________________
શારદા દર્શન કહે કે મમ્મી કહે પણ એ શબ્દમાં પ્રેમ નથી દેખાતે. માતાનું સંતાન પ્રત્યે કેટલું વાત્સલ્ય હોય છે તે ઉપર એક ઈતિહાસની વાંચેલી વાત યાદ આવે છે.
મહારાણી વિકટેરીયાની એલીસ નામે એક પત્રી હતી. એને દશ વર્ષને એક પુત્ર હતા. માતાને સંતાન કેવા વહાલા હોય છે તે આ એલીસની કહાની ઉપરથી તમને સમજાશે. એલીસના દશ વર્ષના બાબાના હદયમાં રસી થઈ ગઈ. આ રોગ ભયંકર હતે. હદયમાં રસી થવાના કારણે એમાં ઝેરી જંતુઓની ઉત્પત્તિ થઈ અને એના શ્વાસ દ્વારા ફેલાતા જંતુઓ જીવલેણ હતાં. આ બાળકને સ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યા. આ તે મહારાણી વિકટેરીયાની વહાલી પૌત્રીને પુત્ર હતો એટલે એની સારવારમાં શું ખામી હોય ? સારામાં સારી હોસ્પિતાલ અને તેમાં સારા સાધનામાં એને રાખવામાં આવ્યો. મેટા મોટા ડેકટર અને સીસ્ટર એની સારવારમાં હાજર થયા. બરાબર તપાસ કરી રોગનું નિદાન કરીને ડોકટરોએ મહારાણી વિકટેરીયાને ખાનગીમાં કહી દીધું કે આ છોકરે ચાર દિવસથી વધુ જીવી શકશે નહિ કારણ કે એના શ્વાસના જંતુઓ એવા ઝેરી છે કે જે કઈ તંદુરસ્ત માણસના શરીરમાં દાખલ થશે તે એ ચોવીસ કલાકમાં મૃત્યુ પામશે. બાળકના શરીરમાં તે એ ઝેરી જંતુઓને પ્રતિકાર કરનારા બીજા જંતુઓ પેદા થયાં છે એટલે એ ચાર દિવસ જીવી શકે પણ એની પાસે જનારના શરીરમાં જે એ ઝેરી જંતુઓ દાખલ થાય તે ચોવીસ કલાકમાં જ મૃત્યુ પામે. માટે આપ આપની પૌત્રી એલીશને કાબુમાં રાખજે. કઈ પણ વ્યક્તિને એની પાસે જવાની અમારી સખ્ત મનાઈ છે. આમ ડોકટરોએ કહી દીધું.
દીકરાને જોતાં માતાનું વધાયેલું હૃદય ઃ આ બાબાની પાસે હેકટરે અને નર્સે રહે છે. બીજા કેઈને તેની પાસે આવવા દેતા નથી. એલી હસ્પિતાલમાં તે આવી છે પણ પિતાના વહાલા યા દીકરાને દૂરથી જોયા કરે છે, એની પાસે જવા મન તલસી રહ્યું છે પણ વચમાં ડોકટરો અને નર્સે ઉભા હતાં. એ જવા માટે પ્રયત્ન કરે છે પણ ડોકટરો એને જતી અટકાવે છે. એના પુત્ર પ્રત્યેનો મોહ જઈને ડોકટરોના મનમાં થયું કે આ એલીશને સાચવવી મુશ્કેલ છે. જ્યારે એના દીકરા પાસે દોડી જશે, એના કરતાં એ અંદર જઈ શકે નહિ એવું કરીએ. એટલે એના રૂમના દરવાજા આડા દેરડા બંધાવી દીધા, એટલે દેરડાની અંદર જઈ શકે નહિ. બહારથી ઉભા ઉભા વાત કરી શકાય. એલીસ બીજે દિવસે હોસ્પિતાલમાં આવી. આજે તે આ ડું દેરડું જોયું. ત્યાં જ ઉભી રહી. પહેલે દિવસે તે બાબે બેભાન હતું એટલે વાંધે આ નહિ પણ બીજે દિવસે ભાનમાં હતું. માતાને બહાર ઉભેલી જોઈને તે કહે છે.