________________
શારદા દર્શન
તમારે ત્યાં લાખ રૂપિયા જમા કરાવ્યા તે ચેપડામાં કયાંય ઉલેખ નથી. છતાં જોઈ લઉં. ખૂબ તપાસ કરી. જૂના ચેપડા જોઈ લીધા પણ કયાંય લખાણ નીકળ્યું નહિ. એટલે કહે છે ભાઈ! મારા ચોપડામાં લખાણ નથી માટે હું નહિ લઉં. ત્યારે પિલે કહે છે જુઓ, મારા પિતાજીના ચોપડામાં તમારા પિતાજીનું નામ, તીથિ, તારીખ, મહિને, વાર બધું વિગતથી લખેલું છે. માટે મારે તે તમારા પૈસા દૂધે ઈને વ્યાજ સહિત આપી દેવા છે. આ કહે કે મારે ચોપડે નથી માટે નહિ લઉં.
અહાહા ! બંને જ કેવા પવિત્ર છે. એક કહે છે કે મારે અણહકનું ધન જોઈએ નહિ ને બીજો કહે છે કે મારા પિતાજીએ કેઈ વિગત લખી નથી માટે મારે લેવું નથી. બેલે, તમારે જોઈએ છે? ( હસાહસ) આજના માણસોને લેવું ગમે છે પણ હૈયેથી છેડવું ગમતું નથી.
પિલા શેઠને દીકરો કહે છે કે હું તમારા પૈસા રાખું નહિ ને બીજે કહે છે કે હું લઉં નહિ. બંને વચ્ચે ખૂબ ખેંચતાણ થઈ. અંતે બંને જણ આ વાતને નિવેડો લાવવા રાજા પાસે ગયા. આ સમયે પાટણમાં સિદ્ધરાજનું રાજ્ય હતું.સિદ્ધરાજ પાસે જઈને બંને જણાએ બધી વાત જણાવી. રાજાએ જેના બાપે પૈસા મૂકેલા હતાં તેને લેવા માટે ખૂબ સમજાવ્યું, પણ તેણે લેવાની ના પાડી ત્યારે રાજાએ આ કોકડું ઉકેલવા માટે પંચને બોલાવ્યું ને પંચને આ કામ સંપ્યું. અગાઉના વખતમાં આવું બધું કામ પંચ પતાવતું હતું. મારવાડમાં ચાર પ્રકારના પંચ હોય છે. તેના નામ પંચાણું, પંચકાણુ, પંચએસતાણા અને પંચ ધૂળધાણ. એમાં જે કેઈની શરમ કે પક્ષપાત કર્યા વિના બંને પક્ષની વાત સાંભળીને સાચે ન્યાય કરે તે પંચાણું કહેવાય. એક પક્ષની વાત સાંભળી લાંચ લઈને એની શેહમાં તણાઈ એકપક્ષી ન્યાય કરે તે પંચકાણું. એક પક્ષનું ખાઈ જઈ એની જ વાતમાં ગલ્લાતલ્લા કરી અન્યાય કરે તે એસાતાણું પંચ છે અને બંને પક્ષનું થોડું થોડું ખાઈ જઈને કેઈને સાચે ન્યાય કરે નહિ તે પંચ ધૂળધાણા કહેવાય.
રાજા સિદ્ધરાજે પંચને કામ લેંગ્યું ને કહ્યું–હે પંચ ! તમે આ બાબતમાં સાચે ન્યાય કરશે. પંચેશેઠના પુને ખૂબ સમજાવ્યા પણ એકેય રકમ રાખવા તૈયાર ન હતા, ત્યારે પંચે ન્યાય કર્યો કે બંને નથી લેતા તે આપણા ગામમાં પાણીની ખૂબ તંગી છે માટે તળાવ બંધાવે અને બંને શેઠનું નામ આપે. પંચે આ રીતે ન્યાય કરીને ગામમાં તળાવ બંધાવ્યું. અત્યારે પણ એ તળાવ પાટણમાં મોજુદ છે. ટૂંકમાં આ દષ્ટાંતથી આપણે એ સાર ગ્રહણ કરે છે કે આ બંને શેઠના પુત્રનું હૃદય કેટલું પવિત્ર હતું ! કે બેમાંથી એક જણે લાખ રૂપિયા લેવા તૈયાર થયા નહિ. આવી પવિત્રતા કયાંથી આવી? સારા સંસ્કાર અને સંતના સમાગમથી. તમારે પણ જે જીવન પવિત્ર અને નિર્મળ બનાવવું હોય તે સંતસમાગમ કરે.