________________
શારદા દર્શન થતું નથી. કહેવત છે ને કે “મા ત્યાં સુધી મોસાળ અને બાપ ત્યાં સુધી કુટુંબ” તેમ મા-બાપ ચાલ્યા જતાં આ છોકરાઓને કંઈ બોલાવતું નથી. છેવટે મામાને ખબર પડે છે કે મારા ભાણેજોને આવું થયું છે, એટલે દેડતા આવીને બંને ભાણેજને વળગી પડે છે. બંને ભાઈ-બહેન ખૂબ રડે છે. છેવટે મામા કહે છે કે બેટા ! હું તમને લેવા આવ્યો છું. આમ કહીને ઘેર લઈ જાય છે. ત્યાં મામી વાઘણની માફક તાડૂકે છે. કયાં બેલાં લાવ્યા ? મામા કહે છે બિચારા નિરાધાર થઈ ગયા. એમના મા-બાપ બાળપણમાં ચાલ્યાં ગયા ત્યારે આપણે ઘેર આવ્યા છે ને ? એ આપણું શું લઈ જવાના છે? કેટલામાંથી બટકું રોટલે ખાશે ને કાલે સવારે મોટા થઈ જશે. તું શાંતિ રાખ. મામાએ ખૂબ સમજાવી ત્યારે માંડ શાંત થઈ.
મામી ભાઈને લાકડા કાપવા ને ઘાસના પૂળા લાવવાનું કામ આપે છે. બહેનને દળવાનું, ખાંડવાનું, ચુલાનું, એંઠવાડ વિગેરે કામ કરાવે છે. રાત દિવસ સખ્ત કામ કરે છતાં ખૂબ માર મારે ને માંડ રોટલે ખાવા આપે. ભાઈ બહેન ખૂબ દુઃખી થઈ ગયાં. છેવટે રાત્રે ભેગાં થઈને એક બીજાનું હૃદય ખાલી કરતાં હતાં. અરેરે....ભાઈ! આપણે મા-બાપ આપણને મૂકીને ચાલ્યા ગયા ત્યારે આપણી આ દશા થઈને? “આ બાલવયમાં કેઈના મા-બાપ મરશો નહીં.” બાળપણમાં કેઈના મા-બાપ કદી મરશે નહિ. મા વિનાના સૂના વા થઈ જાય છે. એક દિવસ રાત્રે ભાઈ બહેન ઓટલે બેસીને રડતા હતાં. ભાઈ કહે છે બહેન! આજે જંગલમાં લાકડા લેવા ગયો હતે પણ સૂકા લાકડા મળ્યા નહિં એટલે લીલા લાકડા લાગે તેથી મામીએ મને ડેક ઉપર લાકડું માર્યું છે. એટલે ડેક બહુ દુઃખે છે. ત્યારે બહેન કહે છે ભાઈ! શું વાત કરું ? આજે હું દળતાં થાકી ગઈ ને હેજ ઉભી થઈ એટલે મને કેડમાં લાકડીને ખૂબ માર માર્યો છે તેથી કેડ ભાંગી ગઈ છે. આટલે માર માર્યો, કામ કરાવ્યા પણ ખાવા આપ્યું નથી. બંને વાત કરે છે ને રડે છે. પાડોશી એટલે તે હતે તેણે બાળકની કહાની સાંભળી. એનું હૃદય કંપી ઉઠયું. અ હા હા...બાળકે કેટલું દુઃખ સહન કરે છે ? ભાઈ કહે છે બહેન! આ મામીને ત્રાસ હવે સહન થતું નથી. બહેન કહે છે ભાઈ ! પણ હવે આપણે કયાં જઈએ ? આપણું કોણ છે? બે વર્ષ સુખે દુઃખે કાઢી નાખીએ. પછી મામા મને સારે ઘેર પરણાવશે અને તારા બનેવી સારા હશે તે હું તને તેડાવી લઈશ ને આપણું દુઃખ દૂર થશે. આ બધી વાતે સાંભળીને પાડેલી પિતાના ઘરમાંથી ખાવાનું લઈ આવ્યા ને કહ્યું, બેટા ! જમી લે. બાલુડા કહે છે કાકા ! તમે લઈ જાઓ. મામી જાગશે તે તમારું પણ આવી બનશે ને અમને મારશે. પૂર્વભવમાં પાપ કર્યા છે તે અહીં ભેગવી રહ્યાં છીએ. પાડોશીએ કહ્યું કે મામી તમને ખૂબ દુઃખ દે છે તેથી ચાલે, હું તમને મારે ઘેર રાખીશ. મને તમારી ખૂબ દયા આવે છે. ત્યારે બાળકે કહે છે ના, અમને મામી ગમે તેટલું લખ દે છે