________________
શારદા દર્શન
૪૪ સુજ્ઞ બંધુઓ માતાઓ ને બહેને ! આજે પૂ. મહાસતીજીએ મને બોલવા માટે આજ્ઞા કરી છે તેથી બે શબ્દો બેસું છું.
, શાંતિના શિવાલયમાં સુખને શંખનાદ વગાડનાર, કલ્યાણની કેડી બનાવનાર, સર્વજ્ઞ ભગવંતને અને પરમ ઉપકારી ગુરૂ ભગવંતને વંદન કરીને વિતરાગ પ્રભુએ પડકાર કરીને કહ્યું કે હે જી તમને સાચે માર્ગ મો પણ માગ ન બન્યા, જૈનદર્શન કર્યું પણ દર્શની ન બના, પંથ મ છતાં પથિક ન બન્યા. જે જીવને સાચે - માગ, દર્શની અને પથિક બનવું હોય તે ભગવાને બતાવેલા જ્ઞાન, દર્શન ચારિત્ર, તપની આરાધના કરવી જોઈશે. જૈનદર્શનમાં તપને ખૂબ મહત્વ આપ્યું છે. આજે દરેક વસ્તુની શુદ્ધિ માટે કોઈ પણ સાધન વપરાય છે, તેમ આત્માની શુધિ માટે તપની જરૂર છે. અજ્ઞાની છે હરવા ફરવામાં, ખાવા પીવામાં ને ભેગવિલાસમાં રચ્યાપચ્યા રહે છે. એવા આત્માને વિષય-કષાયના આવેશથી ઈન્દ્રિય અને મનને કાબૂમાં લેવું એ કામ તપનું છે. એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે “ નિરોધeતા:” ઇન્દ્રિઓની ઈચ્છાઓને (આશાઓને) રોકવી, વિષયના આવેશને અટકાવવા એ જ સાચે તપ છે, અને આવી સમજણ સાથે ત્યાગભાવના કેળવવી એ તપ કર્મોને ક્ષય કરવા માટે થાય છે, બાકી
विषय कसायाहारस्त्यागो यत्र विधीयते ।
उपवासः सविज्ञेयः शेष लड्नकः विदु : ॥ જેમાં તપ કરવા છતાં વિષય વૃત્તિઓનું ખેંચાણ, કષાયને આવેશ અને આહકારાદિ ઈન્દ્રિયની લુપતા હોય ત્યાં જૈનશાસન એને તપ રૂપ નહિ પણ લાંઘણ રૂપ કહે છે. અર્થાત તપ દ્વારા ઈન્દ્રિય અને મનની ઇચ્છાઓ પર કાબૂ મૂકાય છે. જેમ પાણીથી શરીરની મલીનતા દૂર થાય છે, ઔષધથી પેટની મળશુદ્ધિ અને સાબુથી વસ્ત્રની શુદ્ધિ થાય છે, તથા પ્રકાશથી અંધકાર દૂર થાય છે તેમ તપથી દુષ્કર્મ રૂપી મળની શુધિ થાય છે. તપ એ કર્મના વાદળાને વિખેરી નાંખનાર વંટેળ છે, અને સંસારની અંધારી ખીણમાંથી સિધ્ધશીલાની તિમય ભૂમિકા પર પહોંચાડનાર પગદંડી છે. સિધ્ધાંતમાં જુઓ, મહાન પુરૂષએ કેવા તપ કર્યા છે! અનુત્તરવવાઈ સૂત્રમાં ધન્નાઅણગાર, જાલીઅણગાર, વિગેરે અણગારોએ કેવા અઘોર તપ કર્યા છે ! તપ કરીને શરીર સુકે ભૂક કરી નાંખ્યા છે. એવા સંતેના તપની વાત વાંચતા એમ થાય કે કેવા એ મહાન સંત હશે ! સિધ્ધાંતમાં દરેક ઠેકાણે લખ્યું છે કે ભગવાનના સંતે કેવી રીતે વિચરતા હતા ! “સંકળ તથા સણા મામાને વિદર ” તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. શા–૫૭.