતાના બચ્ચાને ખવડાવે છે ને હેત કરે છે. દેવકીમાતા કહે છે હે દીકરા! મને કેઈ જાતનું દુઃખ નથી કે બીજી કઈ ચિંતા નથી. તારા જેવા સમર્થ અને વિજ્યવંત દીકરાની માતાને ચિંતા કે દુઃખ શું હોય ? પણ બેટા! મને મેહ મૂંઝવે છે. તેથી ઉદાસ બનીને બેઠી છું. દેવકી માતા દીકરા માટે ગૂરે છે. આજે સંસારમાં ઘણાં માતા પિતાએ દીકરા માટે ફાંફા મારે છે. દીકરી હોય અને દીકરે ના હોય તે વિચારે છે કે અમારું શું થશે? અહીં એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક રાજા ચિત્રકળાના ખૂબ શેખીન હતા. નવા નવા ચિત્રે એમને ખૂબ ગમતાં હતાં, આ રાજાના રાજ્યમાં એક પણ ચિત્રશાળા ન હતી એટલે તેમણે વિચાર કર્યો કે હું એક સુંદર ચિત્રશાળા બંધાવું. એમ વિચાર કરીને ચિત્રશાળા બંધાવવા માટે હજાર કારીગરોને લાવ્યા. કારીગરોએ ચિત્રશાળા બાંધીને તૈયાર કરી. હવે તેમાં