________________
४१६
શારદા દર્શન
છે. અજ્ઞાનના કારણે જીવ પાપ કર્મના બંધનમાં રક્ત રહે છે.
એક શંભુ નામના રાજા પૂર્વનું પુણ્ય બળે ખૂબ સત્તાધીશ હતા. રાજ્ય ચલાવવાનું તેનામાં જ્ઞાન હતું પણ આત્માનું જ્ઞાન ન હતું. એટલે પાપકર્મ કરતાં અચકાતા નહિ, શિકાર કરીને પશુઓની ખૂબ હિંસા કરતા, પિતાની રાજસત્તાના જોરથી ગમે તેવી સ્ત્રીઓ અને બહેન દીકરીઓને ઉપાડી જતા. પ્રજાનું ફાવે તેટલું ધન પડાવી લેતા. આવા પાપ કરવામાં રાજા રક્ત રહેતા હતા. કદી એમને વિચાર થતું ન હતું કે આ પાપ કરું છું તે મારું શું થશે ? એક વખત આ રાજા સભામાં બેઠા હતા તે વખતે આકાશમાંથી એક ચિઠ્ઠી તેના ખોળામાં પડી. એમાં લખ્યું હતું કે “જે માણસે ધર્મથી મળેલા સુખેથી અધર્મ કરે છે એ નરાધમ ધર્મના વિશ્વાસઘાતક છે, ધર્મના દ્રોહી છે.
શંભુરાજાના મેળામાં પડેલી ચિઠ્ઠી એમણે વાંચી ને હૃદયમાં ધ્રાસ્ક પડી ગયે ને વિચાર કરવા લાગ્યું કે હું આ શું કરી રહ્યો છું? ધર્મ માટે દ્રોહ કરી રહ્યો છું. જે ધર્મે મને રાજસત્તાના સિંહાસને બેસાડયે એની સત્તાના બળથી હું ચોરી, વ્યભિચાર, હિંસા, વિગેરે અધર્મનું સેવન કરીને ધર્મનું ખૂન કરી રહ્યો છું. મારા જેવા મહાન પાપીનું શું થશે? આ રાજા હતા મહાપાપી પણ એક ચિઠ્ઠી વાંચીને ચોંકી ઉડ્યા. પાપના ભયથી તે થરથર ધ્રુજવા લાગ્યા. તમે આ રાજા જેવા પાપી તે નથીને? બેલે, તમને પાપની ધ્રુજારી થાય છે? શંભુરાના વિચાર કરવા લાગ્યા કે હાય! મેં મારી જીંદગી ધર્મનાં દ્રોહમાં ગાળી ? અજ્ઞાનપણે પાર વિનાના પાપ કર્યો. મારું શું થશે ? આ વિચારથી બેચેન બની ગયા ને સભા બંધ કરીને મહેલમાં ચાલ્યા ગયા, ને ખૂબ ચિંતામાં પડી ગયા. બસ, હવે મારે જીવીને શું કામ છે? મારા જેવા પાપીથી આ પૃથ્વી ઉપર ભાર વધી ગયા છે. આના કરતાં આપઘાત કરીને મરી જાઉં. રાજા આમ વિચાર કરી રહ્યા હતાં ત્યાં પ્રધાન આબે, પ્રધાને રાજાને પૂછ્યું. સાહેબ! આપ સભા બરખાસ્ત કરીને કેમ ચાલ્યા ગયા ? રાજાએ કહ્યું હવે મારે જીવવું નથી. પ્રધાને કહ્યું શા માટે જીવું નથી? રાજાએ ચિઠ્ઠી સબંધી વાત કરીને કહ્યું કે મારે હવે મારું પાપથી ખરડાયેલું કાળું મોટું કઈને બતાવવું નથી. હું તલવારથી મારું ગળું કાપી નાંખીશ ને મારા જીવનને અંત લાવીશ. પ્રધાન ધમી હતે. ઘણી વખત રાજાને પાપથી અટકાવવા પ્રયત્ન કર્યા હતા પણ રાજા કંઈ સમજયા નહિ પણ અત્યારે પ્રધાને કહ્યું–સાહેબ! જે તમને પાપને સાચે ડર લાગે હોય તે હવે પાપ કરવાનું છોડીને ધર્મ કરે તે પાપનો અંત આવશે પણ આપઘાત કરીને જીવનને અંત લાવવાથી પાપનો અંત નહિ આવે. પાપકર્મને નાશ કરવા માટે ધર્મ કરે. પ્રધાનના સદુપદેશથી રાજાનું અજ્ઞાન ટળી ગયું. એમના જીવનમાં જ્ઞાનને દિપક પ્રગટ ને ધર્મમય જીવન ગાળવા લાગ્યા.
જેનાથી આત્માને સંપૂર્ણ વિકાસ થાય તેનું નામ ધર્મ. ભગવાને કેને ધર્મ કહ્યો છે તે જાણે છે ને? “દંતા રંક તકો ભગવંતે દશવૈકાલિકસૂત્રમાં અહિંસા,