________________
BÚN
શારદા દર્શન હે પ્રભુ! મારા જીવનમાં સંતોષ આવે, ગરીબ હવા છતાં હું સદા અમર રહું, અને ગરીબાઈના દુઃખડા સહન કરવાનું મારામાં ખમીર આવે એવી શક્તિ પ્રભુ! તું મને આપજે. આવી ભાવના સંતના સમાગમથી આવે છે. સંતના સમાગમથી જીવનમાં સંતેષ આવે એટલે જીવ કર્મો બાંધતા પાછા પડે છે. આ મહાન લાભ સત્સંગથી મળે છે.
નાગગાથાપતિ ખૂબ ધનવાન હતો પણ સંતોષી હતા. તેની પત્ની સુલશા પણ એવી પવિત્ર હતી. હવે આગળ શું બનશે તે વાત નેમનાથ ભગવાન દેવકીદેવીને કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – અર્જુનજી બાર વર્ષ વનવાસ વેઠીને દ્વારકા નગરીમાં સુભદ્રાને પરણીને હસ્તિનાપુરમાં આવ્યા. મણીચૂડ અને હેમાંગદ રાજા પણ સાથે હતા. પાંડુરાજાએ પોતાના પુત્રનું ખૂબ સુંદર રીતે ધામધૂમથી સ્વાગત કર્યું. નગરજનોએ હૈયાના હેતથી વધાવ્યા ને સારી નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયે. અર્જુનજી પિતાના માતા-પિતા, ભાઈઓ અને દ્રૌપદીને પ્રેમથી માન્યા ને વનવગડામાં કેવા કેવા કષ્ટ પડયા તે વાત કરી. થોડા દિવસ રોકાઈને મણીચૂડ અને હેમાંગદ રાજાએ વિદાય માંગી, ત્યારે પાંડુરાજાએ ખૂબ આદર સત્કાર કરી ઘણી મૂલ્યવાન ચીજો તેમને ભેટ આપી. વિદ્યાધર રાજાઓએ તેને સહર્ષ સ્વીકાર કર્યો ને ખૂબ પ્રેમથી વિદાય લીધી. અને તેમને ઘણે દૂર સુધી વળાવવા ગયા.
દીકરાને રાજ્ય આપીને દીક્ષા લેવાની ભાવના :- વિદ્યાધર રાજાઓને વળાવીને આવ્યા બાદ પાંચ પાંડે, વિદુરજી, ભીષ્મપિતા બધા સભામાં બેઠાં હતા. અવનવી વાતે ચાલતી હતી તે સમયે
એક દિન પાડુંરાય સભામેં, ઐસી બાત સુનાઈ, ભેગ તજી સંયમ લેઉં, દૂ રાજ યુધિષ્ઠિર તાંઈ હૈ-શ્રોતા
પાડુંરાજા સભામાં બેસીને કહે છે મેં ઘણાં વર્ષો સુધી રાજ્ય ભગવ્યું. હવે મારે રાજ્ય શૈભવ અને ભેગોના સુખનો ત્યાગ કરીને દીક્ષા લેવી છે. તે જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિરને રાજ્ય આપું. આ સાંભળીને ભીષ્મપિતા, વિદુરજી આદિ મહાનપુરૂષ ખુશ થયા પણ ધર્મરાજા આદિ પાંચે ભાઈઓ કહે છે પિતાજી! આપ અમારા શિરછત્ર છે. અમારા માથે રાજ્યને ભાર નાખી કયાં જાઓ છો? આપને અમે નહિ જવા દઈએ, પણ પાડુંરાજાએ કહ્યું કે આ ઉંમરે આત્મસાધના નહીં કરું તે ક્યારે કરીશ? હવે મને ભાર હળવે કરવા દે. ભીષ્મપિતા વગેરેએ કહ્યું કે આપણું કુરૂવંશના આચાર પ્રમાણે આપને વિચાર ગ્ય છે. આપને ધન્યવાદ છે.