________________
શારદા દર્શન
૨૮૯ બધું ખૂણામાં મૂકી રાખ્યું ને નિયમ લીધું કે મારે રાજ દશ પુરૂષને વૈરાગ્ય પમાડે. નંદીષેણ મુનિ વેશ મૂકી બન્યા વેશ્યા પ્રેમી. પરંતુ વેશ્યાના ઘરમાં પણ રોજ દશ માણસને ઉપદેશ આપી બંધ પમાડતા પછી જ ભોજન કરતા. બાધ ઉપાશ્રયમાં નહિ પણ વેશ્યાના ઘરમાં રહીને બેધ, તે બધ આપવાને કેને? દુરાચારીને, ભેગના કીડાઓને. વ્યાખ્યાન સાંભળવા આવનારને નહીં હાં, કેવી હશે એ દેશનાની લબ્ધિ! શું કહેતા હશે એ દેશનામાં? એ કહેવાની શૈલી આપણને નહિ આવડે. પણ કહેતા હશે એવું કંઈક કે જન્મ પામ્યા ત્યારથી મૃત્યુની ફાંસી તૈયાર છે. દેના અધિપતિ ઈન્દ્ર હે, ભિખારી હો કે ચક્રવતિ હે પણ બધાને માટે મૃત્યુની ફાંસી તૈયાર છે. સરકાર કેઈને ફાંસી આપે તે જાહેર કરે કે આ તારીખે ફાંસી અપાશે પણ મૃત્યુની ફાંસીમાં ખબર નથી કે કયારે મૃત્યુ છે છતાં માની લીધું છે કે મૃત્યુની ફાંસી માટે આપણે બહુ મોટી મુદત છે તેથી મજા કરી લે. તેથી જન્મ દિવસે મિષ્ટાન્ન જમાય છે. ત્યાં એ ખબર નથી કે જન્મ દિવસ એટલે મૃત્યુની નજીક થયા. યાદ રાખજે કે માનવ જીવનનું સુવર્ણરસ સમાન આયુષ્ય ક્ષણે ક્ષણે ઢળી રહ્યું છે. નંદીષેણની આવી ધર્મદેશનાથી વેશ્યાને ઘરે આવેલા કામાંધ માણસે પ્રતિબંધ પામી જતા. એવી લબ્ધિ હતી એમની દેશનાની.
આમ કરતાં બાર વર્ષે તેમનું ભોગાવલી કર્મ પૂરું થયું. એક દિવસ એવે ઉગે કે નવ ને બૂઝવ્યા પણ દશમ સોની બૂઝતું નથી. બપોરના બાર વાગ્યા પણ બૂઝ નહિ. ત્યારે વેશ્યાએ કહ્યું નાથ! હવે ઉઠો ત્યારે કહે છે મારી પ્રતિજ્ઞાને ભંગ નહિ કરું. બે-ત્રણ વાગ્યા. રસોઈ ઠરી ગઈ ત્યારે વેશ્યાએ કહ્યું-હવે તે ઉઠે. તે કહે છે, ના, એને બુઝવ્યા વિના નહિ ઉઠું, ત્યારે વેશ્યા મજાકમાં બોલી એ ન બૂઝે તે દશમા તમે બૂઝી જાઓ. વેશ્યાના આ શબ્દો સાંભળી નંદીષેણ ઉભા થઈ ગયા. પીરસેલા ભોજન થાળમાં પડયા રહ્યા ને નંદીષેણ સાધુને વેશ પહેરીને ચાલી નીકળ્યા.
ટૂંકમાં આપણે આ દષ્ટાંતથી એ સમજવું છે કે જેની શ્રધ્ધા મજબૂત હોય તે ઠેકાણે આવી જાય છે, પણ જેની શ્રધ્ધા ફરી જાય છે તે ઠેકાણે આવી મુશ્કેલ છે. આ માટે જ્ઞાની કહે છે કે જિનવચનમાં શંકા ન કરશે...અહીં દેવકી માતાના મનમાં સંશય થયા છે કે મુનિના વચન શું અસત્ય થયા? “ના.” તે આમ કેમ બન્યું? આ શંકારૂપી કાંટે મારા અંતરમાં રાખવો નકામે છે. આ કાંટે કાઢનાર ત્રિલેકીનાથ નેમનાથ પ્રભુ પધાર્યા છે તે હું ભગવાન પાસે જાઉં. ત્યાં જઈને પ્રભુને વંદન નમસ્કાર કરીને મારા મનમાં જે શંકા છે તે પૂછીશ. આ પ્રમાણે મનમાં વિચાર કર્યો. હવે ભગવાન પાસે જવા માટે કૌટુંબિક પુરૂષને બેલાવશે ને શું કહેશે તેના ભાવ અવસરે,
૩૭