________________
શારદા દર્શન એના ઉપર પથ્થર ફેંકયો, અને એનું પૂંછડું પકડીને લાકડીથી મારવા લાગે. એટલે હાથી ત્રાસી ગયે ને ક્રોધાયમાન થઈને નળરાજાની પાછળ દડવા લાગે. તેથી નળરા જ પિતાનું વસ્ત્ર હાથીના માથા ઉપર નાંખ્યું એટલે હાથી ગૂંગળાઈ ગયે. તરત નળરાજા હાથી ઉપર ચઢી ગયાને અંકુશ વડે વશ કરીને હસ્તિશાળામાં લાવીને બાંધી દીધે. જે હાથીને કઈ વશ ન કરી શકયા તેને આ કુબડાએ પલકારામાં વશ કર્યો. આથી નગરજને તેને જયનાદ પિકારવા લાગ્યા. રાજાએ પણ તેને ખૂબ શાબાશી આપી. તેના ગળામાં કિંમતી રને હાર પહેરાવ્યો અને પિતાની બાજુમાં સિંહાસને બેસાડે ને તેની ખૂબ પ્રશંસા કરીને કહ્યું, ભાઈ! તે મારી નગરીને મોટા ભયમાંથી બચાવી. નગરમાં શાંતિ શાંતિ થઈ ગઈ. તું ન આવ્યું હોત તે મારી ગરીનું શું થાત? ભાઈ! તું દેખાવે તે કૂબડે છે પણ તારામાં ગુણે ઘણું દેખાય છે. આવા ગાંડા હાથીને વશ કરવાની વિદ્યા તને કોણે શીખવાડી? અને તું કયા ગામનો છે?
રાજાના પૂછવાથી નળરાજાએ કહ્યું, હે મહારાજા! હું નળરાજાને ડિક નામને રસેઈ છું. મને સૂર્ય પાક રસોઈ બનાવતાં આવડે છે. એ રસોઈ નળરાજા અને મારા સિવાય કોઈને બનાવતાં આવડતી નથી. એટલે નળરાજાને હું ખૂબ વહાલે છું. તેથી નળરાજાએ પ્રેમથી મને આ વિદ્યા શીખવાડી છે. મારા નળરાજા ખૂબ પવિત્ર હતાં પણ તેમના ભાઈ કુબેરે કપટ કરીને તેમને જુગાર રમાડયા. જુગારમાં રાજપાટ હારી ગયા ને દમયંતીને લઈને વનમાં ગયા. નળરાજા દમયંતીને વનમાં એકલી મૂકીને ચાલ્યા ગયા. માર્ગમાં નળરાજાને સર્પદંશથયો ને મરણ પામ્યા. એટલે હું એકલે આપની પાસે આવ્યો છું.
દધિપણું રાજાએ કુબડાના મુખેથી વાત સાંભળી અને કહ્યું હું....નળરાજા મરણ પામ્યા? એ તે મારા ખાસ મિત્ર થાય છે. એમ કહીને ખૂબ રડવા લાગ્યા ને કહ્યું. એની પત્ની દમયંતીનું શું થયું હશે ? આપણે તેને લઈ આવીએ. ત્યારે કુબડાએ કહ્યું-મહારાજા! વનવગડામાં એ કયાંથી આવતી હોય ! એને જંગલી સિંહ આદિ પશુઓએ ફાડી ખાધી હશે. આથી રાજાને ખૂબ દુઃખ થયું. થડા દિવસ શેક પાને કુબડાને રાજાએ પોતાના રાજયમાં રાખ્યા. એક દિવસ રાજાએ કહ્યું કે તને સૂર્ય પાક રસોઈ બનાવતાં અવડે છે તે મને બનાવી આપ. મને તે જમવાની ઈચ્છા થઈ છે. કુબડાએ કહ્યુંભલે, હું બનાવી આપીશ. સૂર્ય પાક રસઈ બનાવવા માટે જે સામગ્રીની જરૂર હતી તે રાજાએ આપી. કુબડા હુંડિકે રસોઈ બનાવવાના વાસણમાં વસ્તુઓ નાંખી અને સૂર્યના તાપમાં મૂકીને વૈવસ્વતિ વિદ્યાનું સ્મરણ કરીને સુંદર રસોઈ બનાવી. રસોઈ તૈયાર કરીને રાજાને જમવા માટે આમંત્રણ આપ્યું. રાજાએ પોતાના પરિવાર સહિત સૂર્યપાક રસોઈનું ભેજન કર્યું ને ખૂબ આનંદ પામ્યા. અહો ! અત્યાર સુધી ઘણું જમ્યા પણ આવું કદિ જમ્યા નથી. શું રસોઈનો સ્વાદ છે ! જમ્યા પછી ખુશાલીમાં હુંડિકને કિંમતી વસ્ત્રાલંકાર, એક લાખ સોનામહેરો અને પ૦૦ ગામ ભેટ આપ્યા. ને કહ્યું કે તે આ સૂર્ય પાક