________________
સારા દર્શન ચિંતા કરતા હતા. તારી યાદ અમને કેટલી સતાવતી હતી એ તે અમારું મન જાણે છે. તારા વિના અમારા જીવ અધ્ધર થઈ ગયા. તું કયાં ગયે હતે? ત્યારે કહે છે પિતાજી! સ્ટેશને ઉતર્યા પછી હું થેલે લઈને ઉતર્યો ને જોયું તે આપણે થેલે બદલાઈ ગયેલું. તેની તપાસ કરવા રહો. ઘણી તપાસ કરી પણ આપણે થેલે જતે રહ્યો ને બીજા કેઈને થેલે આવી ગયા છે. આટલું બોલતાં રમેશની આંખમાં ઝળઝળીયા આવી ગયા. ત્યારે એના પિતાજીએ કહ્યું-રમેશ! એમાં ઢીલા થવાની તારે જરૂર નથી. આપણે થેલે ગયે ને બીજે આવ્યું છે ને ? રમેશે કહ્યું-પિતાજી! એની મને ચિંતા નથી પણ કેઈને થેલો આવી ગયો તેની મને ચિંતા છે. પિતા કહે-એમાં ચિંતા શાની? આપણે થેલે ગયે ને બીજાને આપણી પાસે આવ્યું તે રાખી લેવાનો. આપણા થેલામાં જે ચીજ છે તે તે વાપરશે ને એની આપણે વાપરીશું. રમેશે કહ્યું-પિતાજી! પારકે માલ રાખે તે પાપ છે. ભાઈ! પણ તું કયાં ચેરી કરીને લાવ્યા છે? આપણે ચોરી કરી નથી પછી પાપ શેનું? ભીડમાં ભૂલથી કેઈને થેલે આવી ગયે એ પાપ ન કહેવાય. રમેશને સંતોષ ન થ. ત્યારે એના પિતાએ પૂછયું–ભાઈ! એ થેલામાં શું છે? પિતાજી! મેં કંઈ થેલો બોલીને જોયું નથી પણ થેલાનું વજન જોતાં એમ લાગે છે કે અંદર સારી એવી રોકડ રકમ અને દાગીના હેવા જોઈએ. ઉપરથી જુના કપડા ભરી દીધા હોય તેમ લાગે છે.
છે જ્યાં પિતાની દૃષ્ટિ અને કયાં પુત્રની પવિત્રતા :- એને બાપ કહે છે બેટા ! તારા ઉપર ભગવાને દયા કરી ઘેર બેઠાં ધન મે કહ્યું છે. તે છાનામાનો લઈ લે ને. શા માટે ગાંડપણ કરે છે? પાસે પૈસા હશે તે આપણે વહેપાર ધંધો કરી શકીશું. રમેશ કહે–પિતાજી ! આપને દુખ લાગે તે માફ કરજે. આપની વાત મારા ગળે ઉતરતી નથી. તમે તે મને ઘણી વખત એવી શિખામણ આપી છે કે દીકરા!
પરધન પથ્થર માનીએ, પરસ્ત્રી માત સમાન,
ઈતના કરતાં હરિ ના મિલે તે, તુલસીદાસ જમાન.” ગમે તેટલું પરાયું ધન તમને મળી જાય પણ તેને પથ્થર સમાન સમજીને છેડી દેજે અને પરસ્ત્રીને માતા અને બહેન સમજજે. આટલું જે માણસ કરે તે તેને ભગવાન મજ્યા વિના રહે નહિ અને ન મળે તે તુલસીદાસ કહે છે હું તમારે જામીન બનીશ આ રીતે શિખામણ આપી છે કે અત્યારે આપ આ શું બોલે છે? આપ મને નરકની ખીણમાં ધકેલવાને માર્ગ બતાવે છે? આપણે પૂર્વજન્મના પાપના લીધે ઘરબાર છોડીને અહીં તહીં રખડી રહ્યાં છીએ, તે હવે વધુ પાપ શા માટે કરવું જોઈએ? દીકરાની વાત સાંભળીને બાપ સમજી ગયા ને કહ્યું. બેટા!