________________
કરું
શારદા દર્શન
તો જ સારો દીકરો છું. હું દ્રૌપદી સહિત પાંડેની સંપૂર્ણ અદ્ધિ જીતી લઈશ. એમને બેહાલ કરીશ ત્યારે જ મને શાંતિ થશે. જે આ પ્રમાણે ન કરી શકું તે મારે અગ્નિમાં બળી મરવું. દુર્યોધને આવી પ્રતિજ્ઞા કરી.
ધરાષ્ટ્રને પાંડ ઉપર વિશ્વાસ - ધૃતરાષ્ટ્ર કહ્યું-તું કહે છે પણ પાંડ તારી મજાક કરે તેવા નથી. તારી વાત માનવામાં આવતી નથી. કદાચ દ્રૌપદી અભિમાનમાં આવીને બેસી ગઈ તે તેની પાસે માફી મંગાવીશું પણ તું આ ગુસ્સો ન કર. દ્રૌપદી એ આવા શબ્દો કહ્યા તેથી ધૃતરાષ્ટ્રને દુઃખ તો થયું છતાં દષ્ટિ નિર્મળ હતી એટલે પુત્રને વાળવાની જ વાત કરી. સલાહકાર જે સારે હાય તો એમ કહે કે ભાઈ ! શેઠ પ્રત્યે શઠતા કરવાથી લાભ નહિ થાય પણ આપણે નમી જાઓ તે વાત પતી જશે. સલાહકાર ખરાબ હોય છે એમ કહેશે કે એ થાય તેવા આપણે થઈએ તો જ રહી શકાય. ધૃતરાષ્ટ્ર કહ્યું. દુર્યોધન! તે આવી પ્રતિજ્ઞા તે કરી પણ પાંડવોને જીતવા હેલ નથી. મને તે લાગે છે કે હું તમને પાંડ સાથે યુદ્ધ કરવાની રજા આપું તો તમે ૧૦૦ (સો) ભાઈઓ લડાઈમાં ખપી જશે, કારણ કે પાંડને કઈ જીતી શકે તેમ નથી. વળી પાંડવ સાથે યુધ્ધ કરવાથી આપણું કીતિને કલંક લાગશે, લેકે એમ કહેશે કે ભાઈ ભાઈ લડે છે ને મને પણ લેકે એમ કહેશે કે વૃદ્ધ ધૃતરાષ્ટ્ર પિતાના પુત્રને યુદ્ધ કરતાં રોક્યા નહિ, મારી નિંદા થશે માટે તું ચારે તરફને વિચાર કરીને સમજી જા. ભાઇભાઈમાં વૈર કરવું તે સારું નથી. તારા સલાહકારની સલાહ પ્રમાણે ચાલીશ નહિ કારણકે પાંડે લાખે શૂરવીરને યુદ્ધમાં હરાવનાર છે. તમે તેની સામે ટકી શકશે નહિ, માટે આ બધી વાત છેડી દે.
શનિએ બતાવેલી માયાજાળ – ધૃતરાષ્ટ્રની વાત સાંભળીને શકુનિ બેલી ઉઠશે. મહારાજા ! આપણે યુદ્ધ કરવું નહિ પડે. આપણી કીર્તિને કલંક લાગે નહિ ને પાંડેની બધી ઋદ્ધિ જીતી શકાય તે ઉપાય હું બતાવું. તો પછી તમને વધે છે? ત્યારે ધૃતરાષ્ટ્ર પૂછયું એ ક ઉપાય છે? ત્યારે શકુનિએ કહ્યું કે હું જુગાર રમવામાં પ્રવીણ છું. જુગાર વિદ્યા અને સિદ્ધ થયેલી છે અને યુધિષ્ઠિરને જુગાર રમતાં આવડતું નથી. એ લેકે કદી જુગાર રમવામાં સમજ્યા નથી. તે તેમને આપણે કઈ પણ ઉપાય કરીને જુગાર રમાડીએ. એ જુગારના ખેલમાં આપણે તેનું બધું છતી લઈશું. એટલે એ બેહાલ બની જશે. આ સાંભળીને દુર્યોધન હર્ષમાં આવીને કહેવા લાગ્યું કે મામા ! તમે સરસ ઉપાય બતાવ્યો. પિતાજી માન્ય કરે તો આપણી બધી બાજી સફળ થાય. ધૃતરાષ્ટ્ર કહયું કે હું વિદુરજીને બોલાવીને તેમની સલાહ લઈશ. પછી તમને આ બાબતમાં શું કરવું તે જણાવીશ. હવે ધૃતરાષ્ટ્ર શું કહેશે કે આ લેકે કેવી માયાજાળ બિછાવશે તેના ભાવ અવસરે.