________________
૩૩૮
શારદા દર્શન
શેઠાણીએ જોયું એટલે તેના દિલમાં ઈષ્યની આગ પ્રગટી. તેના દિલમાં શેઠ ઉપર વહેમ આવ્યું કે આ શેઠ દીકરી, દીકરી કરે છે પણ અંદર કપટ છે. આવા વહેમથી મૂળા શેઠાણીને ચંદના પ્રત્યે ઈર્ષ્યા થઈ.
ચંદના ઉપર વર્તાવેલ મળએ કાળે કેરઃ એક દિવસ શેઠ બહારગામ ગયા હતા. તે તકને લાભ લઈને ઈર્ષાળુ મૂળા શેઠાણીએ ચંદનાનું માથું મુંડાવી, હાથ–પગમાં બેડી નાંખી ભેંયરામાં પૂરીને પિતે પિયર ચાલી ગઈ. શેઠ ત્રણ દિવસે બહારગામથી આવ્યા ત્યારે શેઠાણી ઘરમાં ન હતા. શેઠ ચંદના...ચંદના કરીને બૂમ પાડવા લાગ્યા. આ તરફ ચંદના ત્રણ ત્રણ દિવસથી ભોંયરામાં ભૂખીને તરસી બેઠી હતી. શેઠ ચંદનાબેટા ચંદના એમ પોકાર કરતાં આખા ઘરમાં ઘૂમી વળ્યા, પણ ચંદના ન જોઈ. આથી શેઠ ભેંયરામાં ગયા. ત્યાં ચંદનાને જોઈ. આ દશ્ય જોઈ શેઠ હૈયાફાટ રડતાં બેલે છે બેટા...બેટા! આ તારી દશા! આ સમયે ચંદનબાળા એકાગ્રચિત્તે “નમો મહાવીરાય” આ પ્રમાણે પ્રભુના નામને જાપ કરતી હતી. જ્યારથી ભેંયરામાં પૂરી ત્યારથી ત્રણ દિવસ એણે સતત પ્રભુના નામની રટણ કરી. આ રટણાના ફળ સ્વરૂપે ચંદનબાળાને શું મળ્યું ? તે તમને ખબર છે? ભગવાનના નામસ્મરણ કે અચિંત્ય પ્રભાવ છે. સાંભળે.
મહાવીરાય જા૫ના રટણ થી થયેલો ચમત્કાર : (૧) પિતાના આંગણે મહાવીર પ્રભુના પાવનકારી પગલા થયા. (૨) પ્રભુના પાંચ માસ અને પચીસ દિવસની ઉગ્ર તપશ્ચર્યાના પારણે સ્વહસ્તે દાન. (૩) ત્યાં જ સાડા બાર કોડ નૈયાની દિવ્ય વૃષ્ટિ. (૪) ચંદના પ્રભુની પ્રથમ શિષ્યા થશે એવી ઈન્ડે કરેલી જાહેરાત. (૫) પ્રભુ સર્વજ્ઞ તીર્થકર બની ચતુર્વિધ સંઘ સ્થાપતાં સાવી સમુદાયમાં ચંદનબાળાની પ્રથમ અને મુખ્ય શિષ્યા તરીકેની દીક્ષા. (૬) તે ઉપરાંત ૩૬૦૦૦ સાદવી પરિવારમાં વડેરાપણું. પ્રભુથી પ્રતિબંધિત એવા હજારો સાધ્વીઓ તેમાં વડેરાપણાનું તે પૂછવું જ શું? (૭) આ જગત ઉપર અથાગ ધર્મ દાન (૮) અંતે કેવળજ્ઞાની થયેલાં પિતાના શિષ્યા મૃગાવતીજીને ખમાવતાં કેવળજ્ઞાન અને આયુષ્ય પૂર્ણ થતાં તે જ ભવમાં મોક્ષ. ' આપ સૌને સમજાયું ને કે ચંદનબાળાએ “નમે મહાવીરાય” ને જાપ જીવનમાં ઉતાર્યો હતો તેથી તે દુઃખમાં પણ સુખનો અનુભવ કરતી હતી. હવે ચંદનાના હાથ પગમાં બેડી, માથે મુંડન આ બધું જોઈને ધનાવહ શેઠ રડી પડયા. બેટા! તારી આવી દશા કેણે કરી? ત્યારે ચંદનાએ કહ્યું-પિતાજી! આનંદના સ્થાને શેક શા માટે કરે છે?
ગુણ ભરેલી ચંદનબાળાની દષ્ટિઃ શેઠે કહ્યું–દીકરી ! તારી માતાએ આ કેવું દુશ્મનનું કામ કર્યું ? ત્યારે ચંદના કહે છે બાપુજી! એના ઉપર તમે ક્રોધ ના કરશે. એણે તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અરે ! આ તારું માથું મુંડાવી નાંખ્યું! પિતાજી! તમે ભૂલે છે. જુઓ, મારા માથે લાંબા વાળ હતાં તે તેને એળવા ને ચાળવામાં કેટલે સમય જતું હતું. તેમાં મારા ભગવાનનું સ્મરણ કરવાને