________________
૪૫૮
શારદા દર્શન રહિત અને સર્વગુણ સંપન્ન, દેવાધિદેવ પરમાત્મા છે. તેમનામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતબળ, ક્ષાયિક સમ્યક્ત્વ આદિ અનેક ગુણ હોય છે. આવા ગુણનીધિ ભગવાનની વાણીમાં પણ ગુણે જ ભરેલાં હોય ને ? એમાં કાંઈ નવાઈ નથી આવા ભગવંતની વાણુ મહાન પુણ્યને ઉદય હોય ત્યારે સાંભળવા મળે છે. દ્વાદશાંગી સૂત્ર એ ભગવાનની વાણી છે. તેમાં અંતગડ સૂત્રમાં દેવકી માતાની વાત ચાલે છે. દેવકી રાણી નેમનાથ ભગવાનની વાણી સાંભળી ધર્મરથમાં બેસી દ્વારકા નગરીની મધ્યમાં થઈને પિતાના મહેલે આવ્યા. મહેલમાં આવી ઉપસ્થાન શાળા એટલે બેઠકના રૂમમાં મખમલની સુકોમળ શૈગ્યા ઉપર બેઠા. 'तए ण तीसे देवइए देवीए अयं अज्झथिए चिंतिए पत्थिए मणोगये संकप्पे समुपपन्ने, एवं खल अह सरिसए जाव नलकुबेर समाणे सत्तपत्ते पयाया नो चेव णं मए एगस्स वि बालत्तणए समणुभूए'।
દેવકીદેવી શયામાં બેસીને પિતાના પુત્ર સંબંધી ચિંતાયુકત વિચાર કરવા લાગી. બંધુઓ! દુનિયામાં બધું મળશે પણ માતાને હેત નહિ મળે. સંતાનો પ્રત્યે માતાનું હેત અને વાત્સલ્ય અલૌકિક હોય છે. દેવકીમાતા વિચાર કરવા લાગી કે મેં આવા સાત સાત પુત્રને જન્મ આપે તેમાંથી છ પુત્રોએ રાજવૈભવ જેવા સુખ અને રાજરમણ જેવી કન્યાઓને મેહ છેડીને દીક્ષા લીધી. એવા પુત્રની હું માતા બની એટલે પુણ્યવાન તે જરૂર છું. વળી એ પુત્ર દીક્ષા લઈને જાવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે. છઠ્ઠના પારણાને દિવસે પહેલે પ્રહરે સ્વાધ્યાય, બીજે પ્રહરે ધ્યાન કરી ધમધખતા તડકામાં ત્રીજે પ્રહરે ગૌચરી જાય છે અને નિર્દોષ આહારની ગવેષણ કરે છે. આવા પુત્રોની માતા બનવું તે સામાન્ય વાત નથી.
- બંધુઓ ! આજે ઘણુ માતાઓ ઘણાં પુત્રને જન્મ આપે છે, પણ તેમાં કઈ જન્મથી માંદા હોય છે, કઈ બુધિહીન તે કઈ બુધ્ધિવાન હોય છે, કાંઈક ખામી હોય છે. ત્યારે દેવકી માતાએ જે પુત્રને જન્મ આપ્યું તે બધા નળકુબેર સમાન રૂપાળા હતાં, બુદ્ધિમાન અને નિરોગી હતા. જેઈને આંખડી કરી જાય તેવા તે પુત્ર હતાં. આવા છ છ પુત્રોએ દીક્ષા લીધી ને દેવકીજીએ તેમના દર્શન કર્યા. પુત્રના દર્શન કર્યા આનંદ થયે પણ દેવકી માતા મનમાં વિચાર કરવા લાગ્યા કે મેં સાત સાત પુત્રને જન્મ તે આ પણ તેમાંના એક પણ પુત્રનું બાળપણ તે મેં જોયું નહિ ને ? એક પણ પુત્રની બાળક્રીડાથી થતા આનંદને અનુભવ હું કરી શકી નહિ ને? બાળક નાનું હોય, હું તેને મારી ગોદમાં સુવાડું, એ મારી પથારી પલાળે ને હું ભીનામાં સૂઈને તેને કેરામાં સૂવાડું, તેને પ્રેમથી રમાડું આ આનંદ હું કરી શકી નહિ. મેં આ છ પુત્રને જન્મ આપીને તે જોયાં નથી પછી રમાડવાની, ખવડાવવાની તે વાત જ કયાંથી? કારણ કે જન્મતાંની સાથે હરિણગમેષી દેવ તેને લઈ જતા હતા, ને સુલશાના મૃત બાળકને મૂકી જતા હતા. એટલે તે સુલશાને ઘેર ઉછર્યા. એક કૃષ્ણને મેં જન્મ દઈને જે પણ તે તે