________________
કપર
શારદા દર્શને કઈ વૃક્ષ નીચે અગર લત્તામંડપમાં રાત પસાર કરતા.
આમ કરતાં એક દિવસ ગાઢ જંગલમાં નળ દમયંતીએ પ્રવેશ કર્યો. ચાલતાં એક નદી આવી. તેના શીતળ પાણીથી હાથ-પગ ધોઈ છેડા વનફળ ખાઈ પાણી પીધું. થોડે આગળ ચાલ્યા ત્યાં સૂર્યાસ્ત થવા આવ્યું. એટલે એક સુંદર લત્તામંડપમાં આસોપાલવના પાંદડાની પથારી કરી. દમયંતીને પાંદડા વાગે નહિ તે માટે નળરાજાએ પિતાનું વસ્ત્ર પાંદડા ઉપર પાથરી દીધું, અને નવકારમંત્રનું સ્મરણ કરીને બંને સૂઈ ગયા. આટલા દુઃખમાં પણ તેઓ ધર્મને ચૂકતાં નથી. બંને નિદ્રાધીન થઈ ગયા, પણ મોડી રાત્રે સિંહની ગર્જના સાંભળી નળરાજા જાગી ગયા. ભલભલા માનવીનું હૃદય ચીરાઈ જાય તેવું ગાઢ જંગલ હતું. નળરાજાના મનમાં વિચાર થયે કે મારે તે હજુ ઘણે દૂર જવું છે. સમુદ્રને પાર કરનારે હજુ એક બિન્દુ જેટલાં પાણીને પાર કરી શકો છે. દમયંતી થાકી જાય છે એટલે હું ધાર્યો પંથ કાપી શકતું નથી. એ મને સ્વતંત્રપણે ચાલવામાં બાધક બને છે. તે હું તેને અહીં મૂકીને ચાલ્યો જાઉં.
“કર્મરાજાએ નળરાજાની મતિ બદલાવી” - બંધુઓ ! હવે દમયંતીના પાપ કર્મનો ઉદય થવાને છે તેથી નળરાજાને આ વિચાર આવ્યો. તે તરત બેઠા થયાં ને દમયંતીને માથા નીચેથી સાચવીને પિતાને હાથ કાઢી લીધે, અને ધીમે ધીમે નળરાજા બોલવા લાગ્યા કે હે પ્રિયા ! તું જેના વિશ્વાસે શાંતિથી ઊંઘે છે તે તને ગાઢ જંગલમાં એકલી મૂકીને ચાલ્યા જાય છે. તેને તું વિશ્વાસ કરીશ નહિ, અને તારા પાપી પતિને સ્પર્શ પણ તું કરીશ નહિ. એને સ્પર્શ કરવાથી તેને પાપ લાગશે. તે મને કલ્પવૃક્ષ માનીને મારો હાથ પકડે છે પણ હું તે વિષવૃક્ષ જેવો છું. માટે તું મારો હાથ અને મારે સાથ છોડી દે. કયાં તું હંસલી જેવી અને કયાં હું કાગડા જેવો! વિધાતાને પણ ધિક્કાર છે કે હંસલીને કાગડાને સબંધ જોડી આપે. આમ નળરાજાએ પિતાની જાતને હીન બતાવતાં પિતાનું અડધું વસ્ત્ર ફાડી નાખ્યું, અને ફરીથી નળરાજા બોલ્યાં કે હે દમયંતી! તેં મને જુગાર રમતા અટકાવવા ઘણું સમજાવ્યું પણ હું માન્ય નહિ ત્યારે હારી ગયે, અને આ જંગલમાં આવવાનો વખત આવ્યું. તારો ભયંકર અપરાધ કર્યો છે છતાં તે મને છોડ નથી. મારા દુઃખમાં ભાગીદાર બનવા મારી સાથે આવી છે. છતાં આ તારે પાપી પતિ વગર અપરાધે તને ગાઢ જંગલમાં નિરાધાર છોડીને જાય છે તે મારી ભૂલને માફ કરજે.
દમયંતીને છોડી જતાં નળને વિલાપ” – હે સતી ! તને છોડીને જવામાં તારો કેઈ અપરાધ નથી. તું પવિત્ર સતી છે પણ મારા પાપ કર્મો ભગવતાં તેને હડખી કરવા હું રાજી નથી તેથી તેને છોડીને જાઉં છું. તું સાચી સતી છે માટે તને કઈ ઉપદ્રવ નડશે નહિ. તું તારા પિયર અગર સાસરે તારી જ્યાં ઈચ્છા હોય ત્યાં ચાલી જજે, આટલું બોલતાં નળરાજાનું હૈયું ભરાઈ આવ્યું, અને તેમણે છરી વડે પિતાની આંગળી