________________
૪૪૪
શારદા દર્શન લીડીએ રત્ન જેવી નીકળશે. તે લઈને શ્રેણીક મહારાજા પાસે જજે. એ મેટા મગધ દેશના માલીક છે પણ તેને ભંડારમાં આવું એક પણ રત્ન નહિ હોય. તને રાજા પૂછશે કે આવા રત્નો ક્યાંથી લાવ્યો? તે કહેજે કે મારી પાસે એક બકરી છે તેની લીંડીએ રત્ન તરીકે નીકળે છે. પછી શું કરવું? એ બધું હું સંભાળી લઈશ. તારે ચિંતા કરવાની જરૂર નથી. મેતારજ ખુશ ખુશ થઈ ગયે. બીજે દિવસે રને થાળ ભરીને શ્રેણીક રાજા પાસે આવ્યા. રાજા કહેશું લઈને આવ્યા છે ? તે કહે હું નગરશેઠને પુત્ર છું ને આ રત્નની ભેટ લઈને આવ્યા છું. આ રત્ન કયાંથી લાવ્યા? તે કહે મહારાજા ! મારી બકરી લીંડી તરીકે આવા રત્ન કાઢે છે. આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું. મારા ભંડારમાં આવા રત્ન નથી. તેથી તેની ચોકસાઈ કરવા અભયકુમારને મોકલ્યા. તપાસ કરી તે વાત સાચી છે. રાજા અને અભયકુમારે વિચાર કર્યો કે આને કેઈ દેવની સહાય લાગે છે, તે સિવાય આમ ન બને. તેની વધારે ખાત્રી કરવા કહ્યું–તમે મારી આ રાજગૃહી નગરીને ફરતે કિલ્લે એક રાતમાં બનાવી આપે તે હું મારી કુંવરી પરણાવું. મેતારજે તરત દેવને યાદ કર્યા. દેવ હાજર થયે એટલે બધી વાત કરી. દેવને શું વાર? એણે એક રાતમાં રાજગૃહીને ફરતા સુંદર કિલ્લો બનાવી દીધું. તેથી રાજાને ખાત્રી થઈ અને પિતાની કુંવરી તેની સાથે પરણાવવાનો વિચાર કર્યો.
શ્રેણીક રાજાએ અભયકુમારને કહ્યું કે લગ્નની તૈયારી કરે. કુંવરીના લગ્નની તૈયારી કરી. આખી રાજગૃહીમાં ખબર પડી ગઈ કે શ્રેણીકરાજા એમની કુંવરી શેઠના દીકરા સાથે પરણાવે છે, ભંગડી પણ લેકેને કહેવા લાગી આ શેઠને જ દીકરો છે. મારો નથી. રાંકને ઘેર આવું રત્ન હય? તે વખતે મને કેણ જાણે શું થઈ ગયું કે મેં આવું કર્યું ને તોફાન કરી રંગમાં ભંગ પાડે. એ છોકરાને તે શેઠને ઘેર મૂકી આવી. આ દેવની માયા હતી. સૌના મન ફરી ગયા ને સાચું માની લીધું આ તરફ પેલા આઠ શેઠીયાએ વિચાર કરવા લાગ્યા કે ખુદ રાજા શ્રેણીક જ્યારે એમની દીકરી પરણાવે છે ને જે આપણે દીકરીઓ નહિ પરણાવીએ તે આપણું આવી બનશે. માટે કુંવરની સાથે જ આપણી દીકરીઓ પરણાવી દઈએ, પણ હવે કહેવા કેમ જવાય? માન મૂકીને મેવારજ પાસે આવીને પગમાં પડીને કહે છે ક્ષમા કરજે, અમે તમને ઓળખ્યાં નહિ. અમને પેલી ભંગડી એ ભરમાવ્યા અને અમે ભરમાઈ ગયા. હવે મન મોટું કરીને અમારી પુત્રીઓ સાથે લગ્ન કર. મેતારજે એ વાત સ્વીકારી અને નવ કપાએ સાથે તેના લગ્ન થયા. આનંદનો પાર નથી. દેવને વચન આપ્યું છે કે એકવાર લગ્ન કરી આપ, પછી તું કહીશ તેમ કરીશ. મેતાજ નવ કન્યાઓના રૂપ જોઈને મુગ્ધ બની ગયા છે. હવે દીક્ષા લેવાનું મન થતું નથી પણ દેવ તેને પાછો મૂકે તેમ નથી. હવે દેવ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે.