________________
1
3
૪૩
શારદા દર્શન
મને વર મળ ન પહેરાવી ! જુઓ, સગો ભાઈ છે છતાં કેટલું ઝેર! પણ અત્યારે તે કાંઈ ચાલે તેમ ન હતું. લગ્ન કરીને પિતાના રસાલા સહિત કુલિનપુરથી વિદાય લીધી. ભીમરાજાએ પિતાની પુત્રીને ખૂબ હિત શિખામણ આપીને સાસરે મોકલી. રથમાં બેસીને કેશલા નગરી તરફ જાય છે પણ માર્ગમાં રાત પડી ગઈ. કાળી કાજળ જેવી રાત્રી હતી. કેઈને હાથ પણ સૂઝે નહિ. આ સમયે દમયંતીએ નળરાજાને કહ્યું નાથ! આ વન સાવ ઉજજડ દેખાય છે પણ ભ્રમરાને ગુંજારવ કેમ સંભરાય છે? નળે કહ્યું-ઘેર અંધકારમાં કાંઈ દેખાતું નથી. આ સમયે દમયંતીએ પિતાના કપાળમાં હાથને સ્પર્શ કર્યો એટલે સેંકડે સૂર્યના તેજ કરતાં પણ વધુ પ્રકાશ પથરાઈ ગયે.
“મુનિના દર્શને ગયેલા નળ દમયંતી” :- એ પ્રકાશમાં નજર કરી તે નજીકમાં એક વૃક્ષ નીચે એક મુનિ ધ્યાનાવસ્થામાં ઉભા હતા. એક હાથીને કપાળમાં ખુજલી આવતી હતી. એટલે અંધારામાં મુનિના શરીરને લાકડું માની તેનું કપાળ ઘસતે હતો. એ મદ ઝરતા હાથીના કુંભથળ ઉપર ભ્રમરાએ ગુંજન કરતા હતા ને મુનિને ડંખ મારતા હતાં. છતાં મુનિ ધ્યાનમાં અડગ હતા. નળ અને દમયંતી બંને મુનિ પાસે ગયા. હાથીને ભગાડી મૂકયોને ડંખ મારતા બ્રમરોને પણ દૂર ઉડાડી મૂક્યા. બંને મુનિના દર્શન કરી ત્યાં બેઠા. થોડીવારે મુનિએ ધ્યાન પાળ્યું અને બંને આત્માઓને ધર્મને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળીને બંને ખુશ થયા. નળરાજાએ વંદન કરીને પૂછયું-ભગવંત! આ દમયંતીએ પૂર્વભવમાં એવી શું આરાધના કરી કે જેથી એણે કપાળમાં હાથ અડાડે ને બધે પ્રકાશ પથરાઈ ગયા. મુનિરાજ ખૂબ જ્ઞાની હતા. તેમણે કહ્યું હે નળકુમાર આ દમયંતીએ ગતભવમાં વીસ તીર્થંકર ભગવંતને તપ કર્યું હતું, એ તપ ખૂબ ઉલ્લાસથી ઉત્કૃષ્ટ ભાવે કર્યો હતો તેથી તેને આવી શક્તિ પ્રાપ્ત થઈ છે, અને તમે પણ ગત જન્મમાં જૈનધર્મની ખૂબ આરાધના કરી હતી, જૈનધર્મને ખૂબ ફેલાવે કર્યો હતો તેથી આ ભવમાં પણ જૈનધર્મ મળે છે. તમે બંને હળુકમી છે છે. આ ભવમાં જૈનધર્મની આરાધના કરીને મેક્ષમાં જશે. આ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળીને રથમાં બેસી બંને પિતાની નગરીમાં આવ્યા.
નળરાજાને રાજ્યાભિષેક અને નિષધ રાજાની દીક્ષા” – ખૂબ ધામધૂમથી નગરમાં પ્રવેશ કર્યો, અને આનંદથી રહેવા લાગ્યા. નિધિ રાજાના મનમાં થયું કે હવે બંને પુત્ર તૈયાર થઈ ગયાં છે. તે હું મારું અમેક માણ કરવા દીક્ષા લઉં. આમ વિચાર કરીને માટે ઉત્સવ કરીને નળકુમારને રાજયાભિષેક કર્યો અને કુબેરને યુવરાજ પદવી આપીને નિષધરાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. નળરાજા અને દમયંતીરાણી આનંદથી રહે છે. નળરાજા એના ભાઈ કુબેરને ખૂબ સાચવતા હતા પણ કુબેરના અંતરમાં દુર્યોધનની માફક ઈર્ષાનો અગ્નિ પ્રજવલિત થયો હતો. બસ, નળકુમાર રાજા બન્યો ને હું રાજા નહિ! એનું આટલું બધું માન! જેમ પાંડવોની સંપત્તિ જોઈને દુર્યોધન જલતો