________________
શારદા દર્શન
૪૫
ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંત કહે છે કે “મક શાદી આંચ વ તાણાનિરિકા ” કોડે ભવના સંચિત કરેલાં કર્મો તપથી જીર્ણ થઈને ખરી જાય છે. સોનાને અગ્નિમાં તપાવવાથી સેનું વિશુધ્ધ બને છે. જેમ મશીનરીને સાફ કરવા માટે પેટ્રોલ, પાણીને શુદ્ધ કરવા ફટકડી, મેલા કપડાને સાફ કરવા માટે સાબુ, સેડા અને પાણીની જરૂર પડે છે તેમ આત્માને શુદ્ધ કરવા માટે તપની જરૂર છે.
આપણા પરમપિતા, શાસનપતિ, મહાવીર પ્રભુ ૨૮ વર્ષની ભર યુવાન વયે દીક્ષા લેવા તૈયાર થયા પણ મોટાભાઈને ખૂબ આઘાત લાગતું હતું. તેથી બે વર્ષ વધુ સંસારમાં રોકાયા. ભગવાને જ્ઞાનથી જાયું હતું કે મારું આયુષ્ય કેટલું છે તેથી રોકાયા બાકી રોકાત નહિ. એ બે વર્ષ સાધુની માફક રહ્યા. છેવટે ત્રીસ વર્ષે દીક્ષા લીધી. પછી કર્મોની સામે કેશરિયા કરવા ઉગ્ર તપની સાધના કરી. ભગવંત કહે છે કે
जो सहस्सं सहस्साण, संगामे दुज्जए जिए। vi લિન્ન ઉપાખં, પણ ઘરમાં કશો ઉત્ત. અ. ૯ ગાથા ૩૪
જે મનુષ્ય દુર્જય એવા સંગ્રામમાં પોતાના ભુજાબળથી દશ લાખ શુરવીર સૈનિકને જીતી લે પણ જે તે પિતાના આત્માને જીતી શકતું નથી તે તે સાચે વિજેતા નથી. આત્માને જીતનાર સાચે વિજેતા છે. ભગવાને સર્વ પ્રથમ પાંચ ઇન્દ્રિ અને મનને જીતીને વિજય મેળવ્યું ને કર્મશત્રુને હટાવવા માટે ઉગ્ર તપ કરવા લાગ્યા. એ તપનું વર્ણન સાંભળીને આપણું કાળજુ કંપી જાય છે. છ માસી તપ, પાંચ માસને પચ્ચીસ દિવસને તપ, ચારમાસી અને બબ્બે માસી તપ આ તપ, કયારે કરી શકાય? આ દેહને રાગ છૂટે ત્યારે. તપ કરે તે સામાન્ય કામ નથી. આજે માનવી બધામાં વાદ કરી શકે છે પણ તપ કરવામાં વાદ કરી શકતું નથી. પૂર્વ ભવમાં સાધના કરી હોય ત્યારે આ તપ થાય છે. ભગવાને આવા ઉગ્ર તપની સાધના કરી છે કે આપણને કરવાનો સંદેશ આપીને ગયા છે.
બંધુએ તપ શા માટે છે ? તે સમજાય તે આરાધના કરવાનું જરૂર મન થશે. જેમ ખેડૂતને ખેતરમાં વાડ નાંખતા જોયા છે ને? વાડ શા માટે કરે છે? પશુપંખી અનાજને વેડફી ન નાંખે તે માટે ને? તે પ્રમાણે આત્માના રક્ષણ માટે વાડની જરૂર છે. દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં અહિંસાને પાળવા માટે સંયમરૂપી વાડની જરૂર બતાવી છે. સંયમ વિના અંહિસા પાળી શકાતી. નથી. એટલે પહેલા અહિંસા મૂકી પછી સંયમ મૂક ને પછી તપ મૂકો. એટલે બીજી રીતે કહીએ તે તપ રૂપી તિજોરીના સંયમ રૂપી ગુપ્તખાનામાં અહિંસારૂપી રત્ન રહેલું છે. ભીંતને ચમકતી કરવા માટે જેમ પોલિસની જરૂર છે તે પ્રમાણે આત્માની સમૃદ્ધિ માટે તપ રૂપી પિલિસની જરૂર છે. કપડાને સ્વચ્છ કરવા માટે ધેકા મરાય છે તે રીતે આત્મા રૂપી કપડામાં મેલ ભરાયે હેય તે ત૫ રૂપી ધેકા મારવાની