________________
૪૩
શારદા દર્શન તેડવા માણસ મોકલી દીધું હતું પણ તે દુર્યોધન પાસે ન રહ્યા. ભલેને વિદુરજી આવે. તે આવશે તે કંઈક સમજાવશે. બીજી તરફ ધૃતરાષ્ટ્ર સભા બનાવવા માટે ખજાનામાંથી હીરા, માણેક, મોતી, પન્ના વિગેરે ઝવેરાત કાઢયું ને સભાગૃહ બનાવવામાં હોંશિયાર કારીગરોને લાવ્યા. શિલ્પીઓને તેડાવ્યા અને યુધિષ્ઠિરના જેવી સભા બનાવવાને આદેશ આપ્યો. હજારે કારીગરે કામે લાગી ગયા. તેમણે સેનાની ભીંત બનાવી તેમાં અનેક પ્રકારની કોતરણી કરી અને તેમાં હીરા માણેક, નીલમ, પન્ના વિગેરે જડ્યા.
થોડા દિવસમાં કારીગરોએ સુંદર સભા તૈયાર કરી. સભામાં અનેક પ્રકારની મનોહર રચના કરી છે. મોતી અને મણુએથી થંભ જડ્યા છે. સભા એવી ઝગમગ થાય છે કે સૂર્યના પ્રકાશની તેમાં જરૂર ન પડે. આ રીતે શિલ્પીઓએ હજાર મણી, માણેક અને મોતીથી જડેલા સ્થભથી વિભૂષિત સે દ્વારવાળી યુધિષ્ઠિરના જેવી સભા તૈયાર કરી. ધૃતરાષ્ટ્ર, શકુનિ, દુર્યોધન આદિ કૌર જેવા માટે આવ્યા. જેઈને તેમનું મન ઠરી ગયું. યુધિષ્ઠિર કરતાં પણ આપણું સભા ચઢિયાતી બની છે. નગરજને પણ બે મેઢે વખાણ કરવા લાગ્યા.
હવે દુર્યોધન કહે છે પિતાજી! આ સભા જેવાના બહાને પાંડવેને તેડાવીને જુગાર રમાડીએ. આ પ્રમાણે વિચારણું ચાલી રહી હતી ત્યાં હસ્તિનાપુરથી વિદુરજી આવી પહોંચ્યા. તરાષ્ટ્રને નમસ્કાર કરીને બેસી ગયા. ધૃતરાષ્ટ્ર તેમને સત્કાર કરી ભજન આદિ કરાવીને ખાનગીમાં દુર્યોધન અને શકુનિની વાત કરી. આ સાંભળીને વિદુરજીનું લોહી ઉકળી ગયું ને ગુસ્સે થઈને બોલી ઉઠયા કે આ બધી વાત સાંભળીને મારા તે આંતરડા કપાઈ જાય છે. ખરેખર, દુર્યોધન તે આપણા કુળમાં અંગારો પાક છે, પણ ગમે તે રીતે એને સમજાવે, ત્યારે ધૃતરાષ્ટ્ર કહ્યું કે મેં તે સમજાવવામાં બાકી રાખી નથી. હવે તમે એને સમજાવો. હવે વિદુરજી દુર્યોધનને સમજાવવા માટે કેવા શબ્દો કહેશે તેના ભાવ અવસરે.
યાખ્યાન નં. ૫૫ હિ. શ્રાવણ વદ ૫ને શુક્રવાર
તા. ૨–૬–૭૭, અનંત કરૂણાના સાગર, વીતરાગ ભગવંતે એ જગતના છના કલ્યાણ માટે ધર્મને રાહદારી માર્ગ બતાવતાં સમજાવ્યું છે કે ભવસાગરમાં ભમતા આત્માઓ ! તમને મહાન પુણ્યદયે વીતરાગ પ્રભુનું વિરાટ શાસન મળ્યું છે. આવું શાસન તમને વારંવાર નહિ મળે. જ્ઞાની કહે છે કે “સમજ સમજ એ માનવી, જાય છે મેંઘેરી ઘડી.” હે માનવ ! તને અમૂલ્ય માનવભવ અને અનુપમ જિનશાસન મળ્યું છે. તેની મહત્તાને સમજીને આત્મસાધન સાધી જા. શેઠ પિતાને ઘેર કામ કરનાર નેકરની