________________
શારદા દર્શન
૪૦ વિષય વાસનાનો તાવ ભરી હોય તેને સંયમની મીઠાશને સ્વાદ કયાંથી આવે? અત્યાર સુધી હે ભગવંત ! મારા આત્માને વિષયવાસનાને તાવ ભરાયા હતા એટલે ચારિત્ર ધર્મ કહે ઝેર જેવું લાગતું હતું. ચારિત્રનું નામ સાંભળવું ગમતું ન હતું. હવે મારે તાવ ઉતર્યો છે, એટલે ચારિત્ર લેવાની રૂચી થઈ છે. હવે હું ક્ષણને પણ વિલંબ કર્યા વિના ચારિત્ર અંગીકાર કરીશ. એ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે સ્ત્રીઓ કહે છે નાથ ! અમે તમને દીક્ષાની આજ્ઞા નહિ આપીએ. ત્યારે કહે છે
વીસ ચોવીસ વર્ષો સુધી તે મને તમે સંસારમાં રોકી દીધું. હવે તે રજા આપે. જેને ઠરાગ્ય દઢ હોય છે તેને કોણ રોકી શકે છે? સ્ત્રીઓને રજા આપવી પડી. રજા મળતાં મેતારજે દીક્ષા લીધી. દીક્ષા લઈને કર્મોને તેડવા માસખમને પારણે માસખમણની ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. તેમણે એક જ વિચાર કર્યો કે ચીકણું કર્મોને ખપાવવા માટે તપની અવશ્ય જરૂર છે. માટે જ્યાં સુધી કાયામાં કસ છે ત્યાં સુધી કાઢી લઉં. કર્મ ખપાવવાને આવો અવસર ક્યાંથી મળશે ? હશે હશે કર્મો બાંધ્યા છે તેને ખપાવવા હોંશે હશે ધર્મ કરી લઉં. આ વિચાર કરી કર્મો ખપાવવા માટે હોંશે હોંશે તપ કરવા લાગ્યા. આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - દેવરૂપે નળરાજાના પિતાએ ગુટીકા અને કરંડી આપે તેમજ શિખામણ આપી કે તું જુગાર રમે તેનું આ પરિણામ છે હવે આવી ભૂલ ના કરીશ, બેલ, તારે કયાં જવું છે? નળરાજાએ કહ્યું – પિતાજી મને સુસુમરપુર જવું છે. મને ત્યાં પહોંચાડી દો. આ પ્રમાણે કહેવાથી દેવે તેને ઉંચકીને સુસુમારપુરના દરવાજે મૂકી દીધે. એટલે નળરાજા કુબડારૂપે નગરમાં ચાલ્યા. નગરના લેકે આમથી તેમ નાશભાગ કરતા હતા અને એકબીજાને ભાગે કહી બૂમો પાડતા હતા. એના મનમાં થયું કે આ લેકે બૂમાબૂમ કેમ કરતા હશે ? એ જાણવા માટે આગળ જાય છે. ત્યારે લોકો કહે છે અરે કુબડા! તું કયાં જાય છે? મરી જઈશ. પાછા વળ, તે કહેશું છે? લેકે કહે છે તને ખબર નથી? આપણા રાજાને હાથી ગાંડે થયો છે તેણે મહાવતોને મારી નાંખ્યા, ઝાડ, મકાન, મંદિર વગેરેને તોડી નાંખ્યા ને કંઈક માણસોનો સંહાર કરી નાખ્યા. રાજાએ તેને વશ કરવા ઘણાં ઉપાયે કર્યા પણ કઈ રીતે હાથી વશ થતો નથી. તેથી આ નગરીના દધિપણું રાજાએ જાહેરાત કરાવી છે કે જે કઈ આ હાથીને વશ કરશે તેને મારી તમામ લક્ષમી આપી દઈશ. આમ વાત કરતાં હતાં ત્યાં સામેથી મદોન્મત બનેલ યમરાજ જેવા પ્રચંડકાય હાથીને દોડતો આવતો જોયે.
નળરાજા હાથીની તરફ વેગથી દોડયા. ત્યારે ઘણાં લેકેએ તેને કહ્યું છે કુબડા ! હાથે કરીને શા માટે મરણના મુખમાં ધકેલાય છે? પણ આ તે કેઈનું સાંભળતાં નથી. સિંહની જેમ ગર્જના કરતાં નળરાજાએ હાથીની સામે જઈને કહ્યું, હે દુષ્ટ માતંગ ! તું આ નગરજેને હેરાન કરી રહ્યો છું. આવી જા મારી સામે. એમ કહી