________________
૪૩૨
શારદા દર્શન આદિ ઘણાં છે પણ એમને શું વિશ્વાસ! પિતાના તે પિતાના ને પરાયા તે પરાયા. માટે તારો ભાઈ રાજ નો વહીવટ સંભાળે તે થાય પછી તારે દીક્ષા લેવી હોય તે લેજે, પણ અત્યારે રેકાઈ જા. રાણી પિતાના સ્વાર્થમાં રમે છે. એણે એ વિચાર ના કર્યો કે આજે રાજાનું મૃત્યુ થઈ ગયુ તે કાલે દીકરાનું નહિ થાય તેની ખાત્રી છે? અત્યારે એની ચારિત્ર લેવાની ઉત્કૃષ્ટ ભાવના છે તે ભલે લે. સ્વાથી આત્મા પિતાને સ્વાર્થ જુએ છે પણ બીજાનું નથી જોતો.
માતાના આગ્રહથી અનાસક્ત ભાવે રાજ્ય ચલાવતે રાજકુમાર” :માતાના અતિ આગ્રહથી રાજકુમારને કાઈ જવું પડયું. એ રાજ્ય ચલાવે છે પણ એમાં એને આનંદ કે રસ નથી. એને એક જ ભાવ છે કે બસ, મારે નાનો ભાઈ તૈયાર થઈ જાય એટલે હું દિક્ષા લઉં, નાનો ભાઈ મેટ થતાં એને મટાભાઈએ રાજ્ય સંબંધી જે જે માહિતી આપવી જોઈએ તે બધું અને આખે રાજ્યવહીવટ કેમ થાય તે બધું શીખવાડી દીધું. તેને એટલે પ્રેમ આપે કે બાપની ખોટ કયારે પણ દેખાઈ નથી. હવે મેટેભાઈ વિચાર કરે છે કે નાનાભાઈને જલ્દી રાજગાદી ઉપર બેસાડીને હું દીક્ષા લઉં. રાણી વિચારે છે કે મારો દીકરો માટે થઈ ગયે છે, બધું કામકાજ સંભાળે તે હેંશિયાર છે છતાં મેટે દીક્ષા લેવાનું નામ કેમ લેતે નથી? રાણી મોટા પુત્રની સાવકી માતા હતી તેથી પિતાના પુત્રના મોહના કારણે એ વિચાર આવ્યું કે જે માટે પુત્ર રાજ્યસત્તાના મેહમાં પડી જશે ને દીક્ષા નહિ લે તે મારા દીકરાને રાજ્ય નહિ મળે. મેં એને દીક્ષા લેતાં પરાણે રોકી રાખ્યો છે. હવે મારાથી કંઈ તેને કહેવાય? ગમે તેમ કરીને એને નિકાલ કરું તે કટકટ જાય ને મારો દીકરે સ્વતંત્ર રાજા બને. - “રાણીએ ઓરમાન કુંવરને મારવા માટે કરેલું કાવત્ર” - જુઓ, કેટલું ઝેર છે! કેટલો સ્વાર્થ છે? પિતાની ગરજ પૂરી થઈ એટલે તેને નિકાલ કરવા તૈયાર થઈ. આ તમારો સંસાર. બેલે, સંસારમાં રહેવા જેવું છે? રાણીએ ઝેર નાંખીને લાડ તૈયાર કર્યો. બંને ભાઈઓ જમવા બેઠાં. મોટાભાઈના ભાણામાં ઝરમિશ્રિત લાડુ પીરસાયે. લાડવા સાથે લાવે તે ભેગે થઈ જાય, એટલે નાનાભાઈને માટે બીજે લાડવે રસોડામાં લેવા ગયા. આ મોટાભાઈને ખ્યાલ પણ નથી કે મારે માટે આવું કપટ કર્યું છે. એણે પ્રેમથી નાનાભાઈને કહ્યું – મારા ભાણામાં લાડુ આવ્યું છે. લે, તું પહેલાં ખા. પછી હું ખાઉં. બંને ભાઈમાં પ્રેમ ખૂબ હતું ને એકમેક હતા. ઘણી વખત મટેભાઈ વહાલથી પિતાના ભાણામાંથી નાનાભાઈને ખવડાવતું હતું, તેમ આજે મોટાભાઈના કહેવાથી નાનાભાઈએ લાડવાનું બટકું મોઢામાં મૂકયું. ચાવીને નીચે ઉતાર્યું ત્યાં બેભાન થઈને પડી ગયે. શરીર લીલું લીલું થવા લાગ્યું. એટલે તરત રાજાએ પિતાના વૈદ અને હુકમેને તેડાવ્યા. વેદ અને હકીમોએ