________________
શારદા દર્શન
ત્યાંજ પાણી પવાય ને? શેઠને ખૂબ ગુસે આવે, પણ માળીની અજ્ઞાન દશાને કારણે ક્રોધને દાબી રાખ્યો ને શાંતિથી તેને સમજાવતા કહ્યું, ભાઈ! જરા વિચાર કર. વૃક્ષની ઉપર પાણી રેડવાથી તેને પિષણ ન મળે. પણ એના મૂળીયાને પાવું જોઈએ. મૂળ વાટે પાણી વૃક્ષની ટોચ સુધી પહોંચી શકે છે. તેના ફળ ફૂલમાં રસ આવે છે. આ તારી આટલી બધી મહેનત પાણીમાં ગઈ. તે આટલા દિવસ સુધી પાંદડાને પાણી પાયું તેમ જ મૂળને પાયું હોત તે છેડવા સૂકાઈ ન જાત. શેઠે તેને શાંતિથી શિખામણ આપી તે અબૂઝ માળી સમજી ગયે ને શેઠની સલાહ પ્રમાણે સવળી ક્રિયા કરવા લાગ્યું.
આ ન્યાય આપણે સમજવાનો છે. આ માનવજીવન બગીચે છે ને આત્મા તે બગીચાને રક્ષક માળી છે, અને સગુરૂઓ શેઠ સમાન છે. આ માનવજીવનમાં મહેનતનું પાણી કયાં પીવડાવાઈ રહ્યું છે. તેને વિચાર કરજે. પેલા માળી જેવું તે નથી કરતા ને ? સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વિગેરે ક્રિયાઓ ઘણી કરો છો પણ અંદરથી રાગ દ્વેષ મોહ, ઈર્ષ્યા વિગેરે જતાં ન હોય તે આત્મા નિર્મળ થતું ન હોય તે સમજી લેજો કે પેલા અબૂઝ માળીની માફક પાંદડાને પાણી પાઈ રહ્યાં છે. માળી તે બિચારે અબૂઝ હતો અને એના શેઠે ઠપકે આ તે સુધરી ગયે ને સવળી ક્રિયા કરીને તેને બગીચે નવપલ્લવિત ના, પણ તમને સદ્ગુરૂ રૂપી શેઠ વારંવાર ટકેર કરે છે છતાં પરિવર્તન આવતું નથી. ગુરૂની હિતશિખામણ અંતરમાં નહી ઉતારો તે ગમે તેટલી ક્યિા કરે તે પણ આ જીવન બગીચે નવપલ્લવિત નહિ બને. માટે સમજણપૂર્વક તપ ત્યાગ વિગેરે ધર્મક્રિયાઓ કરો જેથી આત્માનું કલ્યાણ થાય.
આપણા ચાલુ અધિકારમાં નેમનાથ ભગવાને દેવકીજીના મનની શંકાનું સમાધાન કર્યું ને છેલ્લે કહ્યું કે એ છ અણગારે તારા જ પુત્ર છે. દેવકીમાતાને ભગવાનના બધા સંત વહાલા હતા પણ હવે પોતાના પુત્ર છે એમ ખબર પડી એટલે મમતા જાગી. નેમનાથ ભગવાનને વંદન કરીને ભગવાનના બીજા શિષ્ય જ્યાં બિરાજતાં હતાં ત્યાં દર્શન કરતાં કરતાં કયાં આવ્યા? 3ળેવ તે છે મારે તેવા સવાછ વાછિત્તા તે દિqય સMIT? વંદુ નમg ” જ્યાં તેના છ પુત્ર એટલે છ અણગારે બેઠા હતાં ત્યાં આવ્યા. આવીને તેમને વંદન નમસ્કાર કરી ઉભા રહ્યા. છ અણગારે પહેલેથી સૌંદર્યવાન હતા. તેમાં તપ અને સંયમના તેજ ભળે પછી શું બાકી રહે ? એ છ અણગાર મૌન લઈને બેઠાં હોય, કંઈ ન બોલે તે પણ આવનાર વ્યકિત ધર્મ પામી જાય, એવા તે પ્રભાવશાળી સંતે હતાં. શાંત દાંત અને ગંભીર હતાં. એમને જોઈને દરેકનું મન ઠરી જતું હતું. તે પછી આ જનેતા માતાનું મન ઠરી જાય તેમાં શું નવાઈ ! દેવકી માતા સંતેને જોઈને ભૂખતરસ ભૂલી ગઈ અને તે અનિમેષ દષ્ટિથી સંતના સામું જોઈ રહી. અહ ! તમારો ત્યાગ છે! શું તમારો