________________
કર
શારદા દર્શન
ભગવાનને પૂછયું કે હે પ્રભુ! આપના જેવું નરક નિગોદનું વર્ણન કરનાર ભરતક્ષેત્રમાં કોઈ છે? પ્રભુએ મને આપને બતાવ્યા, એટલે હું અહીં આવ્યું અને આજે પણ ભગવાન જેવું નિદનું સ્વરૂપ મને સમજાવ્યું. એમ કહીને દેવે આચાર્યશ્રીની ખૂબ પ્રશંસા કરીને કહ્યું, ભગવંત! ફરમાવે. હું આપની શું સેવા કરું ? સંત કેઈની સેવા ના લે. તેમણે એમ કહ્યું કે શાસનની સેવા કરે. મારે કાંઈ જોઈતું નથી. કારણ કે મારે જે જોઈએ છે તે તું કરી શકે તેમ નથી અને તું જે કરી શકે તે મને ખપતું નથી. હવે તમને પૂછું. તમે પૌષધ કરીને બેઠા હો, તે વખતે કઈ દેવ તમારા ઉપર પ્રસન્ન થાય ને તમને કહે હું તમારા ઉપર પ્રસન્ન છું. તમારે જે જોઈએ તે માંગે. બેલે તે ખરા કે તમે શું કહેશે ? (હસાહસ) તમે તે ધન બંગલા વિગેરે સુખની સામગ્રી માંગતા પાછા નહીં પડો પણ સાચા અર્થમાં જેને ધર્મ રુચેલો હશે તે ભૌતિક સુખ નહીં માંગે. એ તો એક જ વિચાર કરશે કે મેં નવકારશી એટલે નાનો તપ કર્યો હોય કે પછી માસખમણની ઉગ્ર સાધના કરી હોય પણ મારી સાધના મોક્ષ મેળવવા માટે છે. ભૌતિક સુખ મેળવવા માટે નથી. ધર્મારાધના કરવાથી જે મહાન લાભ મળવાનું છે તેનું ફળ માંગી લેવાથી તુચ્છ લાભ મળે છે ! અહીં સાધુની મક્કમતા જોઈ દેવ નમી પડશે. દેવે ધર્મ કરનારનાં ચરણ ચૂમે છે ને તેની સેવામાં હાજર રહે છે. બીજો એક દાખલો આપું.
એક મહા વિદ્વાન સાધુના પરિવારમાં એક નાના સાધુ હતા. તેમના પર એક દેવ પ્રસન્ન થયે. તે ઘણી વખત મુનિ પાસે આવે. તેમના ચરણમાં નમસ્કાર કરે અને કંઈક ને કંઈક ચમત્કાર બતાવીને ચાલ્યો જાય. એક દિવસ આ બાલમુનિને બીજા મુનિ સાથે હેજ ઝઘડો થયો. તેમાં એ બાલમુનિ ખૂબ ઉગ્ર થઈ ગયા. એ એમ માનતા હતાં કે મારા ઉપર દેવ પ્રસન્ન છે. મને શું વાંધો છે? બન્ને વચ્ચે ખૂબ રસાકસી થઈ પણ દેવ આવે નહી. આથી તેને પોતાની ભૂલ સમજાણું કે આ ત્યાગ માર્ગ અંગીકાર કરી હું કષાયમાં જોડાયે ! તેથી મેં સાધુપણું અને મારો ધર્મ લજવ્યો છે. આમ પશ્ચાતાપ કરતા હતાં ત્યાં દેવ આવ્યો. મુનિને નમસ્કાર કરી “મઘેણું વંદામિ ભગવદ્ ” કહીને ઉભો રહ્યો. ત્યારે મુનિએ કહ્યું કે ખરે વખતે તું ગેરહાજર રહ્યો ને હવે વંદણું કરવા આવ્યે ! ત્યારે દેવે કહ્યું, મહારાજ ! હું ગેરહાજર ન હતો. આપ ગેરહાજર હતા. હું જેને દાસ છું તે તે વખતે ન હતા. તે કષાયમાં જોડાયા હતા. એટલે કેવી રીતે આવું? સાધુ સમજી ગયા કે દે મનુષ્યને ક્યારે નમન કરે છે. મનુષ્ય ધર્માત્મા હોય ત્યારે. બાહાવેશ પહેરી લીધે હેય પણ જે સાધુપણુને આચાર ન હોય તે દેવે તેમને નમસ્કાર કરતા નથી.
બંધુઓ ! ધર્મ એ કલ્પવૃક્ષ સમાન છે, કામધેનુ અને રત્ન ચિંતામણું સમાન છે. દુનિયામાં સુખ, લક્ષમી, માન-સન્માન, સર્વગ અને મોક્ષ મધું ધર્મથી મળે છે.