________________
૪૩૪ .
શારદા દર્શન
આપ્યો અને સમજાવ્યું કે નાચવા માટે આ રજોહરણ નથી પણ જીવેની જતના કરવા માટે છે. તમે આવી મશ્કરી કરશે અને સંતને સંતાપશો તે તમને અશાતનાનું ઘોર પાપ લાગશે, અને જો તમે કઈ સાધુનો રજોહરણ ખેંચીને સંતાડી દેશે તે તમને અતિમાં અતિ પ્રિયને વિયોગ પડશે. એમ અનેક પ્રકારે સંતે તેમના ઉપર કરૂણ લાવીને બંધ આપ્યું. આથી રાજપુત્રનું હૃદય પીગળી ગયું અને રડતી આંખે કહેવા લાગ્યાગુરૂદેવ! મારું આ પાપ કેવી રીતે ધવાય! હું દીક્ષા લઉં તે મારું આ પાપ જોવાઈ જશે? સંતે કહ્યું, તેં જેટલા દોષ લગાડયા હોય તેની અંતરથી આલોચના કર અને સંયમ લે તે તારું જરૂર કલ્યાણ થશે. આથી રાજપુત્રને ત્યાં વૈરાગ્ય આવી ગયે પણ મિત્રનું મન દઢ થતું નથી. ત્યારે રાજપુત્રે પુરોહિતને ખૂબ સમજાવ્યું તેથી તેને પણ વૈરાગ્ય આવ્યા. ઘોર મસ્તી કરનારા સાધુની ઠેકડી કરી મહાપાપનાં બાંધનારા અને સંતને અશાતના પહોંચાડનારા જીવ પણ સંતના સદુપદેશથી જેમ કાળી માટીમાં પાણી પડે ને પીગળી જાય તેમ તે બન્નેનું હૃદય પીગળી ગયું. બન્ને જણાએ સંતના ચરણમાં માથું નમાવીને માફી માંગી, પછી માતા-પિતાની આજ્ઞા મેળવી અને મિત્રોએ દીક્ષા લીધી.
સંયમ લીધા પછી જ્ઞાન, ધ્યાન, અને ચારિત્રમાં ખૂબ રમણતા કરવા લાગ્યા. બને ઉત્કૃષ્ટ ભાવે ચારિત્ર પાળવા લાગ્યા. ઉત્કૃષ્ટ આરાધના અને ઉત્કૃષ્ટ પરિણામે ચારિત્ર પાળતાં પુરોહિતપુત્રને એક દિવસ એવા પરિણામ આવ્યા કે સંયમી જીવનમાં શું રખાન નહીં કરવાનું ! આવા મેલા કપડા પહેરવાના? અને શરીર ઉપર તે મેલનાં થર જામી ગયા છે. શું આવા ગેબરા રહેવાનું? આવા માઠા પરિણામ એને આવવા લાગ્યા, અને ધર્મની દુર્ગછા કરીને નીચ ગોત્ર બાંધ્યું. સાથે એવા વિચારો પણ આવ્યા કે મારે કયાં દીક્ષા લેવી હતી ! આ રાજપુત્રે મને દીક્ષા લેવડાવી. આવા પરિણામ આવવાથી જીવને કેટલું નુકશાન થાય છે તેને તે સમયે તેને ખ્યાલ આવત નથી. સમય જતાં આવા વિનય, વિવેકી અને તપમાં રકત રહેનારા બંને સંતે આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં ગયા. ત્યાં દેવનું આયુષ્ય ભોગવતા સુખમાં રાત દિવસ મન રહેતા. સમય પૂરો થતાં જે સમયે દેવકથી ચવવાના છ મહિના બાકી રહ્યા, ત્યારે પિતે અવધિજ્ઞાન દ્વારા જાણ્યું કે હવે મારું આયુષ્ય અહીં પૂરું થાય છે. હું અહીંથી મરીને ભંગડીને ત્યાં જન્મવાનો છું. આથી તેને ખૂબ પશ્ચાતાપ થવા લાગે. અહે ! મેં ગયા જન્મમાં ચારિત્ર પ્રત્યે દુર્ગછા કરી અને દીક્ષામાં એ વિચાર કર્યો કે મારે કયાં દીક્ષા લેવી હતી? આ પરિણામે મને કેટલું નુકશાન થયું ! અરે હું ભંગડીને ત્યાં જન્મ લઈશ તે ત્યાં મને ચારિત્ર કયાંથી મળશે? એમ ખૂબ પશ્ચાતાપ કરતાં પિતાને મિત્ર દેવને કહે છે, અરેરે.. હું ભંગડીને ત્યાં જન્મીને ચારિત્ર વગરને રહી જઈશ ! ના, એવું તે ન જ બનવું જોઈએ.
બંધુઓ! વિચાર કરે, આ દેવ ચારિત્ર માટે કેટલે ઝૂરાપ કરે છે ને પિતાની