________________
શારદા દર્શન
ત્યારે અવાજ આવે છે કે હું તારી માતા મરીને દેવ થઈ છું. તારા ઘેર કર્મને ઉદય હતે એટલે અત્યાર સુધી મદદ કરી શકી નહિ. હવે તમારા દુઃખને અંત આવ્યું છે. મેં તમારા માટે આ રને લાવીને મૂક્યા છે. તારો ભાઈ મામાના ઘેરથી ચાલ્યા ગયા. છે. આ નજીકના ગામમાં મહેનત કરી ખાય છે તેને તમે શોધીને લઈ આવજે. બંને થઈને વહેપાર કરશો તે મહાન સુખી થશે. | આ સાંભળીને ખૂબ આનંદ થયો. ભાઈને શોધી કાઢયે અને એક મેટા શહેરમાં જઈને દુકાન કરી સાથે બનેવી ખૂબ ખંતથી વહેપાર કરવા લાગ્યા. થોડા સમયમાં ઘણું કમાયા એટલે રહેવા માટે બંગલે બંધાવ્ય. બહેને સારા ઘરની કન્યા સાથે ભાઈને ધામધૂમથી પરણ. સમય જતાં મેટા કરોડપતિ બની ગયા. ભાઈ અને બહેન કહે છે કે આપણે મા-બાપ વિનાના નિરાધાર બન્યા ને કેવા દુઃખ વેઠયા ! આપણે હવે આપણાં જેવા નિરાધારને આશ્રય મળે તેવું કરીએ. બહેનને પતિ પણ સંમત થયે. પિતાના બંગલાની બાજુમાં મોટી ધર્મશાળા જેવું મકાન બંધાવ્યું. તેમાં રહેવાની, ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી. જે કેઈ અનાથ, નિરાધાર બાળકે આવે તેમને બધી સગવડ તેમના તરફથી કરવામાં આવતી. બાળકોને ભણાવવાની
વ્યવસ્થા પણ કરી હતી. ભણગણીને ધધ કરતાં શીખવાડીને રજા આપતાં. હજારો નિરાધાર બાળકે આ સંસ્થાને લાભ લઈ આર્શીવાદ આપીને જતાં હતાં.
બંધુઓ ! જે માણસ દુઃખ વેઠે છે તેને ખ્યાલ આવે છે કે દુઃખ કેમ વેઠાય છે ? આ ભાઈ, બહેન અને બનેવીએ દુઃખ વેઠયા હતાં તે તેમણે દુઃખીને આશ્રય આપવા માટે સંસ્થા શરૂ કરી, પણ જેણે દુઃખ વેઠયું નથી તેને કયાંથી ખ્યાલ આવે? આ ભાઈ-બહેન તે મહાન સુખી થઈ ગયા, પણ કર્મ કેઈને છેડે છે? મામાના ઘેરથી ભાઈ-બહેન ગયા પછી મામાની એવી પડતી દશા આવી કે જમીન જાગીર વેચાઈ ગયા, પૈસા ટકા સાફ થઈ ગયા ને ખાવાના સાંસા પડ્યા. આ વાતની ભાણેજને ખબર પડી. તેનું હૃદય ચીરાઈ ગયું. ભાઈ-બહેન દેડતાં મામાને ઘેર આવ્યા ને કહ્યું મામા-મામી ! તમારી કૃપાથી અમે ઘણાં સુખી છીએ. તમે અમારે ઘેર ચાલે. મામી તે મોઢું બતાવી શકતી નથી. મામા પણ કંઈ બેલી શકતાં નથી. શું બેલે? ભાણેજને માથે દુઃખની ઝડી વરસાવવામાં બાકી રાખી નથી.
આજે ઉપકાર ઉપર ઉપકાર તે સૌ કરે છે પણ અપકાર ઉપર ઉપકાર કરે તે વિશેષ છે. મામા મામી કહે છે બેટા ! અમે તમને દુઃખ દેવામાં બાકી રાખ્યું નથી. હવે શું મોઢું બતાવીએ ! આ પવિત્ર આત્માઓ કહે છે તમે અમને દુઃખ નથી દીધું. અમારા કર્મો અમને દુઃખ દીધું છે. હવે ગઈ વાતો યાદ ન કરે ને અમારું ઘર તે તમારું ઘર છે એમ સમજીને તમે ચાલે. ખૂબ કહ્યું પણ મામા મામીએ તેમને ઘેર જવાની ના પાડી. એટલે ભાણેજે દશ હજાર રૂપિયા મામાને વહેપાર કરવા આપ્યા