________________
થારા દર્શન
૪૩૭
ચારે બજ તેની નિંદા થાય છે. માટે જુગારની વાત છેડી દે, પણ કઈ રીતે દુર્યોધન સમજે નહિ ત્યારે વિદુરજીએ ધ્રુતરાષ્ટ્રને કહ્યું-દુર્યોધન એના નિશ્ચયમાં અડગ છે. કોઈ રીતે સમજાતું નથી. ફરીને તમે તેને કઈ પણ રીતે સમજાવીને જુગાર રમવાનું બંધ કરાવો, ત્યારે પતરાખે દુર્યોધનને ખૂબ સમજાવ્યું પણ કૂતરાની પૂંછડી ભેંયમાં દાટે તો ય વાંકી ને વાંકી રહે છે તેમ દુર્યોધનને વિદુરજીએ અને ધૃતરાષ્ટ્ર ઘણું સમજાવ્યું છતાં ન માન્યું ત્યારે ફરીને પાછા વિદુરજી તેમને સમજાવવા આવ્યા ને કહ્યું દુર્યોધન ! હજુ તું સમજતો નથી. મારે તને શું કહેવું? હવે તને છેલ્લી વખત કહું છું કે તું જુગાર રમવાની વાત છેડી દે. જુગારમાં તે ભલભલા ડૂલી ગયા છે. મહર્ધિક રાજાઓને જુગારે ખુવાર કર્યા છે તે શું તું નથી જાણતે? જે તને એક દાખલો આપું.
નલરાજા દમયંતી હારી, કૈસી હુઈ ખદવારી દેખે વંશ કે બુરા દિખાયા, વાત જગતમેં જહારી હે...શ્રોતા
નળરાજા જુગાર રમ્યા તે જુગારમાં સતી દમયંતીને હારી ગયા. જુગારે ઉજજવળ વંશને કલંકિત કર્યો ને તેની કેવી ખુવારી થઈ એ વાત તે જગજાહેર છે. છતાં તું ન જાણતે હેય તે સાંભળ કે નળરાજાની કેવી રીતે ખુવારી થઈ ? એ નળરાજા કોણ હતા તે હું તને વિસ્તારથી કહું છું.
કોશલ દેશમાં કેશલા નામે નગરીમાં મહાપરાક્રમી નિષધ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને નલ અને કુબેર નામે બે પુત્ર હતા. તેમાં નળ માટે અને કુબેર નાનો હતે. બંને પુત્ર ખૂબ સૌંદર્યવાન હતાં. બીજી બાજુ વિદર્ભ દેશમાં પૃથ્વીના કુંડળ સમાન કુંડિનપુર નગરમાં ભીમ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને દમયંતી નામે એકની એક લાડીલી પુત્રી હતી. દમયંતી મોટી થઈ એટલે તેના પિતા ભીમ રાજાએ તેને પરણાવવા માટે મોટે સ્વયંવર રચ્યું. તેમાં દેશ દેશના રાજાઓને આમંત્રણ આપ્યું. નિષધ રાજાને પણ આમંત્રણ મેકલાવ્યું કે તમારા પુત્રને લઈને તમે વહેલા પધારજો. એટલે નિષધ રાજા પિતાના બંને પુત્રને લઈને સ્વયંવરમાં ગયા. લગ્નના દિવસે સ્વયંવર મંડપ મોટા મોટા રાજાઓ અને રાજકુમારોથી ભરાઈ ગયું હતું. સૌ પોતપોતાના મોભા પ્રમાણે સિંહાસન ઉપર બેઠાં હતાં બધા રાજાઓમાં નળ અને કુબેર બંને કુમારે તારાઓમાં ચંદ્રની જેમ શેભી ઉઠતાં હતાં. માળારોપણ સમયે દમયંતી હાથમાં માળા લઈને રૂમઝુમ કરતી સ્વયંવરમંડપમાં આવી, ત્યારે દાસી એક પછી એક રાજાઓની ઓળખાણ આપતી આગળ ચાલવા લાગી. આમ કરતાં જ્યાં નિષધરાજા અને નળ-કુબેર બંને ભાઈઓ બેઠા હતા ત્યાં આવી. નળકુમારને જોઈને દમયંતીનું મન ઠરી ગયું, અને તેના ગળામાં વરમાળા પહેરાવી. ખૂબ ધામધૂમથી ભીમરાજાએ નળ-દમયંતીનાં લગ્ન કર્યા. ખૂબ દાયજો આપ્યો. નળને દમયંતીએ વરમાળા માહેરાવી ત્યારથી કુબેરના અંતરમાં ઝેરનાં બીજ વવાયા, કે હું એના જેવો છું છતાં