________________
શાશા ભાગી જાય તેમ સતી દમયંતીને જોઈને હિંસક છ ભાગવા લાગ્યા
બંધુઓ! ભલે દમયંતી એકલી હતી પણ તેના સતીત્વનું તેજ ઝળકતું હતું. વાઘ, સિંહ, સર્પ વિગેરે તેને જોઈને ભાગી જવા લાગ્યા. દમયંતી થોડે દૂર ગઈ ત્યાં તેણે એક મોટા સાર્થને જો જો, એટલે તેના મનમાં થયું કે હું આ સાર્થના ભેગી થઈ જાઉં ને તેની સાથે ચાલુ તે મને સારું પડશે, એમ વિચારીને સાર્થના ભેગી થઈ ગઈ ને નિશ્ચિત બનીને ચાલવા લાગી. આગળ ચાલતાં ચેર લૂંટારાઓનું મોટું ટેળું આવ્યું ને સાથ ને ઘેરી લીધે ને લુંટારાઓ સાર્થને લૂંટવા લાગ્યા. સાથે ભયભીત બની ગયે. આ સમયે દમયંતી પિતાના સતીત્વના પ્રભાવે જોરથી બેલી. ખબરદાર! આ સાર્થને હેરાન કર્યો છે તે ? હમણાં બળીને ભસ્મ થઈ જશે. આટલા શબ્દો સાંભળીને લુંટારા ધ્રુજી ઉઠયા ને લૂંટેલે માલ ત્યાં મૂકીને ભયભીત થઈને ભાગી ગયા. સાર્થવાહ કહેવા લાગ્યા કે આ કેઈ દેવી છે. આપણને બચાવવા જ અહીં આવ્યા લાગે છે. આજે એ ન હોત તે આપણું મેત થઈ જાત. બધા સાર્થવાહ અને તેના નાયક દમયંતીના ચરણમાં પડી ગયા ને બેલ્યા-દેવી! તમારી કૃપાથી અમે બચી ગયા. સાર્થ પતિએ પૂછયું-બહેન! તમે કઈ દેવી છે કે મનુષ્યાણી? કેણુ છે? અને આવા ભયંકર જંગલમાં એકલા કેમ આવ્યા છે ? ત્યારે દમયંતીએ સાર્થપતિને પિતાના ભાઈ સમાન ગણુને નળરાજા જુગાર રમ્યા ત્યારથી માંડીને જંગલમાં તેને ત્યાગ કર્યો તે બધી વાત કહી. સાર્થપતિએ પોતાની બહેન સમાન ગણ દમયંતીને પિતાના તંબુમાં લઈ જઈ તેને ભેજન કરાવ્યું ને તેને ખૂબ સત્કાર કર્યો.
| વનવગડામાં દમયંતી :- સવારમાં સાથે આગળ ચાલ્યો. ઘણે દૂર જઈને બીજે પડાવ નાંખ્યો. જેમાસાનો સમય થયો હતો એટલે એકાએક વાદળાં ચઢી આવ્યા. ખૂબ ગાજવીજ ને કડાકા થયા ને મૂશળધાર વરસાદ તૂટી પડે. ચારે બાજુ બંબાકાર પાણી પાણી થઈ ગયું. વરસાદ બંધ થયે પણ પાણી ખૂબ ભરાઈ જવાથી અને માટીમાં કીચડ થવાથી ગાડી ચલાવી શકાય તેમ ન હતું, આ પરિસ્થિતિ જોઈને દમયંતીએ વિચાર કર્યો કે જ્યાં સુધી કીચડ સૂકાશે નહિ ત્યાં સુધી ગાડા ચલાવી શકાશે નહિ. એટલે આ સાર્થને તે ઘણો સમય અહીં રોકાવું પડશે. માટે આ સાર્થની સાથે કયાં સુધી રોકાવું? હું એકલી સાર્થને છોડીને ચાલી જાઉં. આમ વિચાર કરીને સતી દમયંતી સાર્થમાં કેઈ ને પણ કહ્યા વિના એકલી ચાલી નીકળી. કારણ કે કહેવા જાય તે તેને કેઈ જવા દે નહિ. એટલે બધા ઉંઘતા હતા તે સમયે દમયંતી પંચ પરમેલડીનું સ્મરણ કરીને આગળ ચાલી. હવે દમયંતીને માર્ગમાં કેવા કેવા કષ્ટ પડશે ને શું બનશે તેના ભાવ અવસરે.