________________
શારદા દર્શન
ભજન જમાડ્યું તેની ભેટ આપું છું, પણ હજુ તે ગાંડા હાથીને વશ કરીને મારી નગરીને બચાવી છે. તેના બદલામાં તને મારું રાજ્ય આપવાનું તે બાકી છે પણ તું લેવાની ના પાડે છે તેથી અટકયું છે.
હંડિકે કહ્યું – મહારાજા ! આપે મને અહીં રાખે છે તે ઘણું છે. મારે હાથી વશ કર્યાના બદલામાં તમારું રાજ્ય નથી જોઈતું અને સૂર્ય પાક રસોઈ જમાડી તેના બદલામાં ૫૦૦ ગામ, એકલાખ સોનામહોરે અને વસ્ત્રાલંકારે વિગેરે મારે કંઈ નથી જોઈતું. ત્યારે રાજાએ કહ્યું, તે તારી જે ઈચ્છા હોય તે માંગ, હુંડિકે કહ્યું કે જો આપ મારા ઉપર પ્રસન્ન થયા છે, ને ખુશીથી માંગવાનું કહે છે તે હું એટલું માંગુ છું કે આપના રાજયમાં જ્યાં સુધી આપની આણ વર્તાય છે ત્યાં સુધીની હદમાં જુગાર, શિકાર અને દારૂ આ ત્રણ વ્યસન ન હોવા જોઈએ. આ ત્રણને નિષેધ કરાવે. બંધુઓ ! નળરાજાને અનુભવ થયો હતું કે જુગાર કેટલે ખરાબ છે ને તેમાં કેટલી ખરાબી થાય છે તથા શિકાર અને દારૂ તે હાનિકારક છે જ એટલે ત્રણ વ્યસને બંધ કરાવવાનું વચન માંગ્યું. તેથી રાજા ખુશ થયા ને પિતાના રાજ્યમાં અમારી પડહ વગડાવ્યો કે મારા રાજ્યમાં જે કોઈ જુગાર રમશે, દારૂ પીશે અને શિકાર કરશે તેને ફાંસીએ ચઢાવવામાં આવશે. એટલે રાજ્યમાં જુગાર, શિકાર અને દારૂ એ ત્રણે વ્યસને બંધ થઈ ગયા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૫૯ હિ. માવણ વદ ૯ ને મંગળવાર જન્માષ્ટમી તા. ૬-૯-૭૭
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાન પુરૂષે ફરમાવે છે કે હે ભવ્ય છે! જે તમારે આત્માનું કલ્યાણ કરવું હોય તે મેહનિંદ્રાને ત્યાગ કરે અને ધર્મ આરાધના કરવા માટે જાગૃત બને. અનાદિકાળથી આપણે આત્મા અજ્ઞાનના કારણે પિતાના સ્વરૂપનું ભાન ભૂલીને પૈસા, પત્ની, પુત્ર અને સત્તામાં સુખ માની રહ્યો છે. અજ્ઞાન એટલે શું ? જડ અને ચેતનના વિવેકને અભાવ. હું કોણ છું, મારું શું સ્વરૂપ છે? ને જેને હું મારું માનું છું તેમાં મારું શું છે? તેનું જ્ઞાન કે ભાન નથી તે અજ્ઞાન છે. જ્ઞાની ભગવંતે કહે છે કે આ જગતમાં જીવને જ્ઞાન જેવું સુખ નથી ને અજ્ઞાન જેવું દુઃખ નથી. આચારાંગ સૂત્રમાં પણ ભગવંતે કહ્યું છે કે “ ત્તિ ના મહિલા સુલઉં.” આ લેકમાં જીવને દુઃખનું કારણ હોય તે તે અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે જીવ વિષય ભોગમાં સુખ માને છે ને તપ ત્યાગ રૂપ ધર્મમાં દુઃખ માને છે. સંસાર અસાર છે ને મેક્ષ સાર છે. આવા જ્ઞાનને અભાવ તેનું નામ અજ્ઞાન શા.-૫૯