________________
શારદા દર્શન
४२
ધૃતરાષ્ટ્રથી દુર્યોધનનાં વચન સહન થઈ શકયા નહિ, એટલે ક્રોધથી ઉગ્ર બનીને કહ્યું હે દુર્યોધન! ધિક્કાર છે તને! હે કુપાત્ર! તું મારા કુળમાં અંગાર પામે છે. કે પાંડની ઋધ્ધિ જોઈને બળી જાય છે. તેને આનંદ થ જોઈએ કે મારા ભાઈઓ સુખી છે તેમાં મને લાભ છે ને! પાડોશી સુખી હશે તે કે ઇક દિવસ એના ગોળાનું પાણી પીવડાવશે, પણ એનો ગેળ ખાલી હશે તો તને પાણી કયાંથી પીવડાવશે? તેમ તું એમ વિચાર કર કે મારા ભાઈઓ સુખી અને સમૃદ્ધ હશે તે અમને કોઈ વખત કામ આવશે પણ આમ ઈર્ષ્યા કરીને બળવાથી શું! જેમ સૂર્યના ઉદયથી કમળ વિકસિત બની જાય છે તેમ યુધિષ્ઠિરની લક્ષ્મી જોઈને તું શા માટે આનંદ પામતે નથી? પિતાના આત્મીય જનના અભ્યદયમાં આનંદ પામવો જોઈએ. શું ચંદ્રના ઉદયથી સમુદ્રને આનંદ નથી થતું? તેમ તને પાંડેની સંપત્તિ, સન્માન, કીર્તિ બધું જોઈને આનંદ થ જોઈએ. તેના બદલે આવી ઈર્ષ્યા કરે છે? તને જરા શરમ નથી આવતી? પિતાજીનાં ફોધયુક્ત વચન સાંભળીને દુર્યોધન જરા સંકેચા. મનમાં થયું કે મારા પિતાજીને પાંડવો પ્રત્યે પ્રેમ છે. કુટુંબપ્રેમને કારણે તે નમતું નહિ જોખે. તે હવે વાત ફેરવી નાંખું
પિતાજીના ક્રોધ આગળ દુર્યોધને છુપાવેલું પાપ - માયાવી માણસોને આવું બધું ખૂબ આવડે છે. પિતાજીની વાત સાંભળીને દુર્યોધને વાત બદલી અને બે, પિતાજી! મને પાંડની ઋદ્ધિ અને આબાદી જોઈને દ્વેષ નથી આવતો. હું તે એમ માનું છું કે અમે ૧૦૦ નહિ પણ ૧૦૫ ભાઈએ છીએ. મને તે તેમની સંપત્તિ જોઈને ખૂબ આનંદ થયે. મારું હૈયું નાચી ઉઠયું છે. તેમની કીર્તિ અને પ્રશંસા સાંભળીને મારી છાતી ગજગજ ફુલે છે પણ મને દુઃખ કયાં થયું તે વાત પિતાજી! તમે સાંભળે. અમે હસ્તિનાપુર ગયા ત્યાં ભરસભામાં પાંડેએ મારી મજાક ઉડાવી. એમણે મારી હાંસી કરી. એટલેથી પત્યું હતતે સારું હતું પણ દ્રૌપદીએ મારું ઘર અપમાન કર્યું. એ વાત મારા મામા પાસેથી સાંભળી લે. શકુનિએ બરાબર મસાલે ભેળવીને વઘાર કરીને બધી વાત કરી પણ શા માટે દુર્યોધનની મજાક ઉડાવી તે મૂળ વાત ન કરી, અને કહ્યું કે દ્રૌપદી કેટલી ઉન્ફાન બની ગઈ છે કે તેણે એમ કહ્યું.
આંધળાના દીકરા આંધળાજ હોયને !” આ વાત આવી ત્યાં દુર્યોધન ઉછળીને બોલી ઉઠયો પિતાજી! એણે આ શબ્દો કહીને મારૂં જ અપમાન નથી કર્યું પણ સાથે તમારું ઘોર અપમાન કર્યું છે. મને તે એ વખતે એમજ થઈ ગયું કે ધરતી ફાટે તે સમાઈ જાઉં. મને તેમના પ્રત્યે પ્રેમ છે એટલે તે વખતે મેં ગમ ખાધી. નહિતર ત્યાંને ત્યાં લડાઈ કરત.
પિતાજી! જે હું આ પરાક્રમી દીકરો થઈને આ૫નું આવું ઘોર અપમાન સહન કરી લઉં હું તમારે દીકરે નહિ પણ ઠીકરો છું. હું તેના અપમાનનો બદલો લઉં