________________
શારદા દર્શન
પણ ઘરમાં તે રાખે છે ને? એમને મહાન ઉપકાર છે. આ રી વાત સાંભળી પાડોશી ગળગળો થઈ ગયો ને ચાલ્યા ગયે.
બને દુઃખના માર્યા સૂતા છે ત્યાં મામી જાગી અને દંડે લઈને મારવા લાગી કે અભાગી ઉઠ, કયાં સુધી સૂઈ રહીશ? મામીને અપાર ત્રાસ હેવાથી રડતા બાળકે બેલ્યા, અરે રે હે માતા! જો તારે અમને આવા દુઃખમાં મૂકીને જવું હતું તે શા માટે જન્મ આપો ? તારી સાથે લઈ જવા હતા ને? આમ કહી ખૂબ રડ્યા. બહેન કહે છે ભાઈ! મારે હવે મામીને ઘેર આવવું નથી. હું તે ગળે ફાંસો ખાઈને મરી જઈશ. ભાઈ કહે છે બહેન! આપણી બા કહેતી હતી કે આપઘાત કરી એ મહાપાપ છે. એમ મરવું નથી. હવે ડયું તેટલું દુઃખ વેઠવાનું નથી. શાંતિ રાખ. આમ જ્યારે બહેન દુઃખથી કંટાળે ત્યારે ભાઈ આશ્વાસન આપે અને ભાઈ કંટાળે ત્યારે બહેન આશ્વાસન આપે. આમ કરતાં બહેન સોળ વર્ષની થઈ તે ઘણી રૂપાળી છે તેથી સારા ઘરના માંગા આવ્યા છતાં મામીએ ગરીબ ઘેર પરણાવી.
' હવે સાસરે ઘરના બધા ખૂબ કામ કરાવે. છતાં પેટ ભરીને ખાવા ના આપે. આમ કરતાં દિવસોને મહિનાઓ ગયા, ત્યાં પણ સુખ ના મળ્યું. સાસુએ મારીને કાઢી મૂકી. પતિ ઉપરાણું લેવા ગયા તે તેને પણ કાઢી મૂક્યા. છોકરીની આંખમાંથી બેર બેર જેટલા આંસુ પડવા લાગ્યા. અહ કર્મરાજા! તમારી લીલા ન્યારી છે! બાળપણમાં મા-બાપ મરી ગયા અને મામાને ઘેર આવવું પડ્યું. મામીએ જુલમ દુઃખ દીધા છતાં હિંમત હતી કે અહીં ભલે દુઃખ પડે પણ સાસરે તે સુખ મળશે, પણ મને તે કયાંય સુખ ના મળ્યું. પતિ પત્ની બંને એક ઝાડ નીચે જઈને બેઠા. બંને ખૂબ રડ્યા. પતિ કહે છે તારા દુઃખની વાત સાંભળીને મારું કાળજું કંપી જાય છે, પણ શું કરું? હું લાચાર છું.
પુણ્યને સિતારે પ્રગટયો” - બંને જણા જંગલમાં જઈને એક વૃક્ષ નીચે બેસી એક ચિત્તે પ્રભુને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! અમને દુઃખમાંથી બચાવ. તારા સિવાય અમારે કઈ આધાર નથી. આમ અંતઃકરણથી પ્રાર્થના કરી રહ્યા છે ત્યાં અવાજ આવ્યું કે હવે તમારા દુઃખનો અંત આવ્યો છે, શાંતિ રાખે. તમે જ્યાં બેઠા છે તેનાથી સામે ત્રણ હાથ દૂર જમીન દે. બાઈના પતિએ ખાડે ખેદ તે ઝગમગતા રત્નથી ભરેલું એક ડેઘલું નીકળ્યું. આ જોઈને છેક રાજી રાજી થઈ ગયે, પણ છોકરી કહે છે સ્વામીનાથ ! આ કેઈ નું દાટેલું હશે, તે આપણાથી કેમ લેવાય? પારકું ધન લેવું એ મહાપાપ છે. પૂર્વભવમાં પાપ કરીને આવ્યા છીએ તે દુઃખ ભોગવીએ છીએ. આ ભવમાં કેઈનું ધન લઇશું તે ક ાં સુખી થઈશું? દુઃખમાં પણ કેટલી પવિત્ર ભાવના છે! છેકરી લેવાની ના પાડે છે ત્યારે ફરીને અવાજ આવે છે કે દીકરી ! એ ધન કેઈનું નથી. તમે લઈ લે. છેકરી પૂછે છે તમે કેણ છે?