________________
શા ન
૪૩૫ થયેલી ભૂલને કેટલે પશ્ચાતાપ કરે છે. ગમે તેમ થાય તે પણ મારે ચારિત્ર તે લેવું જ છે. ચારિત્ર વિના ત્રણ કાળમાં મુક્તિ નથી. માટે હે મિત્રદેવ ! તું મને ત્યાં જરૂર જગાડવા આવજે. હું મેહમાં પડી ગયે હોઉં તે તને કહું છું કે ધમકી આપજે, દમદાટી આપજે ને ડઓ લઈને જગાડજે. મિત્રદેવ કહે તું ભંગડીને ત્યાં જન્મીને શું દીક્ષા લેવાને છું? તું શું ધર્મ કરવાને છું? નકામું મારે એવા ગંધાતા ઘરમાં આવવું. આ શબ્દ સાંભળીને દેવના અંતરાત્મામાં એમ થઈ ગયું કે અહે !
જ્યારે મેં ચારિત્ર લીધું ત્યારે માઠા પરિણામ ન કર્યા હતા તે શું મારી આ દશા થાત? તે મિત્રદેવને કહે છે હું જરૂર ચારિત્ર લઈશ. તું મને જરૂર જગાડવા આવજે. હું ગમે તેવા મેહમાં પડયે હોઉં તે તું થાય તેટલા પ્રયત્ન કરજે પણ મને જગાડજે. તમે બધા અહીં બેઠા છે. તમને સંત સતીજીએ દરરોજ ચારિત્ર માર્ગની વાત સમજાવે છે ને કહે છે સંસાર છોડવા જેવું છે, દીક્ષા લેવા જેવી છે ને મોક્ષ મેળવવા જે છે. બોલે, આ વાત તમને કેટલા વર્ષોથી ગુરૂ ભગવંતે સમજાવે છે છતાં તમારે આત્મા હજુ આ વાતને સ્વીકારવા તૈયાર થયે છે ? યાદ રાખજે. ચારિત્ર વિના મુક્તિ નથી, શાંતિ નથી, આત્માને આનંદ નથી. ભલે, તમારે ઘેર ગાડી મેટર દોડતી હોય, ચાંદીની થાળીમાં જમતા હોય પણ એ સુખ તમારું સાચું સુખ નથી, પાછળ ભયંકર દુઃખ લાગેલા છે. જે સુખ અને શાંતિ જોઈતા હોય તે હવે ઉભા થાવ. ઘરમાંથી બહાર નીકળી ચારિત્ર માર્ગમાં આવે.
આ દેવ દેવપણામાં છે છતાં તેને કેટલે પશ્ચાતાપ છે કે મનુષ્ય ભવમાં ગયા પછી જે હું ચારિત્ર વગર મરું તે મારું જીવન ધૂળ છે, અને જ્યાં એ જન્મવાને છે ત્યાં ચારિત્ર મળવું મુશ્કેલ છે. તેથી દેવ સાથે કેટલે કરાર કરે છે ! નમ્રતાપૂર્વક તેની પાસે કેલ માંગે છે. એમ નથી કહેતે કે અરેરે...મારે ભંગડીને ઘેર જન્મવાનું થયું? દેવની આવી સાહ્યબી છોડીને એવા તુચ્છ ઘરમાં હું કેમ રહી શકીશ? એમ નથી કહેતા. શાથી? તે જાણે છે કે જીવના કરેલા કર્મો જીવને ભેગવવા પડે છે. મેં આવા ઉત્તમ ચારિત્રા માર્ગની દુર્ગછા કરી તે મને એવા તુરછ ઘરમાં ને નીચ કુળમાં જન્મ થવાનો વખત આવ્યો ને ! બસ, દેવને એ અફસેસ છે કે શું હું ચારિત્ર વગરને રહીશ! જેના દિલમાં ચારિત્રને રણકાર છે તેણે દેવને સમજાવીને પણ તેની પાસે કેલ લીધે. જ્યારે દેવે કહ્યું કે હું તને ચારિત્ર પમાડવા આવીશ ત્યારે તેને શાંતિ થઈ. હવે આ પુરોહિતપુત્ર ત્યાંથી આવીને ભંગડીને ઘેર જન્મશે, પછી કયાં મોટે થશે ને દેવ તેને કેવી રીતે પ્રતિબંધવા જશે તે વાત અવસરે વિચારીશું. હવે આપણા ચાલુ અધિકારને ચેડે વિચાર કરીએ.
દેવકી માતાએ તેમનાથ ભગવાનના મુખેથી સાંભળ્યું કે આ છ અણગાર તારા પિતાના પુત્ર છે. આ સાંભળીને દેવકીના આનંદનો પાર ન રહ્યો. ભગવાનને વંદન